Browsing category

બોધકથા

એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું? જાણો સંતે શેનું દાન માંગ્યું.

જૂના જમાનામાં એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. રાજા ખૂબ જ ખુશ થયો, તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું? સંતે કહ્યું કે મહારાજ તમે પોતે જ પોતાની ઈચ્છા પ્રમાણે મને […]

એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી નિકળી. રસ્તામાં તેને જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાઓને ભોજન ખવડાવી રહ્યો હતો અને તેની દેખભાળ કરી રહ્યો હતો. જાણો પછી શું થયું.

એક લોકકથા પ્રમાણે એક નગરમાં રાજકુમારી રહેતી હતી, તેની પાસે સુખ-સુવિધાની બધી વસ્તુઓ હતી, દાસીઓ દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી હતી. તેમ છતાં રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું કરવું જોઈએ જેનાથી તેને ખુશી મળે. એક દિવસ રાજકુમારીએ વિચાર્યું કે […]

જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો, બ્રાહ્મણે હંસને પોતાની પરેશાનીઓ જણાવી. હંસ તેને સિંહ પાસે લય ગયો, સિંહે તેને ધન આપીને મદદ કરી. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણ ફરી ધનની મદદ માટે જંગલમાં આવ્યો ત્યારે શું થયું? જાણો

એક જાણીતી લોકકથા પ્રમાણે જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો. હંસના વિચારો ખૂબ જ ધાર્મિક હતાં અને તે બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. એ જંગલની પાસે જ એક ગામ હતું. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે બીજા ગામમાં જઈને થોડું ધન કમાવું જોઈએ, આ ગામમાં […]

એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલમાં બંને ભુલા પડ્યા. ત્યારે રાજાને ઝાડ પર એક ફળ દેખાયું. તેને તે ફળના 6 ટુકડાં કર્યાં. પહેલો ટુકડો તેને સંતને ખાવા માટે આપ્યો. પછી સંતે કહ્યું મને હજી આપો. એક પછી એક રાજા પાસેથી સંતે 5 ટુકડાં લઈને ખાઈ લીધાં. જાણો પછી શું થયું

એક લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજાના રાજ્યમાં એક સંત આવ્યાં. જ્યારે રાજાની મુલાકાત એ સંત સાથે થઈ તો તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. સંતની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી હતી. આ કારણે રાજાએ તેમને પોતાની પાસે રાખી લીધાં. મહેલમાં સંતને પણ એક વૈભવી કક્ષ આપવામાં આવ્યો બધી સુખ-સુવિધાઓ પણ આપી. રાજ્યના […]

રાજાના દરબારમાં એક પ્રસિદ્ધ જ્યોતિષી આવ્યો. તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાએ પોતાની કુંડળી બતાવી. જ્યોતિષે અધ્યયન કરીને કહ્યું કે તમારા બધા સંબંધીઓ તમારી સામે જ મૃત્યુ પામશે. તમે તમારા વંશમાં એકલાં જ બચશો.

એક લોકકથા મુજબ રાજ્યમાં એક રાજા હતો. તે ખૂબ જ ધાર્મિક અને પરાક્રમી હતો. રાજામાં અનેક ગુણ હતા. એક દિવસ તેના દરબારમાં એક જ્યોતિષી આવ્યો. રાજાના મંત્રીએ જણાવ્યું કે આ ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષી છે, તેની ભવિષ્યવાણી હંમેશાં સાચી પડે છે. આ સાંભળીને રાજાની ઉત્સુકતા વધી ગઈ. તેણે જ્યોતિષીને પોતાના મહેલમાં બોલાવ્યો. મહેલમાં રાજાએ પોતાની […]

ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રંથ લખી રહ્યાં હતાં. જ્યારે તેમનો ગ્રંથ છેલ્લા ચરણમાં હતો ત્યારે તેમને આભાસ થઈ ગયો કે હવે તે વધુ દિવસ જીવિત નહીં રહે એટલે મરતી વખતે ગુરુએ કહ્યું અધૂરો ગ્રંથ મારો પુત્ર નહીં મારો અભણ શિષ્ય પૂરો કરશે, જાણો આવું કેમ કહ્યું

જાણીતી કથા પ્રમાણે જૂના સમયમાં એક સંતના આશ્રમમાં એક શિષ્ય હતો જે અભણ હતો, પરંતુ તે પોતાના ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતો હતો. ગુરુએ બતાવેલું દરેક કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો. તેની એક બીજી આદત હતી, તે ખાવાનો ખૂબ જ શોખીન હતો. તે ગુરુનો સૌથી પ્રિય શિષ્ય હતો. આશ્રમના બધા શિષ્ય તેને વધુ મહત્વ આપતાં […]

સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, એવામાં એક વ્યક્તિએ સ્વામીજીનો મજાક ઉડાવવા પ્રશ્ન પુછ્યો કે કબીરદાસજીએ દાઢી શા માટે રાખી હતી? જાણો પછી સ્વામીજીએ શું જવાબ આપ્યો.

રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવનની અનેક એવી ઘટનાઓ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. આજે જાણો સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો એવો જ જાણીતો પ્રસંગ જેમાં એક માણસે સ્વામીજીનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રસંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદના જ્ઞાન અને બુદ્ધિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી રહી હતી. અનેક લોકો તેમને રોજ […]

એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું, એટલે એને નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા જે વ્યક્તિ રાજાને મળવા માટે મહેલમાં જશે તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. જાણો પછી શું થયું.

જાણીતી કથા મુજબ એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું. વૃદ્ધાવસ્થામાં રાજાને એ ચિંતા હતી કે તેની ગેરહાજરીમાં રાજ્ય કોણ સંભાળશે. રાજાએ તેના ગુરુને પોતાની સમસ્યાનું સમાધાન પુછ્યું. ગુરુએ કહ્યું કે રાજ્યના લોકોમાંથી કોઈ એકને રાજ્ય આપી દેવું જોઈએ. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે નગરમાં જાહેરાત કરાવો કે આવતીકાલે સવારે […]

પત્નીની વાત માનીને એક વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે વૃદ્ધાશ્રમના અધિકારીઓને કહેવાનું હતું કે તહેવારો પર પણ પિતાજીને ત્યાં જ રાખવાના છે. તે વાત કરવા માટે તે ફરીથી અનાથ આશ્રમમાં પહોંચી ગયો. જાણો પછી શું થયું.

એક ગામમાં વ્યક્તિ પોતાની પત્ની અને પિતા સાથે રહેતો હતો. પિતાની ઉંમર વધુ થઈ ગઈ હતી, આ કારણે તે બીમાર રહેવાં લાગ્યાં હતાં. સસરાની બીમારીને કારણે વહુને ઘરમાં વધુ કામ કરવું પડતું હતું. એક દિવસ મહિલાએ પોતાના પતિને કહ્યું કે તમે પિતાજીને કોઈ અનાથ આશ્રમમાં છોડી આવો, હવે હું દેખભાળ કરી શકતી નથી. ત્યાં એવી […]

શેઠે સંતને કહ્યું કે મારી પાસે ખૂબ જ ધન-સંપત્તિ છે. મને મનની શાતિ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવો, સંતે પહેલાં દિવસે શેઠને તાપમાં બેસાડી રાખ્યો અને બીજા દિવસે ભોજન પણ ન આપ્યું, જાણો પછી શું થયું

એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ હતો. શેઠની પાસે ખૂબ જ ધન-સંપત્તિ હતી, પરંતુ તેનું મન ખૂબ જ અશાંત હતું. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને કહ્યું કે મહારાજ હું ખૂબ જ ધનિક છું પણ મને શાંતિ નથી મળતી રહી. કોઈ એવો ઉપાય બતાવો જેનાથી […]