Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

સુરતમાં ઘરની દીકરીઓની વિધિપૂર્વક આરતી ઉતારીને વેપારીએ ધન તેરસની કરી અનોખી ઉજવણી

દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનીને વેપારીએ આ વર્ષથી ધન તેરસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નાનપુરા ટીમલીયાવાડમાં રહેતા આશિષ જૈને આ વર્ષે ધનતેરસે નવો ચીલો ચાતરતાં દીકરીઓની પૂજા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અન્ય ચાર પરિવારે સાથ આપતાં પાંચેય પરિવારે મળીને પાંચ દીકરીઓની પૂજા કરી આરતી ઉતારી હતી અને ખરા અર્થમાં લક્ષ્મી પૂજા કરી હોવાનો […]

પિતા ગુમાવનાર બાળકને IPS કે.જી.ભાટીએ ઉછેરવાની જવાબદારી લીધી પણ માં અને ભણતરમાં બાળકે માંને મહત્વ આપી ભણવાનુ છોડી દીધું

કહેવાય છે કે ગરીબનું કિસ્મત ગરીબ હોય છે. સુરત પાસે એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારે એક માસુમ બાળક પિતાની લાશ પાસે રડી રહ્યું હતું. આ જોઇને ત્યાં ઉભેલા તમામની આંખો ભરાઇ આવી હતી. બાળકને રડતું જોઇને ત્યાં તપાસ માટે આવેલા IPS અધિકારી કે.જી. ભાટીએ આ બાળકને ભણાવવા માટે કહ્યું હતું. IPS અધિકારીએ તપાસ […]

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી

આજે ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીની ૧૫૪મી જન્મજયંતી છે. તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું સમૃદ્ધ રાજ્ય બનાવી દીધું હતું. પાણી પૂરવઠો માત્ર વરસાદ પર આધાર ન રાખતા સંખ્યાબંધ કુવાઓ અને તળાવો ખોદાવીને પીવાના તથા સિંચાઈના પાણીની […]

રઘુવંશી સમાજની દીકરીઓ માટે ઉનામાં માત્ર 1 રૂપિયામાં જ ધો-7થી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મળશે, 1 રૂપિયામાં રહેવું, ભોજન, પુસ્તકો, બુકો વગેરે મળશે

ભાર વગરનું ભણતર એ માત્ર સરકારી સૂત્ર જ બનીને રહી ગયું છે, જેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી. ઉલ્ટાનું ભણતરના ભારથી છાત્રો અને તગડી ફીના ભારથી માં બાપો પર બોજ વધી જાય છે. ત્યારે ભાર વગરના ભણતરના સૂત્રને રઘુવંશી સમાજ સાર્થક કરવા જઇ રહ્યો છે. આ માટે ઉનામાં રઘુવંશી સમાજ દ્વારા કન્યા છાત્રાલય શરૂ કરવામાં […]

વડોદરામાં છેલ્લા 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે

વડોદરા વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે, કાજુની મીઠાઈ મોટા ઘરોમાં ખવાય છે, તે રીતે સામાન્ય નાગરિકના ઘરે પણ ખવાય અને તે પણ ભેળસેળ વગરની. […]

નવસારીના ધોરણ 8 પાસ ગેરેજ મિકેનિકનો કમાલ, બનાવી ઈ-બાઈક જે 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિ.મી. ચાલે છે

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારીના યુવાને પોતાની મિકેનિક સ્કિલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને બનાવેલી ઇલેક્ટ્રીક બાઇક લોકોને ઘણી પસંદ પડી રહી છે. હવે આ બાઈક લોકાર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. હમજા કાગદી ધોરણ […]

ગુજરાતની ‘તૂફાન’ લેડી: 51 વર્ષની આ મહિલાને તુફાન ચલાવતા જોઇ આશ્ચર્ય પામે છે મુસાફરો

ગાંઘીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે. દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે. તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવર પણ કહી શકો છો. આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછા બે […]

દિવાળી પર ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન અંતર્ગત સુરતીઓએ 15 દિ’માં 3 લાખ નવાં-જુનાં રમકડાં અને કપડાં આપ્યાં

સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સંવેદના ખુશીઓનો પટારો’ નામનું અનોખુ અભિયાન 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયું હતું, જેમાં માત્ર 15 દિવસની અંદર જ કપડા, રમકડાં સહિત 3 લાખ વિવિધ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 20 હજાર નવી સાડીઓ એકત્ર થઇ છે. જ્યારે 500 રમકડા પણ નવા આપવામાં આવ્યા છે. 17મીએ ડાયમંડ બુર્સમાં 6 હજાર મજૂરોને […]

ભારતની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે કેરળમાં સુકાન સંભાળ્યું, વાંચો એમના સંઘર્ષની કહાની

દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ વિભાગ (આઇઆરએએસ)માં નોકરી ફાળવવામાં આવી હતી. પરંતુ રેલવેએ દૃષ્ટિહીનતાને કારણે તેમને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. બીજા વર્ષે પ્રાંજલે 124મો રેન્ક પ્રાપ્ત […]

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ પરંપરાની અપાવે છે યાદ

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે નહિ માત્ર આર્થિક જરૂરિયાતના આધારે એડમિશન આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થિનીના પરિવારનો વ્યવસાય અને વાર્ષિક આવકના આધારે એડમિશન […]