Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ગરીબીના કારણે જેણે પોતાનું બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું, તે આજે બની ગયો છે IAS ઓફિસર

જેને જીવનમાં ખરેખર કંઈક મેળવવું છે, કંઈક બનવું છે તો જીવનમાં આવતી ગમે તેટલી કસોટી પાર કરી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી જ લે છે. આવાં લોકો માટે કંઈ પણ અશક્ય નથી હોતું. આવું જ કંઇક કરી બતાવ્યું છે મુહમ્મદ અલી શિહાબે. શિહાબે ગરીબીના કારણે પોતાનું બાળપણ એક અનાથાલયમાં પસાર કર્યું. પરંતુ જીવનમાં કંઈક મેળવવાનો જુસ્સો […]

ત્રણ વિદ્યાર્થિનીએ બનાવી એવી એપ કે જેમાં એક ક્લિકમાં અંગદાન, પ્રસંગમાં વધેલા ભોજન સાથે સ્કિલ ડોનેશનનું રજિસ્ટ્રેશન થશે

વડોદરા – અત્યારના આધુનિક સમયમાં લોકો અલગ અલગ રીતે ડોનેશન કરતાં હોય છે જેમાં રૂપિયા,રક્તદાન,અન્નદાન,વસ્ત્રદાન સહિતની વસ્તુઓ દાન કરવામાં આવે છે. ડિપ્લોમાની ત્રણ વિદ્યાર્થિનીઓએ સ્કિલ ડોનેશનની અનોખી એપ બનાવી છે. જેમાં લોકો પોતાની સ્કિલ બીજાને શીખવાડી શકશે. શરીરનાં ઓર્ગન્સનું ડોનેશન કરવા માટે પણ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કેજીઆઇટી કોલેજમાં ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી […]

યુપીએસસીની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો, સ્માર્ટ વર્કથી તૈયારી કરી સફળતા હાંસલ કરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) ફાઈનલ રીઝલ્ટની શુક્રવારે કરાયેલી જાહેરાતમાં ગુજરાતના 18 ઉમેદવારો ઝળક્યા છે.ત્યારે કોઈપણ ક્લાસમાં ગયા વગર જ ઘરે બેસીને મહેનત કરી સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ મેળવીને ઝળહળતી સફળતા સર કરી છે. ત્યારે આ સફળતાનો શ્રેય પરિવારને અને ભગવાનને આપતાં કાર્તિકે જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષામાં ધીરજ […]

સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી: ગોવિંદભાઈ ધોળકિયા

‘રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ ગાંધીજીને બધાં ઓળખે છે. આથી પોતાના વ્યક્તિત્વને મૂલ્યવાન બનાવો. કીંમતી નહીં.’ […]

કનિષ્કે પહેલા જ પ્રયત્ને આખા દેશમાં UPSCમાં ટોપ કર્યું, સિસ્ટમ બદલવા માટે વિદેશની નોકરી છોડી દીધી

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 5 એપ્રિલે શુક્રવારે સાંજે જાહેર થયું. આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં જયપુરનો કનિષ્ક કટારિયા પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે આવેલો અક્ષત જૈન પણ જયપુરનો જ છે. પરીક્ષાર્થીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ 4 ફેબ્રુઆરી, 2019થી શરૂ થયા હતા. કનિષ્ક આ પરીક્ષા પહેલી ટ્રાયમાં પાસ કરીને પહેલા નંબરે આવ્યો […]

બાળક ગમે તેવા સવાલ પૂછે પરંતુ તેના તમામ જવાબો આપો, નહિતર ગુગલ પર એના જવાબો શોધશે

‘આજે દરેક વ્યકિત માટે ટુ વે કમ્યુનિકેશન જરૂરી છે. દરેક વ્યક્તિને સાંભળો જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ બોલે છે પછી તમે બોલવાની શરૂઆત કરો. બાળકોને ઘણી વાતો બોલવી હોય છે. આપણા માટે આપણા મિત્ર, ઓફિસના સાથીઓ, ગ્રાહકો તેમજ બીજી અન્ય વ્યક્તિ વાત સાંભળવા માટે વિકલ્પ તરીકે હોય છે. જયારે બાળકો પાસે ફક્ત તેમની એક જ દુનિયા […]

ગુજરાતના વૃક્ષપ્રેમી બિઝનેસમેન, 6 વર્ષમાં વાવ્યાં છે 6 લાખથી વધુ વૃક્ષો, હવે 40 હજાર વૃક્ષો વાવીને આપશે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ

ઉમરગામમાં રહેતા ગારમેન્ટ બિઝનેસમેન રાધાક્રિષ્નન્ નાયરે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘પુલવામા શહીદ વન’ બનાવવાની જાહેરાત કરી છે. જેને માત્ર 40 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં 40 પ્રકારના 40,000 વૃક્ષોનું વાવેતર કરીને બનાવવામાં આવશે. અગાઉ તેમણે 6 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે વૃક્ષો વાવ્યા હતા, જેના કારણે તેમને લોકો ‘ગ્રીન હીરો’ કહીને બોલાવે છે. […]

મરઘીના બચ્ચા પર બાળકે ભૂલથી ચડાવી દીધી સાયકલ, પછી પૈસા ભેગા કરીને ઈજાગ્રસ્ત બચ્ચાને હોસ્પિટલે લઈ ગયો

મિઝોરમના સાયરંગમાં એક બાળકે સહુના દિલ જીતી લીધા છે. તે તેની સાઇકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેની સાઇકલ મરઘીના બચ્ચા પરથી પસાર થઈ ગઈ. આ વાતનું બાળકને બહુ ગિલ્ટી ફીલ થયું. તેણે બચ્ચાને રોડના કિનારે રાખ્યું અને ફટાફટ ઘરે ગયો. તેની પાસે જે પણ થોડા ઘણા પૈસા પડ્યા હતા તેને ભેગા કર્યા […]

આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની બોટલ શેઠની તરફ વધારી તો શેઠે પૂછ્યુ – કેટલા રૂપિયા? છોકરાએ કહ્યુ […]

સપનું થયું સાકાર: સ્ટડી પુરી થયા પહેલા જ મળી લાખોની ઓફર, હવે મેળવશે આટલો પગાર

એમ.એસ.યુનિવર્સિટી ટેક્નોલોજી ફેકલ્ટીના કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગનાં એક જ બેચના બે વિદ્યાર્થીઓને આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની જોબ ઓફર થઇ છે. યુનિ.માં પ્રથમવાર કોઇ વિદ્યાર્થીને ગૂગલમાં જોબ ઓફર થઇ છે. જેમાં વાર્ષિક 1.57 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત એક વિદ્યાર્થીને ઓરેકલમાં 24 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. બીઇ કોમ્પ્યૂટર સાયન્સની […]