Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ગુજરાત ATS ની ચાર મહિલા પોલીસ ઓફિસરોનું પરાક્રમ, જૂનાગઢના કુખ્યાત જુસાબ અલ્લારખાને ઘૂંટણિયે પાડ્યો

ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો. એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે. ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના […]

જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.

જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર. વિજય ઈટાલીયાના કહેવા મુજબ, શા માટે તમારા જન્મદિવસ પર મીણબત્તીઓ બાળવાના બદલે વૃક્ષો નથી વાવતા? વૃક્ષો વાવેતર દ્વારા તમારા જન્મદિવસ ઉજવો, વૃક્ષો તમારી ઉંમર સાથે વધે છે અને તમને તેમના ફૂલોની જેમ ખૂબ જ આનંદ આપે છે. અત્યારે સમાજમાં […]

વડોદરાની ગરીમા છેલ્લા 3 વર્ષથી વ્હીલ ચેર ઉપર હોવા છતાં ધો-12 CBSE બોર્ડમાં 95.2 ટકા મેળવ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આજે ધો-12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વાસણા-ભાઇલી રોડ પર આવેલા બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીમા વ્યાસે હ્યુમેનિટીઝ વિષયમાં 95.2 ટકા પ્રાપ્ત કર્યાં છે. ત્રણ વર્ષ પહેલા ધો-10ની પરીક્ષા પહેલાં ગરીમાને પાવાગઢમાં ટ્રેકિંગ દરમિયાન કરોડરજ્જુના ભાગે ઇન્જરી થઇ હતી. અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ […]

પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું

શેવિંગ બ્લેડ બનાવનારી કંપની ‘જિલેટે’ જાહેરાત દ્વારા સમાજ સામે એક પ્રેરણાત્મક સ્ટોરી સામે મૂકી છે. ઉત્તર પ્રદેશમાં બનવારી ગામમાં નાની ઉમંરની બે છોકરીઓ તેમની પિતાની વાળંદની દુકાન ચલાવે છે. વાળંદનું કામ કરીને આ બંને દીકરીઓ સમાજની રૂઢિને ચેલેન્જ કરે છે. આ બંને છોકરીના નામ નેહા અને જ્યોતિ છે. તેમના પિતાને લકવો થઈ જતાં દુકાનની જવાબદારી […]

“રણચંડી” લેખક- પોપટભાઈ પટેલ ઘેલડા

લાલ દરવાજા સીટી બસ સ્ટેન્ડની બાજુમા સરદાર બાગ જવાના રસ્તા પર એક મસમોટુ ટોળુ થયુ હતુ..માનવ સ્વભાવ પ્રમાણે હુ પણ કુતુહલવસ તે તરફ ખેચાયો… જોયુ તો એક ચાળીસેક વરસના એક મેડમની સાથે ચાર પાચ યુવતીઓ હતી.પ્રથમ નજરે જ શારિરીક રીતે કસાયેલને ચુસ્ત દેખાતી હતી. કોલેજની બે યુવતીઓને બે યુવકો નતમસ્તકે આ ટોળા વચ્ચે ઉભા હતા.એમાની […]

આ દંપતિએ સાથે મળીને 20 વર્ષમાં લાખો વૃક્ષો વાવીને ફરી જંગલ સજીવન કર્યું

યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન મુજબ 1990થી અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા દેશની સાઈઝ જેટલા જંગલોનો નાશ થયો છે. પનામા દેશના વિસ્તાર જેટલા જંગલો દર વર્ષે ખતમ થઈ રહ્યા છે. એવામાં ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન ફોટોગ્રાફર સેબેસ્ટિયાઓ સાલગાડો અને તેમની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડોએ સમગ્ર દુનિયાને બતાવ્યું કે કેવી રીતે મનમાં […]

માતાને લાગે છે, કે ખરેખર મારો દીકરો વહુનો થઇ ગયો અને વહુને લાગે છે હજી ક્યાં મારા થયા છે તે…

એક માતા દીકરાની નાની મોટી દરેક જરૂરિયાતનું પહેલેથી જ ધ્યાન રાખતી હોય છે. દીકરાને જમવાનું શું ભાવશે?, તેને કેવાં કપડાં પહેરવાં ગમે છે?, કેવી ગિફ્ટ ગમશે?, કઇ વાત દીકરાને નહીં ગમે અને તેનાથી તેને ગુસ્સો આવે? વગેરે જેવી દરેક વાતના જવાબ માતા પાસે હોય છે. પરંતુ જ્યારે દીકરો પરણાવા યોગ્ય થાય એટલે કે દીકરો મોટો […]

‘દિકરીઓ છે અનમોલ’ આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ, 19 વર્ષની દિકરીએ પિતાનો જીવ બચાવવા માટે આપ્યુ પોતાનુ લિવર

આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. પોતાનું લીવર આપે એવો દાતા ક્યાં શોધવા જવો ? કોઈ […]

કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ કહાની

ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવનારા યુવાનોની સફળતા આપણું દિલ તો જીતી જ લે છે પણ તે કેટલાય યુવાનોને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે. આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીયે સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ. શ્રીધન્યાએ યુપીએસસીની પરીક્ષાના ત્રીજા […]

કૂતરાઓની માલિક પ્રત્યેની વફાદારી તો જુઓ, 4 કૂતરાઓએ માલિકને બચાવવા આપી દીધો પોતાનો જીવ

કૂતરાના વફાદારીના કિસ્સા બાળપણથી જ આપણે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, ફરી એકવાર બિહારના ભાગલપુરમાં કૂતરાઓએ માલિક પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. ચાર પેટ ડોગ્સે માલિક અને તેમના પરિવારને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો મંગળવાર રાતનો છે. શું છે સમગ્ર ઘટના? ભાગલપુરની સાહેબગંજ કોલોની રહેવાસી ડોક્ટર પૂનમ મોસેસે તેમના ઘરમાં ચાર કૂતરા […]