Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ભુજના કાગડાવાળા કાકા, છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી રોજ સવારે કાગડાઓને ખવડાવે છે

અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે. પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન-ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન અલગથી કાઢવામાં આવે છે. કાગડાની પક્ષીઓમાં કદાચ સૌથી હોશિયાર પક્ષી તરીકેની છાપ છે. કાગડાને મોટેભાગે પાંજરે પૂરી શકાતા […]

વડોદરા ટ્રાફિક પોલીસની માનવતા, ચક્કર આવતા રસ્તામાં પડી ગયેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક મહિલાને ચક્કર આવતા રસ્તામાં જ પડી ગઇ હતી. વડોદરા ટ્રાફિક પોલીસે માનવતા દર્શાવીને મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી. જોવા મળ્યો પોલીસનો પ્રજા પ્રત્યેનો હકારાત્મક અભિગમ વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારી અરૂણ મિશ્રા અને જવાનો કડક બજારના નાકા નજીક વાહન વ્યવહાર વ્યવસ્થા સંભાળી રહ્યા […]

અનોખી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો: સાવરકુંડલામાં બ્રાહ્મણ વૃદ્ધે મુસ્લિમ મિત્રનાં ઘરે અંતિમ શ્વાસ લીધા, મિત્રના પુત્રોએ જનોઈ ધારણ કરી અંતિમ સંસ્કાર કર્યા

સાવરકુંડલાના નાવલીમાં મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં બ્રાહ્મણ વૃધ્ધે જીવનના અંતિમ શ્વાસ તેના મુસ્લિમ મિત્રના ઘરે લીધા હતાં. એટલું જ નહીં, મુસ્લિમ મિત્રના પુત્રોએ જનોઇ ધારણ કરી શાસ્ત્રોકત વિધિપૂર્વક આ વિપ્ર વૃદ્ધની સ્મશાનયાત્રા કાઢી હતી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા ગાઢ […]

સાત ચોપડી ભણેલા ખેડૂત નાગજીભાઈ પટેલે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં બનાવ્યું મિની ટ્રેક્ટર

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના […]

પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને વોટર ATM સહિતની સુવિધાઓ ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું

દરેક ઘરના આંગણા સુધી પેવર બ્લોક અને આરસીસી રોડ તેમજ પીવાના પાણીની સુવિધા, ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિનિયર સિટીઝન્સ માટે બગીચો અને બાળકો માટે સુંદર આંગણવાડી ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગામની થયેલી કાયાપલટના અભ્યાસ માટે રાજ્યભરમાંથી પંચાયતના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે […]

હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં સારવાર કરાવશે. સોશિયલ મીડિયામાં હાલ ટ્રાફિક રૂલ્સના કારણે પ્રજાના નિશાને પોલીસ છે. ત્યારે પ્રજા વચ્ચે પોલીસે સંવેદનાના સંબંધોમાં પણ […]

62 વર્ષીય રોકેટમેન કે. સિવનની વાડીએ મજૂરી કરવાથી ઈસરોના ચીફ બનવા સુધીની પ્રેરણાદાયી સફર

અત્યારે ભારત સહિત દુનિયાભરના લોકો ઈસરોના ચીફ ડો. કે. સિવનની પડખે ઊભા છે. મૂન લેન્ડિંગ કરતી વખતે આખરી મિનિટોમાં ચંદ્રયાન-2ના ‘વિક્રમ ઓર્બિટર’ સાથેનો સંપર્ક તૂટી જતાં સમગ્ર ઈસરો પરિવાર અને દેશમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આ ઘટનાના થોડા સમય પછી કે. સિવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ પોતાની નિરાશા સંતાડી ન શક્યા અને ભાવુક […]

સારીકા મહેતા અને ઋતાલી પટેલે દુનિયાના 3 ખંડના 21 દેશોની યાત્રા 89 દિવસમાં પુરી કરી, દરરોજ 500 કિ.મી.નું અંતર કાપતી

સુરતની બે મહિલાઓએ 89 દિવસમાં 3 ખંડના 21 દેશમાં બાઈક દ્વારા 21 હજાર કિલોમીટર બાઈક રાઈડ કરી છે. મહિલાઓનો ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સના સારીકા મહેતા, જીનલ શાહ અન ઋતાલી પટેલ દ્વારા રાઈડ કરવામાં આવી હતી. રશિયામાં જીનલ શાહનો પાસપોર્ટ ખોવાઈ જતા સુરત પરત ફર્યાં હતાં, […]

બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં અંતિમ ઈચ્છા પુરી કરવા બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં, જેથી મૃત્યુ પછી પણ લોકોના શ્વાસમાં જીવંત રહેશે

સુરત શહેરની 27 વર્ષની શ્રુચિ વડાલીયાને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. પર્યાવરણ બચાવવા માટે 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી […]

140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે છે લાખોની કમાણી

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો. નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર […]