સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી જીવતેજીવ સમાધિ તૈયાર કરાવી રાખી છે.
આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં છે. પ્રેમજીભાઈએ આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યું પછી અંતિમ દાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નથી. […]