Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

લગ્ન પહેલા દિકરીએ પિતા સમક્ષ મુકી એક માગ, દિકરીએ ભરેલા આ પગલાને ચારે તરફથી આવકાર મળ્યો

બાયડ તાલુકાની બીબીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ઉપશિક્ષકની દીકરીના લગ્ન પ્રસંગે તેમની દીકરીએ પોતાના પિતાને કહ્યું પહેલા ગરીબ બાળકોને જમાડો પછી જ લગ્ન કરીશ. આ વાત સાંભળી પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ હતી અને તેમણે બીબીપુરા પ્રાથમિક શાળામાં ગરીબ બાળકોને ભોજન આપ્યું હતુ. શાળાના આચાર્ય અને બાળકોએ તેમની દીકરીના લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવી […]

નાનકડી સમજદારીથી પણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઈ શકે છે

ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આ વખતે તેમની 122મી જયંતી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોના વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યુ હતુ. તેના માટે તે તાનાશાહ કહેવાતા હિટલરને પણ મળ્યા હતા. હિટલર અને બોઝની પહેલી મુલાકાતનો કિસ્સો પણ […]

જ્યારે દીકરાએ પિતાને પૂછ્યું ખોટું બોલવાનું કારણ, ત્યારે તેમણે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેય એવી થોડી ઘટનાઓ જરૂર થાય છે જે જીવનભર માટે ઘણું શીખવી જાય છે. એક વ્યક્તિની સાથે બાળપણમાં આવું જ કંઇક થયું હતું. આ બાબતથી તેને મોટી શીખ મળી હતી. વ્યક્તિ પ્રમાણે એકવાર તેની માતાએ ડિનરમાં બળેલાં ટોસ્ટ પીરસ્યા હતાં, ત્યારે દીકરાને થયું કે, પિતા ગુસ્સો કરશે. પરંતુ પિતાએ તે ટોસ્ટ […]

ઘરની લક્ષ્મીનું કન્યાદાન કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત

વિઠ્ઠલભાઈ રાદડિયાનો સ્વભાવ કોઈની કેડી ઉપર ચાલવા કરતા જાતે રાજમાર્ગ કંડારી એના ઉપર ગમે તે પરિસ્થિતિ વચ્ચે પણ ચાલવાનો રહ્યો છે.તેઓ માનતા હતા કે એકવાર થયેલું કામ ફરી થાય તો એને અનુકરણ કહેવાય, પણ ક્યારેય ન થયેલું કામ પ્રથમવાર થાય તો એ અનુકરણીય કહેવાય.પોતે હંમેશા અનુકરણીય કામો કરીને દાખલો બેસાડવામાં શ્રદ્ધા ધરાવે છે. આજે આવા […]

આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણને પણ મળે છે, એટલે ક્યારેય ખોટા કામ ન કરો

એક ગામનો ખેડૂત શહેરની બજારમાં જઈને માખણ વેંચતો હતો. એક દુકાનદારને તેનું માખણ સારું લાગ્યું તો તેણે રોજ એક કિલો માખણ આપવા માટે કહ્યુ. ખેડૂતે હા કરી દીધી. તે પણ ખુશ હતો કે તેનું એક કિલો માખણ હવે કોઈ પરેશાની વિના વેંચાઇ જશે. ખેડૂતે તે દુકાનથી થોડો સામાન અને એક કિલો શાકર ખરીદી. સામાન લઈને […]

ગભરાયા વિના જો ચાલાકીથી કામ લેવામાં આવે તો મોતને પણ મહાત આપી શકાય છે

કોઈ રાજ્યમાં માણિક નામનો વ્યક્તિ રહેતો હતો જે પોતાની એક ખાસ વાત માટે આખા શહેરમાં બદનામ હતો. તેના વિશે આખા શહેરમાં આ વાત ફેલાયેલી હતી કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું. લોકો તેને અપશુકનિયાળ માનીને તેનાથી બચવાના પ્રયાસ કરતા. પરંતુ માણિક ખૂબ ચાલાક અને બુદ્ધિમાન પણ […]

લાવારિસ પડેલું હતું નવજાત, શરીર પર ચોંટી ગઈ હતી અનેક કીડીઓ, પોલીસ કોન્સ્ટેબલે રજૂ કર્યું મમતાનું ઉદાહરણ

ફુટપાથ પર ત્યજી દેવાયેલી માત્ર એક દિવસની બાળકીને ત્યારે જીવનદાન મળ્યું, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના માટે મા બનીને આવી ગઈ અને તેને સ્તનપાન કરાવ્યું. આ બાળકી જ્યારે ફુટપાથ પરથી મળી ત્યારે તેના શરીર પર કિડીઓ ચોંટી ગઈ હતી, અને તે રડી રહી હતી. ઠંડીમાં બાળકી ઉઘાડી પડી હતી – બેંગલોરના એક વિસ્તારમાં સખત […]

જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતા હોય તો, મનની ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં શીખો

કોઇ એક નગરમાં એક વિદ્વાન સંત રહેતા હતા. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સમાધાન મેળવી ખુશ થઈને જતા હતા. એક દિવસ એક શેઠ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે કોઇ વસ્તુની અછત નથી, છતાં મારું મન અશાંત રહે છે. મહેરબાની કરીને જણાવો કે, હું શું કરું? આ સાંભળતાં જ સંત ઊભા થયા […]

એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1 કલાકમાં કેટલી કમાણી કરો છો? પિતાએ કહ્યું, 100 રૂપિયા, બાળકે 50 રૂપિયા ઉધાર માગ્યા તો પિતા ખિજાયા, બાળક રડતાં-રડતાં જતો રહ્યો. જાણો પછી શું થયું

એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ લો છો? આ પ્રશ્ન સાંભળીને વ્યક્તિને ગુસ્સો આવ્યો, પરંતુ તેણે કહ્યુ કે […]

ભૂજના યુગલે સાદગીથી લગ્ન કરી ચાંદલામાં મળેલા 1.75 લાખ ગૌસેવામાં આપ્યા

ભુજ તાલુકાના સુખપરમાં એક પરિવારે લગ્નોત્સવની પ્રેરક ઉજવણી કરી હતી જેમાં ચાંદલા રૂપે થયેલી 1.75 લાખ જેટલી આવક ગૌસેવા માટે આપવામાં આવી હતી. લગ્નગાળો શરુ થાય ત્યારે લગ્ન સમારંભોની વણઝાર લાગે. ઉચ્ચ માધ્યમ સ્તર પરિવારના દરેક લગ્ન સમારંભ માં લગભગ સામ્યતા જોવા મળે. મોંઘી મોંધી લગ્ન પત્રિકા, મોંઘા મંડપ, જાકજમાળ ભર્યું લાઈટ ડેકોરેશન, લાંબુ મેનુ, […]