એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં, એકવાર સંતને રસ્તામાં સોનાની મુદ્રા મળી તો તેમણે વિચાર્યું કે કોઈ ગરીબને આપીશ, પરંતુ પાછળથી તે મુદ્રા રાજાને આપી દીધી, રાજાએ સંતને તેનું કારણ પૂછ્યું, જાણો સંતે શું કહ્યું?
જૂની લોકકથા પ્રમાણે એક સંત એક ગામથી બીજે ગામ ફરતાં હતાં. તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ વધુ દિવસો સુધી રોકાતા ન હતાં. સંત પ્રવચન કરીને લોકોને જીવન સુખી બનાવવાના સૂત્ર બતાવતાં હતાં. એક દિવસ તેમને રસ્તામાં સોનાની મુદ્રા મળી. સંતે મુદ્રા ઊઠાવી લીધી અને વિચાર્યું કે તેને સૌથી ગરીબ વ્યક્તિને આપી દેવી જોઈએ. સંત ઘણા […]