Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

રાજકોટમાં માનવ સેવા જ પ્રભુ સેવાનું ઉદાહરણ પૂરું પાડતા જાનૈયા-માંડવિયા બંનેએ લગ્નના ચાંદલાની તમામ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી

રાજકોટ ખાતે તાજેતરમાં જ યોજાયેલ એક પ્રેરણાદાયી પરિણય પ્રસંગ માત્ર જે તે પરિવાર જ નહિ પરંતુ પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સમગ્ર સમાજ માટે અનુકરણીય અને સ્તુત્ય બની રહ્યો છે. બડેલિયા અને રાઠોડ પરિવારના આ પ્રસંગમાં આવેલી ચાંદલાની માતબર રકમ બંને પરિવારોએ પૂરેપૂરી રાજકોટ ખાતેના ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ના વડીલોને અર્પણ કરતા ઈતિહાસ રચાયો છે. આ નવતર […]

પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી નિમંત્રણ આપ્યું

પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા. ભોપાલના તુલસી નગરમાં રહેનાર રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન 20 નવેમ્બરનાં હતાં. પહેલા પરિવારે વિચાર્યું કે લગ્નના કાર્ડ […]

ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને ઉછેરવા માટે આપવામાં આવે છે પક્ષી અને છોડ

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો સ્માર્ટફોન છોડીને તેની દેખરેખ કરવામાં વ્યસ્ત રહે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે શહેરની 10 પ્રાથમિક સ્કૂલ અને બે […]

કેરળની અનોખી પહેલ: બાળકોને પાણી પીવાનું યાદ કરાવવા માટે સ્કૂલમાં વાગે છે વોટર બેલ

કેરળની સરકારી સ્કૂલોમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને પાણી પીવડાવવા માટે વોટર બ્રેક આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે દિવસમાં ત્રણ ચાર વખત બેલ પણ વગાડવામાં આવે છે જેને વોટર બેલનું નામ આપવામાં આવ્યું છે. બેલ વાગવા પર સ્કૂલના બધા બાળકો પાણી પીવે છે. […]

કળિયુગી શ્રવણ: પિતાની કિડનીની બીમારીની વાત સાંભળી મલેશિયામાં નોકરીને ઠોકર મારી યુવાન પિતાની સેવામાં લાગ્યો

આજકાલ કળિયુગમાં પોતાના માતાપિતાનો આજ્ઞાકારી પુત્ર મુશ્કેલ હોય છે. અમુક માતાપિતાની તો ફરિયાદ હોય છે કે તેમનો પુત્ર તેમનું કહ્યું માનતો નથી,ત્યારે ઘોર કળિયુગમાં પણ એવા શ્રવણ જોવા મળે છે જેઓ તેમના માતાપિતા માટે પોતાના સર્વસ્વ ત્યજવા તૈયાર થતા હોય છે. આવો એક કિસ્સો ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામમાં બન્યો છે. અહીં સાત સમુંદર દૂર રહેતા […]

પાટીદાર સમાજની પ્રેરણાદાયી પહેલ: 42 લેઉવા પાટીદાર સમાજ દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને સમૂહલગ્નમાં જોડાતાં 50 હજારનું સર્ટી આપે છે

સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદર ચિંતાજનક હદે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે, કાં તો મન મનાવી અન્ય સમાજમાંથી કન્યા લાવવી પડે છે. સ્ત્રી-પુરુષ જન્મદરમાં પડેલી આ ખાઇ દૂર કરવા તેમજ બેટી બચાવો બેટી વધાવો અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા થતી અટકાવવા દરેક સમાજ કટિબદ્ધ બન્યા છે. […]

અમદાવાદના PIની દિલેરી તો જુઓ, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી ઉજવ્યો ‘ચિલ્ડ્રન્સ ડે’

આમ તો લોકો એવું વિચારતા હોય છે કે પોલીસ માત્ર લોકોને હેરાન જ કરતી હોય છે. અને ગરીબ લોકો રોડ પર ધન્ધો કરે તો તેને હટાવી જુલમ કરતી હોય છે. પણ લોકોની આ માનસિકતા બદલી નાખે એવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ચિલ્ડ્રન ડે ના દિવસે એક પોલીસ ઇનસ્પકેટરે રોડ પર જતી ગરીબ બાળકી […]

ભારતના સૌથી નાની વયના શહીદ બાજી રાઉત, 12 વર્ષની ઉંમરે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી

14 નવેમ્બર એટલે કે બાળ દિન નિમિત્તે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર 12 વર્ષના એક બાળકનો ફોટોગ્રાફ શેર કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. તે ફોટોગ્રાફ હતો બાજી રાઉતનો. બાજી રાઉત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી નાની વયનો શહીદ હતો. એણે માત્ર 12 વર્ષની કુમળી વયે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી. આટલી નાની ઉંમરે પણ […]

વકીલાત છોડી મહિલાએ સેવાનો ભેખ ધારણ કર્યો, કેન્સરથી પતિનું મોત થયા બાદ કેન્સરગ્રસ્તો માટે જીવન સમર્પિત કરી દીધું

કેન્સરનું નામના રોગનું નામ સાંભળતાં જ માણસને પરસેવો વળી જાય છે. અગાઉ કેન્સર એટલે માણસ કેન્સલ એવું મનાતું હતું. જો કે,હવે વિજ્ઞાન આગળ વધતાં સમયસર કેન્સરની સારવાર કરાવવામાં આવે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે તેમ રામપુરા વિસ્તારમાં રહેતી મહિલા વકીલ ફરીદા પઠાણએ જણાવતાં કહ્યું હતું કે, પતિના મોત બાદ તેણે કેન્સરગ્રસ્તોની સારવાર […]

સુરતમાં દાદર પરથી પડી જતાં બ્રેનડેડ થયેલા એકના એક દીકરાના અંગદાનથી પરિવારે પાંચને નવું જીવન આપ્યું

બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો સમીર ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ તેના અંગોના દાન કરવાથી પાંચ લોકોની જીંદગીમાં નવી રોશની ફેલાઈ […]