Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પોલીસે માનવતાની અનોખી મિશાલ રજૂ કરી, એમ્બ્યુલન્સ ના પહોંચી શકી તો પોલીસકર્મીઓ વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીને 3 કિમી ચાલ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે. ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો. પૂરમાં ફસાયેલા ગામમાં આ મહિલાને તત્કાળ જ દવાખાને દાખલ કરવાં […]

પાલડીમાં 5 માળના ફ્લેટમાં 4 પેઢીના 17 સભ્યોનો પરિવાર રહે છે એકસાથે, બધા ફ્લેટ પરિવારના મોભી કાંતાબાના નામે છે, વારસદાર તરીકે કોઈનું નામ નહીં

પાલડીની સિદ્ધાર્થ સોસાયટીમાં એક ગાંધી પરિવાર એવો છે જેમાં 9 મહિનાની બાળકીથી લઈ 96 વર્ષના દાદી સુધીના 17 સભ્યો સાથે રહે છે. ત્રણ ભાઈ, તેમની પત્ની, ત્રણેયના એક-એક દીકરા, પુત્રવધુ અને બાળકો પાંચ માળના 6 ફ્લેટમાં સાથે જ રહે છે. પરિવારના મોભી કાંતાબા ગાંધીના 1956ના જૂના મકાનને તોડીને 2015માં પાંચ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. પહેલા […]

ઝાડના બીજ સાથેની માટીની 8 હજાર ગણેશ મૂર્તિનો વિક્રમ બનાવી વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા સંકલ્પ લીધો

ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરમાં અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરૂપીઠ ક્ષેત્ર ત્ર્યંબકેશ્વર બાલસંસ્કાર, યુવા સંસ્કાર આયોજિત ઈકો ફ્રેન્ડલી માટીની 8 હજાર વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ બનાવવાનો વિક્રમ ક્યોં છે. આ મૂર્તિ વેંચાણથી આવેલા પૈસાથી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી, કોલ્હાપુર પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ નોટબુક, બુક, પેન, કંપાસ, સ્કૂલ બેગ અન્ય શૈક્ષણિક સાહિત્ય ખરીદ કરીને આપવાનો જહેર કર્યો […]

સ્વામી વિવેકાનંદે શરૂ કર્યુ હતુ પોતાના ગુરુના નામથી રામકૃષ્ણ મિશન, તેમણે જણાવ્યુ છે કેવી રીતે આપણી યાદશક્તિ થઈ શકે છે તેજ. જાણો.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના થયો હતો. તેમણે રામકૃષ્ણ પરમહંસની વાતોથી પ્રભાવિત થઈને સંન્યાસ ધારણ કર્યુ હતુ. વિવેકાનંદે પોતાના ગુરુની યાદમાં રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી હતી. સ્વામીજીએ યુવાઓ માટે અનેક એવા સૂત્રો જણાવ્યા છે, જેનું પાલન કરવા પર નિષ્ફળતાથી બચી શકાય છે. અહીં જાણો વિવેકાનંદની કેટલીક ખાસ વાતો. – સારી યાદશક્તિ અને અભ્યાસ કરેલી […]

અમદાવાદ: ટ્રેનમાંથી મળેલી અનાથ બાળકી ક્રાંતિને મળ્યા નવા માતા-પિતા, હવે જશે અમેરિકા

કાલુપુર રેલવે સ્ટેશન પર મળેલી બાળકી હવે તેના નવા માતા-પિતા સાથે અમેરિકા જશે. જૂન 2018માં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળેલી બાળકીને RPFના જવાને પાલડી શિશુગૃહમાં મોકલી હતી. જ્યાંથી અમેરિકાના એક દંપતીએ દત્તક લીધી હતી. હવે આ બાળકી દોઢ વર્ષની થઈ ગઈ છે ત્યારે તેના નવા માતા-પિતા અને બહેન સાથે અમેરિકા જઈ રહી છે. પોતાના બાળક […]

શિક્ષકે માતાના બેસણામાં પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં 450 રોપાનું વિતરણ કરીને નવો ચીલો ચિતર્યો

હિંમતનગર રહેતા શિક્ષક દ્વારા પ્રકૃતિની ચિંતા સાથે માતાના નિધન બાદ યોજાયેલ બેસણામાં 450 જેટલા રોપાનું પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં વિતરણ કરાયું હતું. હિંમતનગર શહેરના બ્રહ્માણી નગરમાં રહેતા અને વકતાપુર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ભાઈ રાવલના માતા ચંપાબેન કાન્તિલાલ રાવલનું 80 વર્ષની વયે નિધન થયા બાદ સોમવારે બેસણું રાખવામાં આવ્યું હતું. યોગેશભાઇએ જણાવ્યું કે […]

માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ

આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત દંપતીએ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે. જ્યારે બીજી બાજુ જન્મ બાદ માતા […]

વડોદરા પોલીસની અનોખી પહેલ, માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ બાદ સગાઓએ હાથ અદ્ધર કરતા નોધારા બાળકની જવાબદારી પોલીસે ઉઠાવી

ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. આ બાળકનો ગુનો કોઇ નથી પણ તેની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. નોંધારા બનેલા બાળકને રાખવા દારુણ સ્થિતિમાં જીવતી ફોઇએ સાફ ઇન્કાર કરી દીધો. જ્યારે મહેસાણાના […]

પર્યાવણ પ્રેમી યુવકની અનોખી પહેલ, ઝીરો વેસ્ટ દુકાન બનાવવા માટે ગ્રાહકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલનો સ્ટ્રો આપે છે

વર્તમાન સમયમાં શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. એકલા બેંગલુરુ શહેરમાં જ દરરોજ 3થી 5 હજાર ટન સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ સુધારવા માટે સૂકા અને ભીના કચરાને અલગ કરવા જરૂરી છે. કમનસીબે સ્વેચ્છાએ આ કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. તેમાંના એક છે બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં રહેતા 45 […]

એક સમયે મજૂરી કરનાર મહિલાઓ આજે દુનિયાભરની મહિલાઓ માટે બની મિસાલ, સોલર લેમ્પ બનાવીને ચલાવે છે ગુજરાન

રાંચીના ઓરમાંઝી વિસ્તારની 15 મહિલાઓ દુનિયાભરની મહિલાઓ માટે મિસાલ બની છે. આ મહિલાઓ પહેલાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, હવે મહિલાઓ સોલર લાઈટ બનાવે છે. તેને લીધે તમામ મહિલાઓની જીવનશૈલીમાં સુધારો આવ્યો છે. ઓરમાંઝીના ‘મોડલ ટ્રેનિંગ સેન્ટર’માં સેલ્ફ હેલ્પ ગ્રૂપની મદદથી મહિલાઓ મજૂરી છોડીને સોલર લાઈટ બનાવવાનું કામ કરે છે. ટાટા સ્ટીલ કંપનીનો 20 […]