Browsing category

બોધકથા

એક વેપારી દરિયાના માર્ગે કરતો હતો વેપાર, એક દિવસ દરિયામાં તોફાન આવ્યું, જે લોકોને તરતા આવડતુ હતુ, તે તો કૂદી ગયા, પણ વેપારીને તરતા તો આવડતુ નહોતુ તો તે ડબ્બા બાંધીને દરિયામાં કૂદી ગયો, જાણો પછી શું થયુ?

એક વેપારી દરિયાના માર્ગે બીજા દેશોમાં વેપાર કરવા જતો હતો. પરંતુ તેને સ્વિમિંગ નહોતુ આવડતુ. તેના કેટલાક સાથીઓએ તેને સમજાવ્યુ કે – તું દરિયાની યાત્રા કરે છે, જો રસ્તામાં કોઈ તોફાન આવી જાય તો જીવ બચાવવા માટે તને સ્વિમિંગ તો આવડવું જોઈએ. તેને પણ આ વાત સાચી લાગી, પરંતુ તેની પાસે સ્વિમિંગ શીખવા માટે સમય […]

એક રાજા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, જેથી તેણે રાજકુમારીને બહારની દુનિયા નહોતી દેખાડી, એક દિવસ દીકરીએ પિતાને કહ્યું – મારે શહેર જોવું છે, રાજાએ વિચાર્યુ – તેના કોમળ પગ માટે આખા શહેરમાં ચામડાની ચાદર પાથરી દઇએ.

પ્રાચીન સમયમાં એક રાજા હતો. તેની એક દીકરી હતી, જેને તે ખૂબ વધારે પ્રેમ કરતો હતો. રાજમહેલમાં જ રાજકુમારી માટે તમામ સુખ-સગવડાતાઓ ઉપલબ્ધ હતી. તેણે બહારની દુનિયા જોઈ ન હતી. જ્યારે તે મોટી થઈ ગઈ તો એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું કે તેને શહેર જોવું છે. રાજાએ ઇન્કાર કરી દીધો, પરંતુ તે ન માની. […]

સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય ખૂબ ઉદાસ થઈને ત્યાંથી જતો , જાણો પછી 7 દિવસ સુધી તે શિષ્યે શું કર્યુ?

એક વખત સંત તુકારામ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેનો એક શિષ્ય, જે સ્વભાવથી થોડો ગુસ્સાવાળો હતો. તેમની પાસે આવ્યો અને બોલ્યો – ગુરુજી, તમે કેવી રીતે તમારો વ્યવહાર આટલો મીઠો બનાવીને રાખો છો, ન તો તમે કોઈના ઉપર ગુસ્સે થાવ છો અને ન તો કોઈ તમને કંઈ ખરાબ કહે છે? તેનું રહસ્ય શું છે? […]

એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે લોખંડમાંથી સોનુ બનાવવાવાળો પત્થર આપ્યો, જાણો પછી શિષ્યએ તે પત્થરનું શું કર્યુ?

કોઈ ગામમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા. ગુરુજીનો એક શિષ્ય ખૂબ આળસુ હતો. ગુરુજી તેને સમયનું મહત્વ સમજાવવા ઈચ્છતા હતા. એક દિવસ તેમણે આળસુ શિષ્યને બોલાવ્યો અને 1 કાળો પત્થર આપીને બોલ્યા – હું 2 દિવસ માટે ગામથી બહાર જઈ રહ્યો છું. આ કાળો પત્થર ખૂબ ચમત્કારી છે. તેને તું કોઈ લોખંડની વસ્તુથી […]

એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો, પરેશાન સાધુને મળવા પહોંચ્યો તેનો એક મિત્ર અને તેણે ઉંદરને માર્યા કે ભગાડ્યા વિના જ લાવી દીધો સમસ્યાનો ઉકેલ

કોઈ ગામ પાસે જંગલમાં ચૂડાકર્ણ નામનો એક સાધુ રહેતો હતો. તે રોજ ગામમાંથી પોતાના માટે ભીક્ષા માંગીને લાવતો અને ભોજન કરીને વધેલું ભોજન ઉપર ખીલીએ લટકાવી દેતો. સાધુની ઝૂંપડીમાં એક ઉંદર પણ રહેતો હતો. તે રોજ સાધુના ભીક્ષાના વાસણમાંથી કૂદકો મારીને ભોજન ચોરી કરી ખાતો હતો. સાધુએ પોતાની ભીક્ષાનો વાટકો ખૂબ ઊંચો લટકાવી રાખ્યો હતો […]

એક સંત અને શિષ્ય રાતે રોકાયા એક ગરીબ ખેડુતની ઝૂંપડીમાં, ગુરુએ શિષ્યને કહ્યુ કે આ ખેડુતને રોજી-રોટી આપનારી ભેંસ ચોરી લે, આવુ કર્યા પછી 8-10 વર્ષ સુધી શિષ્યને થતો રહ્યો પસ્તાવો, ત્યારબાદ શિષ્ય જ્યારે ખેડુત પાસે ગયો તો આશ્ચર્ય પામી ગયો

પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્યની સાથે જુદા-જુદા ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. એક દિવસ ફરતા-ફરતા રાત થઈ ગઈ તો તેમણે એક મોટા ખાલી ખેતરની વચ્ચે ઝૂંપડી દેખાઇ. બંનેએ વિચાર્યુ કે આજે રાતે આ ઝૂંપડીમાં જ રોકાઇ જઇએ. ત્યાં જઇને જોય તો ત્યાં એક ગરીબ ખેડુત પોતાના પરિવાર સાથે રહેતો હતો. સંતે ખેડુતને પૂછ્યુ કે […]

એક શાંત સ્વભાવના સંતની પત્ની વાત વાત પર ઝઘડો કરતી હતી, એક દિવસ બધા શિષ્યો સામે પત્નીએ સંત ઉપર એક પાણીથી ભરેલું માટલું લાવીને નાખી દીધું, જાણો તેના પછી સંતે શું કર્યુ?

યૂનાનમાં એક સંત ખૂબ પ્રસિદ્ધ હતા, તેમનુ નામ હતુ સુકરાત. તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતા, બધા તેમનુ સન્માન કરતા હતા. દાર્શનિક સુકરાતને પોતાની લોકપ્રિયતા પર જરા પણ અહંકાર ન હતો. તે એકદમ શાંત, સહજ, સહનશીલ અને વિનમ્ર સ્વભાવના હતા. શાંત સ્વભાવના સુકરાતની પત્ની ખૂબ ગુસ્સાવાળી હતી. તે નાની-નાની વાત પર ઝઘડો કરતી હતી, પરંતુ સુકરાત […]

એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ જેવો કંજૂસ સીઢી પર ચઢીને સ્વર્ગ જવા લાગ્યો, બીજા લોકો પણ સીઢી પર ચઢવા લાગ્યા, આ જોઇને કંજૂસે શું કર્યુ?

કોઈ ગામમાં એક કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેણે આખી જિંદગી કોઈની મદદ નહોતી કરી. ગરીબોને દાન નહોતું આપ્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો કર્મોના આધાર પર તેને નરકમાં જગ્યા મળી. નરકમાં તેને ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેવું પડ્યુ હતુ. ત્યાં તે રડતો રહેતો હતો અને ભગવાનને ત્યાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના કરતો રહેતો હતો. એક […]

બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે લઈ આવ્યો તેની સંભાળ કરવા લાગ્યો.જાણો પછી શું થયું.

પ્રાચીન સમયમાં એક ખેડૂત કાયમ બીજાનું હિત કરતો રહેતો હતો. કોઈ પણ પ્રાણીને તે તકલીફમાં નહોતો જોઈ શકતો. તે કાયમ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. ગામના લોકો પણ તેનું ખૂબ સન્માન કરતા હતા. એવામાં એક દિવસ સાંજ તે પોતાના ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે શિયાળાની સિઝન હતી. રસ્તામાં તેને […]

એક ગરીબ ખેડૂત પાસે માત્ર એક ગાય અને બે કોથળા અનાજ હતું. પોતાની ગરીબીના કારણે તે ભાગ્ય અને ભગવાનને આખો દિવસ ધુત્કારતા હતા, એક દિવસ એક સાધુ આવ્યા અને તેણે કહ્યુ જો પોતાની કિસ્મત બદલવી છે તો આ ગાય અને બે કોથળા અનાજ પણ વેચી નાખો

કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરમાં તેની પત્ની અને તે બે લોકો જ હતા. તે ગરીબીમાં જીવી રહ્યા હતા. ખેડૂત પાસે એક ગાય અને બે કોથળા અનાજ જ હતું. પતિ-પત્ની બંને દિવસ-રાત પોતાના ભાગ્યને ધુત્કારતા રહેતા, ભગવાનને ફરિયાદ કરતા કે તેમને આટલાં ગરીબ કેમ બનાવ્યા. આવી રીતે બંનેના દિવસો પસાર થઈ રહ્યા હતા. […]