Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સુરેનદ્રનગર જિલ્લાના ચુડામાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી ભાઇની ફરજ નિભાવી

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે. ભાઇ બહેનના અપાર હેતની આ પ્રણાલી આજે પણ લગ્ન પ્રસંગે અકબંધ છે. સંજોવવશ જો કન્યાને કોઇ ભાય ન હોય તો કૌટુંબ ભાઇઓ પણ જવતલ હોમીને […]

વૃદ્ધા પોતે ભણી ન શક્યા પણ બાળકો ભણે તે માટે જીવનભરની પૂંજી નવસારીની મોલધરા પ્રાથમિક શાળાને દાન આપી દીધી

નવસારીના મોલધરા ગામે આવેલી પ્રાથમિક શાળાને રાઠોડ મહિલાએ રૂ.1 લાખનું માતબર દાન આપ્યું છે. આજીવન તેમણે મુંબઇમાં રહીને મહેનત-મજુરી કરી એકત્રીત કરેલા આ રૂપિયા થકી ગામના બાળકો અભ્યાસ કરી શકે અને તેમને સવલત મળે તેવા ઉમદા હેતુથી વૃદ્ધા તેમના સ્વર્ગસ્થ પતિની યાદમાં આ દાન કરીને હળપતિ સમાજમાં એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પોતે નિરક્ષર […]

રાજકોટનાં આશાબેન પટેલે મંદિરમાં દર મહિને 10 હજારનું દાન આપવાનું બંધ કરીને હવે રોજ 150 ગરીબ બાળકોને ગરમ ભજિયાં, પૂરી-શાક સહિતની વાનગીઓ જમાડે છે

રાજકોટમાં રહેતાં અને સર્વસમાજનાં સભ્ય આશાબેન પટેલ અને તેનાં પરિવારજનો પહેલાં દર મહિને મંદિરમાં રૂ. 10 હજારનું દાન આપતાં હતાં. એ બંધ કરીને હવે સ્લમ વિસ્તારમાં જઈને રોજ 150 ગરીબોને ભોજન જમાડે છે, જેમાં ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત અલગ અલગ વસ્તુ આપે છે. આ સિવાય ગરીબોને ધાબળા, ગરમ કપડાંનું વિતરણ કરે છે. સર્વ સેના સમાજ […]

નારી શક્તિ: પતિ 21 વર્ષ પહેલા તરછોડી ગયો, 4 માસ પહેલા સંતાનનું નિધન થયુ તો ય હિંમત ન હારી, સ્વમાનભેર ભરૂચની આ મહિલા ચલાવે છે રિક્ષા

કોઈકે સાચું જ કહ્યું છે કે, ‘જબ હૈ નારી મે શક્તિ સારી, તો કયોં કહે ઉસે બેચારી.’ વર્તમાન સમયમાં મહિલાઓ કોઈના પર નિર્ભર નથી રહેતી તેવા અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ જોઇએ છીએ. મહિલાઓ ધારે તો વિમાન અને ફાઇટર પ્લેન પણ ઉડાવી જાણે છે. ત્યારે આજે આપણે ભરૂચની સ્વમાની મહિલાની વાત કરવાના છે. ભરૂચની એક […]

ત્યાગ, સમર્પણ અને પ્રેમનો ત્રિવેણી સંગમ: ક્ષત્રિયની દીકરીએ દિવ્યાંગ યુવકનો વિડીયો જોઈ સાત જન્મનો સાથ નિભાવવાનો કર્યો નિર્ણય , પતિની વ્હીલચેરને જાતે ચલાવીને ચોરીના ફેરા ફરી

આપણે સૌએ દીકરી વ્હાલનો દરિયો એવું દરરોજ સાંભળતા રહીએ છીએ, પરંતુ દીકરીઓ ત્યાગ અને સંઘર્ષની પણ અનેક મિસાલો પૂરી પાડે છે. તાજેતરમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. કોઈપણ યુવતી મોટે ભાગે રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ કરે છે, પરંતુ પોતામાં કોઈ ખોટ ન હોવા છતાં દિવ્યાંગ મુરતિયો પસંદ કરવાનું […]

જે હોસ્પિટલમાં પિતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે ત્યાંજ પુત્રની ડોક્ટર તરીકે થઈ નિમણૂંક, માતા પણ કરે છે નર્સ તરીકે નોકરી

પિતા બાબરાની જે સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, પુત્રની એ જ હોસ્પિટલમાં ડોકટર તરીકે નિમણૂક થઈ છે. ડોકટરની માતા પણ નર્સ તરીકે આ તાલુકામાં ફરજ બજાવી રહ્યાં છે. પુત્ર ડોકટર બનતાં માતા-પિતાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. બાબરામાં સરકારી દવાખાનામાં વધુ એક ડોકટરની નિમણૂક રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીં […]

જૂનાગઢના અનોખા લગ્ન: પ્રજ્ઞાચક્ષુ યુવતીના શિક્ષક યુવક સાથે લગ્ન, બંનેએ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો કર્યો નિર્ધાર

જૂનાગઢ શહેરમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે. એક સેવાભાવી સંસ્થાના પ્રયાસથી આ લગ્ન સમારંભ (Marriage Function) સંપન્ન થયો છે. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યા (Blind Bride)ના ઓછી ઊંચાઈના યુવાન (dwarfish groom) સાથે લગ્ન થયા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈની કન્યાના ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતા લગ્ન રંગેચંગે સંપન્ના થયા છે. મળતી માહિતી પ્રમાણે બી.એડ.નો […]

લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં મદદ કરતાં રેલવેના પાઈલોટ બન્યાં, હવે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરી સાદગીથી જીવે છે

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ પાછળ ખર્ચીને સાદગીપૂર્ણ જીવન જીવે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. આ પોસ્ટ […]

મોરબીમાં ડોક્ટર દંપત્તિએ માનવતા મહેકાવી: ગરીબ દર્દીઓને ફ્રીમાં કરે છે સારવાર, ‘ગરીબોના આશિર્વાદથી વધુ કઈ નથી જોઈતું’

મોરબીમાં ડોકટર દંપતિનું માનવીય કાર્ય સામે આવ્યું છે. આ દંપતિએ ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી છે. મોરબીમાં આંખની ગરીબો માટે મફત સારવાર કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં તેમણે 60થી વધુ દર્દીઓની ફ્રીમાં સારવાર કરી હતા, જ્યારે ગરીબ પરિવારના 1100 લોકોને ઓપરેશનની ફ્રી […]

8 વર્ષમાં જેલમાં રહીને શિક્ષણમાં મેળવી સિદ્ધિ, 31 ડિગ્રીઓ મેળવી રેકોર્ડ બનાવ્યો, છૂટતા જ મળી સરકારી નોકરીની ઓફર

જેલમાં ગયા બાદ કેદીઓ જિંદગીથી હતાશ થઈ જાય છે અથવા તેઓ વધુ ખૂંખાર બની જાય છે. એવું ઘણી ઓછીવાર થાય છે કે કોઈ કેદી પોતાનું ભવિષ્ય બનાવવા માટે લાગી જાય. ભાવનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. ભાવનગરનો રહેવાસી ભાનુભાઈ પટેલે જેલમાં રહીને 31 ડિગ્રીઓ મેળવી છે. જેલમાંથી છૂટતા જ તેને સરકારી નોકરીની ઓફર […]