Browsing category

બોધકથા

રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે રાખી દીધી, વાંચો, તેના પછી શું થયું?

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે રસોઈ બનાવતી હતી. મહિલા રોજ એક રોટલી કાઢીને બારીની બહાર રાખી દેતી હતી. ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ દરરોજ તે રોટલી લઈ જતો હતો અને તે ખાઇને પોતાની ભૂખ મટાડતો હતો. તે વ્યક્તિ આવતા-જતા એક જ વાત બબડતો હતો – ‘જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે […]

સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુ મારી સાથે ઝઘડો કરવાનું બંધ કરી દે, સંતે વહુને એક કાગળ આપીને જણાવ્યો ઉપાય

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન હતી. તે પણ સાસુને ખરી-ખોટી સંભળાવતી હતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. વહુએ સંતેની ખૂબ સેવા કરી. સંત વહુની સેવાથી ખૂબ પ્રસન્ન થઈ ગયા. એક […]

વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?

પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. વેતાળે શરત રાખી હતી કે, જો વિક્રમાદિત્ય રસ્તામાં કઈં બોલશે તો, વેતાળ પાછો એ જ ઝાડ પર જઈને લટકી જશે. ચાલાક વેતાળ વિક્રમને વાર્તાઓ સંભળાવે છે […]

સુખી જીવનની શીખ : રંગ-રૂપથી નહીં પણ ગુણ અને બુદ્ધિથી સારી વ્યક્તિની ઓળખ થાય છે

લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો. રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ સુંદર હોય તો સારું થાત. મહામંત્રીએ કહ્યું કે રાજાજી સુદરતા તો ઉંમરની સાથે જતી રહે છે. વ્યક્તિની […]

ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.

એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને ઘણું આપ્યું છે, મને પણ આપ. બીજો ભિખારી રાજાને કહેતો હતો કે મહારાજ તમને ભગવાને ઘણું આપ્યું છે, મને પણ થોડું-ઘણું આપો. પહેલો ભિખારી બીજાને કહેતો […]

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રેરક પ્રસંગ

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો એવો જ એક પ્રસંગ- પ્રસંગ પ્રમાણે એકવાર પરમહંસની પાસે એક કઠિયારો આવ્યો. તેને કહ્યું કે મહારાજ હું કઠિયારો છું અને ખૂબ જ […]

બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે

બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યાં, જેનાથી તેઓ જીવનભર ધર્મના રસ્તે ચાલતાં રહ્યાં હતાં. શિક્ષણ અને સંસ્કારથી બાળકો સાચા અને ખોટાં કામમાં ફરક કરી શકે છે અને યોગ્ય માર્ગ પર […]

રાજા હરિશચંદ્રના લગ્નજીવન સાથે જોડાયેલી વાતો-

લગ્નજીવન એ લોકોનું જ સૌથી વધુ સુખી રહેતું હોય છે, જેના જીવનમાં 1-પ્રેમ, 2-ત્યાગ, 3-સમર્પણ, 4-સંતોષ અને 5-સંસ્કાર આ પાંચ વાતો હોય. આ પાંચ વાતો વગર દાંપત્ય જીવનનું અસ્તિત્વ જ નથી. દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવાં માટે આ પાંચ વાતો જીવનમાં ઊતારવી જરૂરી છે. સુખી અને સફળ દાંપત્યના બધા સૂત્ર રાજા હરિશચંદ્રના જીવન દ્વારા સમજી શકાય […]

સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ, જેમાં છુપાયેલા છે સુખી લગ્નજીવનના સૂત્ર

સંત કબીરના જીવન સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને પોતાના વ્યવહારમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાનો અંત આવી જાય. અહીં જાણો સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ જેમાં સુખી લગ્નજીવનના સૂત્ર છુપાયેલો છે. એક પ્રસંગમાં બતાવ્યાં પ્રમાણે સંત કબીર રોજ પ્રવચન આપતાં […]

ગુરુકુળમાં રહેતાં છોકરાંઓ વધુ ભોજન થાળીમાં લઈ ખાધા પછી વધારાનું ભોજન ફેંકી દેતાં જ્યારે એક છોકરો જરાય ભોજન બગાડતો ન હતો

જૂના જમાનામાં એક ગુરુકુળમાં એક છોકરો પોતાના મિત્રો સાથે રોજ ભોજન લેતો હતો. તેના બધા મિત્રો પોતાની થાળીમાં ખૂબ વધુ ભોજન લેતાં હતાં, પરંતુ તે છોકરો પોતાની જરૂરિયાત હોય એટલું જ ભોજન લેતો અને થાળી-વાટકીમાં એકપણ દાણો રહી ન જાય એ રીતે ભોજન કરતો હતો. આ જોઈને તેના મિત્રો તેની મજાક ઉડાવતાં હતાં. તેના એક […]