Browsing category

બોધકથા

સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે હું ચોર છું, ખોટું બોલુ છુ, મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી ખરાબ આદતોથી છુટી જાય, સંતનો એક ઉપાય નિષ્ફળ થઈ ગયો, પછી કેવી રીતે છોડાવી ખરાબ આદતો?

પ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય. સ્વામીજીએ કહ્યુ કે, તું ચોરી કરવાનું બંધ કરી દે. સત્ય બોલવાનું […]

એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે, કૃપા કરી કોઈ ઉપાય જણાવો, જાણો સ્વામીજીએ શું જવાબ આપ્યો?

વિવેકાનંદજી જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેનાથી સુખી અને સફળ જીવનની પ્રેરણા મળે છે. અહીં જાણો એક એવો પ્રસંગ, જેમાં કર્મનું મહત્વ […]

ગુરુ માટે શિષ્ય કૂવાનું મીઠું પાણી લઈને ગયો, ગુરુએ પાણી પીને ખૂબ પ્રશંસા કરી, બીજા શિષ્યે જ્યારે તે પાણી પીધું તો તેને કડવું લાગ્યું, તેણે ગુરુને પૂછ્યુ – તમે કડવા પાણીને મીઠું કેમ કહ્યુ?

ઉનાળામાં એક શિષ્ય પોતાના ગુરુને મળવા તેમના આશ્રમ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક કૂવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. શિષ્યએ તે કૂવાનું પાણી પીધું. તે પાણી ખૂબ જ મીઠું અને ઠંડું હતું. શિષ્યએ વિચાર્યુ કે ગુરુજી માટે પણ આ મીઠું અને ઠંડું પાણી લેતો જઉં. આવું વિચારીને તેણે પોતાની મશક (ચામડાથી બનેલો એક થેલો, […]

ઇન્દ્રને દુર્વાસાએ શ્રાપ આપ્યો પછી ધરતીના એક સમ્રાટને બનાવવો પડ્યો સ્વર્ગનો રાજા, તેણે ઇન્દ્રની પત્નીને પોતાને પતિ તરીકે સ્વીકારવાનો સંદેશ મોકલ્યો, દેવગુરુ બૃહસ્પતિએ જણાવ્યો એવો ઉપાય કે રાજાનું બધુ જ થઈ ગયું બરબાદ

કથા શ્રીમદ ભાગવતની છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે મનુના વંશની ચોથી-પાંચમી પેઢી જ હતી. સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ હતું. એક વખત દુર્વાસા ઋષિનું અપમાન કરવાના કારણે ઇન્દ્રને તેમના શ્રાપનો ભોગ બનવું પડ્યું. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે ઇન્દ્ર બળહીન થઈ ગયા. ઇન્દ્રને બળહીન જોઇને દૈત્યોએ સ્વર્ગમાં ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું. ઇન્દ્ર ક્યાંક જઈને […]

નવાબે પોતાની બેગમને કહ્યુ કે મારા કારણે જ તને સન્માન મળે છે, બેગમે કહ્યું – હું એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું અને સન્માન પાછુ પણ અપાવી શકું છું, નવાબે કહ્યુ કે સારું તો આવું કરીને બતાવો

પ્રાચીન સમયમાં એક નવાબ હતા. ઘર-પરિવાર અને સમાજમાં બધા તેમનું ખૂબ સન્માન કરતા હતા. એક દિવસ નવાબે તેની બેગમને કહ્યુ કે તને મારા કારણે દરેક જગ્યાએ સન્માન મળે છે. પત્નીએ જવાબ આપ્યો કે એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું. નવાબ બોલ્યા સારું આવું કરીને બતાવો. થોડી વારમાં બંનેનો ગુસ્સો શાંત થઈ ગયો અને […]

રાજાને ત્રણ ઉમ્મેદવારોમાંથી કોઈ એકને બનાવવાનો હતો પોતાનો વજીર, તેણે ત્રણેયને પૂછ્યો એક જ સવાલ – જો મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો?

પ્રાચીન સમયમાં એક મુગલ બાદશાહના વજીરે રજા લઈ લીધી. તેના પછી રાજાને નવા વજીરની નિમણુક કરવાની હતી. વજીરના પદ માટે મોટી સંખ્યામાં અનેક ઉમ્મેદવારો પહોંચ્યા. મુશ્કેલ પરીક્ષાઓ પસાર કરી માત્ર 3 જ ઉમ્મેદવારો છેલ્લા તબક્કા સુધી પહોંચી શક્યા. રાજાએ ત્રણેય ઉમ્મેદવારોને વારાફરતી એક-એક પ્રશ્ન પૂછ્યો કે માની લો મારી અને તમારી બંનેની દાઢીમાં એક સાથે […]

એક દેશ ઉપર પાડોસી દેશે કરી દીધો હુમલો, આ સાંભળીને રાજા ગભરાઈ ગયા કેમ કે તેમની પાસે ઘણા ઓછા સૈનિકો હતા, રાજાએ આ વાત પોતાના સેનાપતિને જણાવી ત્યારે સેનાપતિએ એક સિક્કો ઉછાડીને કર્યો હાર અને જીતનો નિર્ણય

કોઈ દેશમાં એક દયાળુ રાજા રહેતા હતા. એક દિવસ પાડોસી દેશે તેમના ઉપર હુમલો કરી દીધો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તે ગભરાય ગયા. તેમણે પોતાના સેનાપતિને બોલાવ્યો. રાજાએ સેનાપતિને કહ્યુ – પાડોસી દેશ પાસે સૈનિકોની સંખ્યા ખૂબ વધારે છે, એવામાં આપણે તેનો મુકાબલો કેવી રીતે કરી શકીશું? સેનાપતિ ખૂબ જ ચાલાક અને […]

જંગલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો ત્યારે ચાર લોકો એક વૃક્ષની નીચે ઊભા હતા, કડકડતી વીજળી તે વૃક્ષ સુધી જઈને પાછી આવી રહી હતી, ત્યારે ચારેયએ વિચાર્યુ કે આપણાંમાંથી કોઈ એકનું મોત આવ્યું છે અને પછી શોધ્યો એક ઉપાય.

કહાની એક ગામની છે. આ ગામના લોકો એક ગામથી બીજા ગામ વેપાર કરવા જતા હતા. એક દિવસ આવી જ રીતે ગામના ત્રણ યુવક અને વૃદ્ધ વ્યક્તિ બીજા ગામે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાઢ જંગલ હતું. જંગલ પાર કરતી વખતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. ત્રણેય યુવક અને વૃદ્ધ વ્યક્તિએ એક […]

સ્વામી રામતીર્થ ભીક્ષા માંગવા માટે માત્ર 5 ઘરે જ જતા હતા, અને એ ઘરેથી કંઈક તો લઈને જ આવતા, એક મહિલાએ ગુસ્સામાં ઘર લીપવાવાળું ગંદું કપડું આપી દીધું અને બોલી આ લઈ જાઓ, આજે આ જ છે તમારા માટે. જાણો પછી શું થયું.

પ્રાચીન સમયમાં એક સ્વામીજી હતા, જેમનુ નામ હતુ રામતીર્થ. તે રોજ સવારે વહેલા ઊઠતા અને પૂજા-પાઠ પછી ભિક્ષા માંગવા માટે 5 ઘરે જતા હતા. તેમનો નિયમ હતો કે કોઈ પણ ઘરેથી ખાલી હાથ નહોતા પાછા આવતા. કંઈક તો સાથે લઈને જ જતા હતા. એક દિવસે સવારે રામતીર્થ ભીક્ષા માંગવા માટે એક એવી મહિલાના ઘરે પહોંચ્યા […]

એક હીરાનો વેપારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, એક ચોર તેના હીરા ચોરી કરવા ઈચ્છતો હતો, વેપારીએ હીરા એવી જગ્યાએ રાખ્યા જ્યાં કોઈ વિચારી પણ નથી શકતુ. જાણો ક્યાં રાખ્યા હતા.

કોઈ શહેરમાં એક હીરાનો વેપારી રહેતો હતો. તે વેપાર માટે બીજા શહેરોમાં પણ જતો હતો. એક દિવસ એક ઠગને આ વાતની જાણ થઈ ગઈ. તેણે વેપારીના હીરા ચોરી કરવાનું વિચાર્યુ. જે ટ્રેનથી વેપારી બીજા શહેર જઈ રહ્યો હતો, તે ઠગ પણ એ જ ટ્રેનમાં બેસી ગયો. રાત થઈ તો ઠગે વિચાર્યુ કે મોડી રાતે જ્યારે […]