Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

અનેક પરેશાનીઓનો ઉકેલ આપણી પાસે જ હોય છે, પરંતુ આપણે કરવા નથી ઈચ્છતા

કોઈ ગામમાં રામા નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે વાત-વાત પર ગુસ્સે થઈ જતો. બીજા લોકો ઉપર પણ ગુસ્સો કરતો હતો. પરિવારના સભ્યો તેના આવા વ્યવહારથી ચિંતિત રહેતા હતા. સમયની સાથે-સાથે રામાનો ગુસ્સો પણ વધતો જતો હતો. રામાના વ્યવહારના કારણે સંબંધીઓ અને મિત્રો પણ તેની સાથે વાત નહોતા કરતા… એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત […]

ગુજરાતનું આ ગામ બનશે આધુનિક વિલેજ, NRI કરી રહ્યાં છે મદદ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલુ મોખાસણ ગામ જેમાં ગ્રામ પંચાયતની કોઇ મોટી આવક નથી પણ સરપંચની નિષ્ઠા અને સ્વચ્છ છબીના લીધે લોક ફાળાથી સમગ્ર ગામને એક આધુનીક ગામ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સમગ્ર ગામને ડસ્ટ ફ્રી બનાવી રોશનીથી ઝળહળતું કરાશે સાથે જ સ્પીકર તેમજ સીસીટીવી કેમેરા લગાવી ગામની સુરક્ષા મજબુત કરાશે. કલોલ […]

શિંગાળા પરિવારનું આવકારદાયક પગલું: તાલાલામાં બહેનનાં લગ્નમાં બહેને જવતલ હોમ્યા

તાલાલામાં શિંગાળા પરિવારની પુત્રીનાં લગ્ન હોય કન્યાને કોઇ ભાઇ ન હોય જેથી નાની બહેને ભાઇ સ્વરૂપે લગ્ન વિધીમાં જવતલ હોમી અનોખો રાહ ચિંધ્યો હતો. તાલાલા ગ્રામ પંચાયતમાંથી સેવા નિવૃત થયેલ કેશુભાઇ શિંગાળાની પુત્રીનાં ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાયેલ. લગ્નમાં જવતલ હોમવા માટે ભાઇ ન હોય કન્યા ઉદાસ બનેલ. ત્યારે નાની બહેને ભાઇની જેમ ઉભા રહી […]

જો કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય છે તો તેના જીવનની શાંતિ નષ્ટ થઈ જાય છે. જે લોકોને શાંતિ જોઈએ, તેમણે આ વાત ધ્યાન રાખવી જોઈએ.

પ્રાચીન સમયમાં એક સંત હતા, તે બીજા સાધુ-સંતોની ખૂબ સેવા કરતા હતા. લોકો માટે જૂતા-ચંપલ બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ તેમની પાસે એક મહાત્મા આવ્યા. સંતે મહાત્માને ભોજન કરાવ્યુ અને પોતાના માટે બનાવેલા જૂતા તેમને પહેરાવ્યા. – સંતના નિસ્વાર્થ પ્રેમથી મહાત્મા ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેના પછી તેમણે સંતને એક પારસ પથ્થર આપ્યો. પારસ […]

જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી તે કામ દિલ્હીના 17 વર્ષના માધવે કરી દેખાડ્યું

દિલ્હીના 17 વર્ષીય માધવ લવકરે પોતાના બધિર મિત્રને અનોખી ભેટ આપી છે. જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી. તે કામ સંસ્કૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માધવે કરી બતાવ્યુ છે. માધવના બધિર (બહેરો) મિત્રને અન્ય બાળકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડતી હતી. જેના લીધે તેણે શાળાએ આવવાનું બંધ કરી દીધુ હતુ. જેથી હતાશ થઈ માધવે ટ્રાન્સક્રાઈબ […]

બે ગાય ખરીદવા માટે પૈસા નહોતા આજે તબેલામાં છે 32 ગાયો, 2 લાખની કરે છે કમાણી

કપડવંજ તાલુકાના આંબલીઆરા ગામની મહિલાની સંઘર્ષ ગાથા અનોખી છે. એક સમયે જીવન ગુજારવું પણ મુશ્કેલ હતું. તે સમયે તેઓએ લોન પર ગાય ખરીદી કરી તેની ઉત્કૃષ્ટ માવજત કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આઠ વરસના ગાળામાં આ મહિલા પાસે 32 ગાય છે અને હાલ મહિને પોણા બે લાખનું દુધ ભરે છે. તાજેતરમાં જ તેઓએ ગામની […]

સાચુ સુખ અને આનંદ મેળવવો હોય તો ધ્યાનમાં રાખો સંતની આ શીખ

પૌરાણિક સમયમાં એક સંત ભિક્ષા માંગી રહ્યા હતા. એક ઘરની બહાર પહોંચ્યા તો ત્યાંથી એક મહિના ખાવાનું લાવી. ખાવાનું આપતી વખતે તેણે સંતને પૂછ્યું કે, મહારાજ સાચો આનંદ અને સુખ મેળવવાનો ઉપાય શું છે. કયા માર્ગ પર ચાલવાથી આ બંને મળી શકે છે. સંતે કહ્યું કે, આનો જવાબ હું તને કાલે આપીશ. – બીજા દિવસે […]

આ છે ગુજરાતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ આપવા પડે છે 50 પ્રશ્નોના જવાબ

842ની વસ્તી ધરાવતા ઉત્તમપુરાની સરકારી સ્કૂલમાં પોતાનું બાળક મુકવા આજુબાજુના દસ ગામોના લોકો તલપાપડ રહે છે. રોજ પોતાના ખાનગી વાહનમાં બાળકોને અહીં ભણાવવા મોકલે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો અહીં મેનેજમેન્ટના પાઠ ભણવા આવે છે. અહીં શાળામાં વિદ્યાર્થીને સરળતાથી પ્રવેશ પણ મળતો નથી, 50 પ્રશ્નોના જવાબો બાદ બાળકને એડમિશન મળે છે. ઉત્રમપુરાની […]

દિકરી એટલે શું?….

પરિવાર કોઈપણ હોય ઘરમાં પોતાના પિતાને ખીજાવવાનો અને તેમના પર ગુસ્સો કરવાનો અધિકાર માત્ર દિકરી પાસે જ હોય છે. તમે જાણો છો કે દરેક દિકરી પોતાના પિતાને જ સૌથી વધુ પ્રેમ કેમ કરે છે? કારણ કે, તે જાણે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય પણ દુખ નથી કરે અને […]

ગુજરાતનું એવું ગામ જ્યાં મહિલાઓ રોજ 300 લિટરથી વધુ દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી […]