Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને ભેગા કરી પરિવાર સુધી પહોંચાડ્યો

શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ તે એકદમ સ્પષ્ટ રીતે બોલી શકતો નહોતો. પોલીસે તેના બોલેલા એક એક શબ્દને ભેગા કરી અને તેનો વિસ્તાર […]

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચી દઈશ

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તથા શાળાના નૂતન નામકરણ સમારંભનો કાર્યક્રમ આજે શનિવારને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. […]

મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડશે

અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે. તેઓ તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધીના તમામ ખર્ચ ઉઠાવશે. 20 વર્ષ પહેલાં CA બન્યા […]

સુરતમાં પટેલ પરિવારે દીકરાના લગ્નની કંકોત્રી પક્ષીઓના માળા જેવી બનાવી જીવદયાનો સંદેશો આપ્યો, પક્ષીઓની સંખ્યા દિનપ્રતિદિન ઓછી થતાં અનોખી કંકોત્રી બનાવી

સામાન્ય રીતે લગ્નના નિમંત્રણ માટે બનાવાતી કંકોત્રીમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ સુરતના પટેલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં કંકોત્રી અનોખી રીતે તૈયાર કરાવી છે. લગ્નની કંકોત્રી પક્ષીઓનો માળો બની જાય તે રીતે ફોલ્ડિંગથી બનાવવામાં આવી છે. લગ્નની કંકોત્રીમાં જીવદયાનો સંદેશો પણ લખવામાં આવ્યો છે. આ કંકોત્રીને સગાસંબંધીઓ પણ સરાહનીય પગલું […]

જોધપુરના ટ્રી મેન રાણારામે છેલ્લા 50 વર્ષમાં 27 હજાર વૃક્ષ વાવ્યાં, વૃક્ષની સંભાળ રાખવા રોજ 3 કિલોમીટર ચાલે છે

પર્યાવરણ પ્રદૂષણને લઈને દુનિયાભરના દેશો ચિંતિત છે. દેશમાં ઘણા લોકો મોટા પોસ્ટર એન સભા યોજીને વૃક્ષ ઉગાડવાનો ઢંઢેરો કરતા હોય છે. તો બીજી તરફ વૃક્ષ વાવવાના ખોટા વાયદા પણ થતા હોય છે. આ બધાની વચ્ચે જોધપુરના રહેવાસી જાહેરાત કર્યા વગર છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈ જોધપુરમાં લોકો ‘ટ્રી મેન’ તરીકે […]

ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલથી રહે છે દૂર, આ માટે શિક્ષકોએ અજમાવી છે આ ખાસ ટ્રિક

આજના સમયના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પરંતુ ઈત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનાકડા ડોડિયા ગામે આ કામ સરળ કરી દીધું. બસ માત્ર સરપંચ અને શિક્ષકોએ બનાવેલાં બાળકોની ઈત્તર પ્રવૃતિના બનાવેલા ક્રિએટીવ કેલેન્ડરથી. આજે ડોડિયા ગામના બાળકો સર્વાંગી વિકાસથી લઈ ગામના વિકાસ સુધી પહોંચ્યા છે. તો જાણી લઈએ આ […]

બાપુનગરમાં પોલીસે માનવતા મહેંકાવી, 3 વર્ષનું બાળક મળ્યું તો ગુજરાત પોલીસે દાદા-દાદીને શોધી મિલન કરાવ્યું

પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા શ્યામશિખર એપાર્ટમેન્ટ પાસેથી અંદાજે ત્રણવર્ષનો અવિચલ પંચાલ નામનો છોકરો મળી આવ્યો […]

IAS ઓફિસર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા દર અઠવાડિયે ખરીદી કરવા 10 કિ.મી. ચાલીને જાય છે

મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં તહેનાત આઇએએસ અધિકારી રામસિંહ આજકાલ ચર્ચામાં છે. તેઓ સરકારી ભપકો છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિ.મી. ચાલીને શાકભાજી ખરીદવા જાય છે. તે પાછળનો હેતુ પણ ખાસ છે. આમ કરીને તેઓ સ્થાનિક ખેડૂતોની મદદ કરવા ઇચ્છે છે. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવાનો પ્રયાસ કરે […]

માનવતાનો અનન્ય દાખલો: આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું, 45 દિવસની હેનીને ફરીસ્તા બનીને લિંબાસીયા દંપતીએ દત્તક લીધી અને સારવાર કરવા માટે ઘરવખરી પણ વેચી નાખી

આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિત અમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45 દિવસની હેનીએ મોટા ભાઇ, નાની અને માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળકી […]

દંગલ ફિલ્મ જેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો, ચાની દુકાન ચલાવી 2 દીકરીઓને કરાટેમાં નેશનલ લેવલે પહોંચાડી

આમીર ખાનની ફિલ્મ દંગલમાં ફોગટ સિસ્ટર્સ પિતા મહાવીરસિંહ ફોગટને સન્માન અપાવ્યું હતું. આવો જ કિસ્સો સાબરકાંઠાના હાપા ગામે સામે આવ્યો છે. હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ 2 દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ચા વેચનારની દીકરીઓએ પિતાને સન્માન અપાવ્યું છે. સરકારે પણ આ પરિવારને પ્રતિ માસ 5000 રૂપિયા મદદ આપી રહી છે. દીકરીઓએ […]