Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આણંદના મોગરીના હિરેન પટેલે સ્કૂટરના એન્જિનમાંથી બનાવી મિનિ જીપ, ખેતી માટે છે બેસ્ટ

આણંદના મોગરી ગામના યુવાને માત્ર ૧ર હજારનાં ખર્ચે સ્કૂટરના એન્જિનમાંથી મીની જીપકાર વિકસાવી છે. વેસ્ટમાંથી બેસ્ટ કરી બનાવેલી મીની જીપ આજે આ યુવાનના પરિવાર માટે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય માટે પૂરક સાધન બન્યું છે. આ જીપને પ્રથમ દ્રષ્ટિએ આપને નાના બાળક માટેનું રમકડું લાગશે પરંતુ આ રમકડાં જેવી દેખાતી મીની જીપ અનેક કામમાં ઉપીયોગી થઇ […]

સુરતની 21વર્ષની બ્રેન ડેડ યુવતીનું હાર્ટ સુરતના જ યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું

સુરતમાં બ્રેનડેડ થયેલી એક 21 વર્ષની પટેલ સમાજની યુવતીનું હાર્ટ 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઇ પહોંચાડાયું અને મુંબઇની હોસ્પિટલમાં સુરતના 26 વર્ષના યુવાનને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું. સુરતથી આ 21મું હાર્ટ ડોનેશન થયું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી હવે હાર્ટ ડોનર તરીકે પણ જાણીતી થઇ છે. ડોનેટ લાઇફના સ્થાપક નીલેશ માંડલેવાળાએ કહ્યું હતું કે જ્હાન્વી […]

ડોક્ટર નહિ પણ ભગવાન છે આ માણસ, 44 વર્ષમાં 20 લાખ દર્દીનો મફત ઈલાજ કર્યો

હું જ્યારે MBBS હતો સ્ટુડન્ટ હતો ત્યારથી જ વિચારી લીધું હતું કે એ લોકો માટે કંઈ કરીશ જેમને ગરીબી માટે સારવાર નથી મળતી. 14 ઓગસ્ટ 1973માં પાસ આઉટ થયો, બીજા જ દિવસે પિતાજીએ મારા માટે ગામમાં ફ્રી ક્લિનિક ખોલી આપ્યું. શરૂઆતમાં 8-10 દર્દી જ આવ્યા. ઘણા સમય સુધી દવાખાનું એક તાડપત્રીની નીચે ચાલતું રહ્યું પછી […]

વજનકાંટાથી નહીં, વિશ્વાસના ત્રાજવે પાપડી તોલે છે અમદાવાદના કનુભાઈ

આજે તમે માર્કેટમાં ખરીદી કરવા જશો અને તમે દુકાનદારને કહેશો કે ભાઈ જરા માપતોલ સરખું કરજે ઓછું તો નહીં આવે ને.. તેમ છતાં ઘણી વખત ગ્રાહક જ્યારે ઘરે જઈ ફરી વજનની ચકાસણી કરે તો ઉલ્લું બની ગયા હોવાનો અહેસાસ થાય છે. જેની સામે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડરની સામેની ફૂટપાથ પરની આ દુકાનમાં છેલ્લા […]

આ IAS અધિકારીએ લોકોની મદદથી બનાવી નાંખ્યો 100 કિ.મી લાંબો રોડ

આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે ગામ ટૂસેમ અને તમેંગલોંગ સુધી જવા માટે રસ્તો નહતો, તેની સીધી અસર જનજીવન પર પડી રહી હતી, લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીને જોઈને આઈએએસ ઓર્મસ્ટ્રાંગ પેમ […]

બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ

તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં લોકો પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી દે છે. ક્યારેક નાળામાં તો ક્યારેક કચરાના ઢગલામાં ભ્રૂણને ફેંકી દે છે. જોકે. આ બધાની વચ્ચે કેટલાક એવા લોકો પણ […]

વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો

માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે. તીર્થ પટેલ એક મેરેથોન રનર છે. ભારતમાં યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લઇ પોતાની આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તેમજ તીર્થ પર્વતારોહણનો શોખ ધરાવે છે. […]

ગરીબ બાળકોની મદદ કરીને અનોખી રીતે દિવાળી ઉજવનાર વિજયભાઈ ઇટાલીયા

બોટાદના ભાવનગર રોડ પર આવેલ ફાટક પાસે વર્ષોથી શ્રમિક પરિવારો રહે છે, જેઓ તન તોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા ત્યાથી પસાર થતી વખતે એવું નક્કી કર્યું કે આ દિવાળી આ બાળકો માટે કઇક કરવું છે અને તેમની સાથે દિવાલી મનાવવી જોઈએ. બસ પછી તો મારા મીત્રો અને સંબંધીઓની મદદથી ૩૦ […]

પોલીસકર્મીએ શોધી કાઢ્યો બાળકની દિવાળીને હેપ્પી કરનાર IDEA

(યૂપી) દિવાળીમાં બજાર સજાવેલું હતું. આશૂ નામનો બાળક તેના ભાઈ સાથે ફૂટપાથ પર દિવડા વેચી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની એક ટીમ પેટ્રોલિંગ માટે નીકળી. આ ટીમમાં પોલીસ અધિકારી નીરજ કુમાર પણ હતા. જે લારીઓને વ્યવસ્થિત લાઈન લગાવવાની સૂચના આપી રહ્યાં હતા. તેની નજર ફૂટપાથ પર બેઠેલા બે માસૂમ પર પડી. આ બંને બાળકો ગ્રાહકોની રાહ […]

આ ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે, ગામમાં એક પણ ગુટકાની દુકાન પણ નથી

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઇ છે. તેમાં પણ દિવાળી નિમિત્તે ફોડાતા ફટાકડાને કારણે બેફામ વાયુ પ્રદૂષણ થાય છે. જો કે વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં છેલ્લા ચાર વર્ષથી દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવામાં આવતા નથી. ગામ ની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ જ ફટાકડા ન ફોડવાનો નિર્ણય લીધો છે. આઝાદી બાદ ક્યારેય નથી […]