Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

દ્રઢ મનોબળવાળા દિવ્યાંગ વિદ્યાર્થી કિશન છનિયારાને ધોરણ 10માં 71ને પર્સન્ટાઈલ

આજે જાહેર થયેલા ધો 10 બોર્ડના પરીણામમાં કિશન છનિયારાને 71 પર્સન્ટાઇલ આવ્યા છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ ઉક્તિને પાટડી તાલુકાના ઉપરિયાળા ગામનો બન્ને હાથ અને એક પગે વિકલાંગ એવા દ્રઢ મનોબળથી ધનવાન એવા બાળકે યથાર્થ ઠેરવી છે. અધૂરા અંગે આકાશ આંબવાના અભરખા હોય એમ હાથ ભલે નથી, પણ હૈયે હામ છે […]

દસમા ધોરણમાં માંડ પાસ, 12માં ફેલ થવા છતાંય બન્યા IPS. આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો

કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. આમાં ફેલ થવાથી લાગે છે કે, કરિયર ખતમ થઈ ગયું પણ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર મનોજ કુમાર શર્મા સફળતાની એક અલગ જ કહાની લખી છે. મુરૈના જિલ્લાના રહેવાસી શર્માના દોસ્ત અનુરાગ પાઠકે તેમના પર ’12વી ફેલ’ નામથી એક પુસ્તક લખ્યું છે જે […]

અમદાવાદના બે યુવાનોની અનોખી ઝુંબેશ, મંદિરોમાં ચઢાવાતા 1 હજાર કિલો ફૂલમાંથી બનાવ્યું ખાતર

મંદિરોમાં ભક્તો ભગવાનને ફૂલ અર્પણ કરે છે. બીજા દિવસે આ ફૂલ મંદિર પાણીમાં પધરાવી દે છે અથવા કચરામાં આપી દે છે. ઘણીવાર કચરામાં આપેલા ફૂલ લોકોના પગમાં પણ કચડાતા હોય છે. પરંતુ અમદાવાદના બે યુવાન અર્જુન ઠક્કર અને યશ ભટ્ટે મંદિરમાં ચડાવાતા ફૂલોમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનું અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યારે આ યુવાનો […]

વડોદરાનો વિવેક પટેલ UNના લેસ્કોટા મિશનનું નેતૃત્વ કરશે, ભંડોળ એકત્ર કરીને તાન્ઝાનિયામાં 8 સ્કૂલો બનાવાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા તાન્ઝાનિયાના બાળકો અને યુવાનો માટે શાળાનું નિર્માણ કરવા માટે લેસ્કોટા મિશન શરૂ કરાયું છે. પ્રથમ વખત ગુજરાતી વિવેક પટેલ પ્રોજેક્ટમાં જોડાશે અને 100 બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરશે. મૂળ વડોદરાનો વિવેક પટેલ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ સ્થાયી થયો છે. પુલવામાના શહીદોને મદદ માટે વિવેકે 7 કરોડ ભેગા કર્યા હતા. વિવેક પટેલ હવે […]

અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં માહેર

નાના હોઈએ ત્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય, પણ મોટા થઈએ પછી તેમાંથી આશ્ચર્યની બાદબાકી થવા માંડે છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષનો મિહિર પટેલ આજે પણ આકાશમાં ઊડતાં વિમાન જોઈને નાનાં બાળક જેટલો જ રોમાંચિત થઈ જાય છે. આ અહોભાવે મિહિરને એક અનોખા પ્રકારની ક્રિએટિવિટી તરફ દોર્યો. ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરતો મિહિર કોઈપણ […]

ખેડૂતે રસ્તામાંથી મળેલા 15 તોલા સોનાના દાગીના મૂળ માલિકને ઘરે બોલાવી પરત સોંપી પ્રમાણિકતા દર્શાવી

લાખણી તાલુકાના અછવાડિયા ગામમાં ખેતર આગળના રેતાળ રસ્તામાંથી ખેડૂતને 15 તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાત્રી કરવા માટે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. ત્યારબાદ 15 તોલા સોનું ખોવાયાનો સોશિયલ મીડિયામાં વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજ આધારે સોનાના દાગીનાનો માલિક […]

વડોદરાના 13 વર્ષના છોકરાએ તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું,

પાણીના સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષના વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનીક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા છે. જેનાથી આ મશીન તળાવમાંનો વેસ્ટ સાફ કરે છે. વરૂણની માતા રૂચિરા […]

આજના સમયમાં કન્યા કેળવણીનું મહત્વ જાણો, દિકરી ભણાવો: દીકરી બચાવો

કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ” પણ એ રૂઢિચુસ્ત પાગલોને કયાં ખબર છે કે દિલ્હીના તખ્તા […]

આ યુવતીએ અપાવ્યું દેશને ગૌરવ, એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ બની

‘લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’ આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ એરક્રાફ્ટની મદદથી તેણે એકલીએ 3000 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો. માહી એરક્રાફ્ટ આ પ્રવાસ કોઈ સામાન્ય […]

આ છે કળયુગનો ‘શ્રવણ’ નેત્રહીન માતાને ખભા પર ઊંચકીને કરી 37 હજાર કિમીની યાત્રા

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કૈલાશ ગિરી બ્રહ્મચારી અસલ જીવનમાં તેમની માતાના શ્રવણ કુમાર છે. અહેવાલ પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની માતાએ ચારધામ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમના પુત્ર કૈલાશ ગિરીએ નેત્રહીન માતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને ખભા (ડોલીની મદદથી) પર ઊંચકીને ચારધામની યાત્રા પર નીકળી પડ્યા હતા. કૈલાશ ગિરી […]