Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

મોટું કામ કરવા માટે નહીં પરંતુ મોટું વિચારવા માટે હિંમતની જરૂર છે : ડૉ.વિવેક બિન્દ્રા

‘માણસ એટલું જ મોટું કામ કરી શકે જેટલી એની વિચારણી હોય. મોટું કામ કરવા માટે હિંમતની જરૂર નથી હોતી પણ મોટું વિચારવા માટે હિંમતની જરૂર હોય છે. બેઠા રહેવાથી નહીં પણ એકશન લેવાથી જ સફળતા હાથ લાગે છે. ધગઘગતા અંગારા પર ચાલતો માણસ, મોઢા પર સળીયા ખૂંપાવી દેતો વ્યક્તિ આ બધા લોકો બીલીવ થકી જ […]

વિજ્ઞાનને પડકાર આપે છે આયુર્વેદ, માણસને ચઢાવાય છે બકરાનું લોહી, ગુજરાતમાં મળેલી સફળતા બાદ અન્ય રાજ્યોમાં પણ અમલ

થેલેસેમિયાની ખામીથી પીડાતા દર્દીઓ માટે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ આશીર્વાદ સમાન બની છે. રક્તબસ્તી નામે ઓળખાતી આ પદ્ધતિમાં થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો થાય છે. અમદાવાદમાં થેલેસેમિયાના 219 દર્દીઓ નિયમિતપણે રક્તબસ્તી લે છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજના ડૉ.અતુલ ભાવસારે 2010માં રક્તબસ્તીની શરૂઆત કરી. […]

26 વર્ષીય એન્જિનિઅરે મલ્ટિનેશનલ કંપનીની જોબ છોડ્યા બાદ ગામે-ગામ ફરીને તળાવને સજીવન કરવાનું બીડું ઉપાડ્યું

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ નદીઓ અને તળાવો સુકાઈ ગયા છે તેવી બૂમો સાંભળવા મળી રહી છે, તેવામાં 26 વર્ષીય મિકેનિકલ એન્જિનિઅરે ગામે-ગામ ફરીને તળાવને નવજીવન કરવાનું બીડું ઉપાડ્યું છે. નોઈડાનો રહેવાસી રામવીર તંવરે તળાવોને સજીવ કરવા માટે એમએનસી (મલ્ટિનેશનલ કોર્પોરેશન)ની જોબને પણ તિલાંજલિ આપી દીધી હતી. ડોર-ટુ-ડોર આ આઈડિયા વિશે રામવીરે કહ્યું કે મેં […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું ડિવાઈસ જે ઓછું પેટ્રોલ ભરતા આપશે એલર્ટ

પેટટ્રોલપંપ પર પેટ્રોલ પુરુ પુર્યુ છે કે નહીં તેની માહિતી આપતું ડિવાઈઝ વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જગ્યાએ કાગળમાંથી બેગ બનાવતું મશીન વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. સાસીત કોલેજ દ્વારા ડિઝાઈનિંગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઈનોવેટી આઈડિયા પ્રેઝન્ટેશનના મોડેલ સહિત રજૂ કર્યા હતાં. જેમાં 600 વિદ્યાર્થીઓએ બનાવેલા 105 પ્રોજેક્ટ […]

બાળકના ગળામાં ફસાયેલો ખીલો કાઢવા માટે મહારાષ્ટ્રના તબિબોએ 1 લાખનો ખર્ચ કહ્યો, ત્યારે સુરતના સિવિલમાં માત્ર રૂ. 60માં ખીલો કાઢી આપ્યો

મહારાષ્ટ્રના એક પરિવારના 4 વર્ષના બાળકનાં ગળામાં રમતા રમતા ખીલો ફસાઈ ગયો હતો. જ્યાં તબીબોએ ખીલો કાઢવા માટે રૂ.1 લાખ જેવો માતબર ખર્ચ જણાવ્યો હતો. આખરે આ પરિવાર બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યુ હતું. જ્યાં સિવિલમાં નજીવા 60 રૂપિયાના ખર્ચ બાદ ઈએનટી વિભાગના તબીબોએ દુરબિનની મદદથી માત્ર 3 જ મિનીટમાં ખીલો બહાર કાઢી આપી […]

ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત, એક મુસ્લિમ વ્યક્તિ કરે છે રામ મંદિરની સાફ-સફાઈ

બેંગલુરુમાં ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત સામે આવ્યું છે. અહીં સદ્દામ હુસૈન નામનો 27 વર્ષનો મુસ્લિમ યુવક રામ મંદિરની છેલ્લા ત્રણ વર્ષથી સાફ-સફાઇ અને દેખરેખ રાખી રહ્યો છે. આ રામ મંદિર બેંગલુરુના રાજાજીનગરમાં આવેલું છે. સદ્દામ હુસૈને શું કહ્યું? વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, ‘મને મંદિરની સાફ-સફાઈ કરવી બહુ ગમે છે. મારા કામના […]

ખેતીકામ અને બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણો સાફ કરી સખત મહેનતથી IPS બનનાર આ છોકરી આખા ગામ માટે બની પ્રેરણાદાયી

ખેડૂતની એક એવી દીકરી, જેણે સખત સંઘર્ષ કર્યો, ક્યારેય હિમ્મત ન હારી અને સતત આગળ વધતી રહી. તેણે સાબિત કરી બતાવ્યું કે, જો તમે મન બનાવી લીધું તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. ઉત્તર પ્રદેશ મુરાદાબાદના કુંદરકી ગામની આ દીકરીનું નામ ઈલ્મા અફરોઝ છે. 14 વર્ષની હતી ત્યારે થયું હતું પિતાનું નિધન ઈલ્મા અફરોઝનું […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવી એવી એપ જે છોડ ઉગાડવાની અને ઉછેરવાની માહિતી આપશે

વધારેમાં વધારે વૃક્ષોને ઉછેરી શકાય તેની લોકોને સાચી જાણકારી મળી રહે તે માટે સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાન્ટ મેટ એપ બનાવવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઓલ ઈન્ડિયા હેકેથ્લોન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 8મો ક્રમ આવ્યો હતો. આ હેકેથ્લોનમાં સમગ્ર ભારતની એન્જિનિયરિંગ કોલેજની 1500 […]

વડોદરાના કૃવિલ પટેલે ખાદ્ય પદાર્થોના ઉપયોગથી બનાવી છે અનોખી ચમચી, ન્યૂયોર્કમાં મળ્યો એવોર્ડ

આજે અમે વાત કરીશું એક એવા ગુજરાતી એન્જીનિયરની કે જેમણે પ્લાસ્ટિક પોલ્યુશન સામે પર્યાવરણને બચાવવા માટે એક અનોખો રસ્તો શોધીને દુનિયાભરમાં તેમનું નામ ગુંજતું કર્યું છે. પ્લાસ્ટિકના દૂષણ સામે લડવા માટે વડોદરાના કૃવિલ પટેલે ખાદ્ય પદાર્થોના ઉપયોગથી ચમચી બનાવી છે. ગુજરાતમાંથી એકમાત્ર કૃવિલ પટેલે મલ્ટિગ્રેન લોટના ઉપયોગ વડે જમવામાં લઇ શકાય તેવી ચમચી બનાવી છે. […]

28 વર્ષની સ્નેહા શર્મા છે દેશની સૌથી ઝડપી મોટર રેસર, સાથે એરલાઇન્સની પાઈલટ પણ છે

સ્નેહા શર્માને ભારતની સૌથી ઝડપી મહિલા મોટર રેસર માનવામાં આવે છે. સ્નેહાએ ગત મહિને મલેશિયામાં યોજાયેલી લેડિસ કપ ઇન્ટરનેશલ સીરિઝમાં બીજા ક્રમે આવી હતી. સ્નેહાનો આ ઇન્ટરનેશનલ લેવર પર પહેલો મેડલ છે. ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી હતી. 28 વર્ષની સ્નેહા રેસિંગ સિવાય ઈન્ડિગો એરલાઇન્સમાં પણ પાઈલટ છે. તે મહિનાના પંદર દિવસ ગાડી ચલાવે […]