Browsing category

બોધકથા

શિષ્યને જલદી જ સમજમાં આવી ગયુ કે સાચી ખુશી લેવામાં નથી, પરંતુ બીજાને કંઈક દેવામાં છે

એક ગુરુ પોતાના શિષ્યની સાથે ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયુ કે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે અને ખેતરની બહાર એક વૃક્ષની નીચે તેનું ભોજન અને થોડો સામાન રાખેલો હતો. શિષ્યએ ગુરુને કહ્યુ કે ગુરુજી આપણે આ ખેડૂત સાથે થોડી મજાક કરીએ અને તેનો સામાન સંતાડી દઇએ. ગુરુએ શિષ્યને કહ્યુ કે […]

પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ ખાસ હોય છે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે

એક પ્રચલિત કથા પ્રમાણે એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો અને પત્નીનો કબાટ ખોલ્યો. કબાટમાં તેને એક બોક્સ દેખાયું. તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી હતી. આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી ન હતી, કારણ કે તે કોઈ ખાસ પ્રસંગે આ સાડી પહેરવાં માંગતી […]

પોતાના પર ભરોસો હોય તો કોઈપણ વિપરીત પરિસ્થિતિ કે પરેશાની સામે લડી શકાય છે

કોઈ એક શહેરમાં એક યુવાન રહેતો હતો. તેનો ઘણો સારો વેપાર હતો. પરંતુ કેટલાક ખોટા નિર્ણયોને લીધે તેનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો. તેની ઉપર ઘણું દેવું થઈ ગયું હતું. મિત્રો અને સંબંધીઓ પણ તેનાથી દૂર ભાગવાં લાગ્યાં હતાં. તેને ક્યાંયથી પણ કોઈ આશાનું કિરણ દેખાઈ રહ્યુ ન હતુ. એક દિવસ તે યુવાન પાર્કમાં ઉદાસ […]

સારું કામ કરનાર લોકોને ભગવાન સંકટ દૂર કરવાની શક્તિ આપે છે અને રસ્તો આસાન બનાવે છે

એક જાણીતી કથા પ્રમાણે એક મહિલા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે બહારથી તેના પુત્રની ચીસ સંભળાઈ. તે બહાર દોડી આવી. તેને જોયું કે તેનો પુત્ર છત પરથી પડી ગયો છે અને લોહી વહી રહ્યું છે. મહિલા ખૂબ જ ઘબરાઈ ગઈ. તે સમયે તે ઘરમાં એકલી જ હતી. તેને હિમ્મત એકઠી કરી અને પુત્રને ઊઠાવીને […]

જિંદગી માં ગમે તેવા સંકટો સામે લડવા વિદુરજીએ બતાવ્યા હતા આવા ઉકેલ

આ સંસારમાં તે વ્યક્તિનો જન્મ સાર્થક થાય છે, જેના દ્વારા સમાજ તથા દેશની ઉન્નતિ થઈ હોય, આમ તો આ દુનિયામાં ઘણાં વ્યક્તિત્વોએ જન્મ લીધો છે, તેમાંથી કંઈક એવું હતું જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. માત્ર તેના કર્મોને કારણે નહીં પણ તેના દ્વારા આપવામાં આવેલા સમાધાનો અને સિદ્ધાંતો માટે. આવા સિદ્ધાંત તથા સમાધાન જે […]

આ ઘટના કહે છે જે રીતે ઝાડ માટે પાણી જરૂરી છે, એ જ રીતે વડીલોને પણ પ્રેમ અને આત્મીયતા જોઈએ

કોઈ એક શહેરમાં પિતા-પુત્ર રહેતાં હતા.જેવા પિતા રિટાયર થયા તો પુત્રની નોકરી લાગી ગઈ. પુત્ર પિતાની દરેક વાત માનતો હતો. પિતાએ સમયસર પુત્રના લગ્ન કરાવી આપ્યા. થોડા જ વર્ષો પછી તેનો એક પુત્ર પણ થઈ ગયો. આ પ્રકારે સમય પસાર થતો રહ્યો. સમય વિતતાની સાથે-સાથે પિતા વૃદ્ધ થઈ રહ્યા હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડી […]

આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની બોટલ શેઠની તરફ વધારી તો શેઠે પૂછ્યુ – કેટલા રૂપિયા? છોકરાએ કહ્યુ […]

એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે

કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ તેનો દીકરો તેનું લંચ બોક્સ ઘરે જ ભૂલી […]

પતિ-પત્નીએ એકબીજાની કદર કરવી જોઈએ નહીં તો લગ્નજીવન વ્યર્થ બની જાય છે. આ કિસ્સો તમને ઘણું બધું શીખવાડી દેશે

પતિ-પત્ની સાથે જોડાયેલી એક લોકકથા પ્રચલિત છે. આ કથા મુજબ શિયાળાના દિવસો હતા, રાતનો સમય હતો. પતિને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તેની પત્ની ઝઘડો કરી રહી હતી. પત્નીથી કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો. રાતે એકલો ભટકી રહ્યો હતો. ત્યારે એક વડીલે તેને કહ્યું કે આટલા મોડે રાતમાં એકલો કયા ભટકી રહ્યો […]

છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે.

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂતે રાજા પાસે ઉધાર લીધુ અને કહ્યુ કે હું 5 વર્ષ પછી પાછા કરી દઇશ. રાજાએ તેના ઉપર વિશ્વાસ કરીને ઉધાર આપી દીધું. જ્યારે 5 વર્ષ વીતી ગયા ત્યારે રાજાના મંત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ પાસેથી આપણું ધન પાછું લઈ આવો. મંત્રી ઘણી વખત ખેડૂત પાસે ગયો પરંતુ […]