Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

ગોંડલના વાછરા ગામના યુવાને દીકરાનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો, ઠંડીમાં ખુલ્લામાં સૂતા લોકોને ધાબળા વિતરણ કર્યા

ગોંડલના વાછરા ગામમાં રહેતા અમુલ જેતાણી નામના યુવાને પોતાના દીકરા જશ્નનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે જ ઉજવ્યો હતો. દીકરાના જન્મદિવસમાં ઝાકમઝોળ કરવાને બદલે કડકડતી ઠંડીમાં ઠુઠવાતા ઝુપડપટ્ટીમાં રહેતા અને રસ્તા પર રહેતા અને ખુલ્લામાં સૂતા લોકોમાં ગરમ ધાબળાનું વિતરણ કરી અન્ય લોકોમાં પ્રેરણા પૂરી પાડી છે. પતિ-પત્નીએ ખુલ્લામાં સૂતા લોકોમાં ધાબળા વિતરણ કર્યા સમાજમાં અલગ […]

બારડોલીમાં NRI પટેલ પરિવારે સમાજને આપ્યું અનોખું દ્દષ્ટાંત, પુત્રની જાન મર્સિડીસ કે ઓડીમાં નહીં, પરંતુ રીક્ષામાં લઈ ગયા

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ ફૂલોથી સણગાળેલી બસમાં જયારે પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. આવી રીતે લગ્ન કરીને પરિવારની સમાજલક્ષી પહેલ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો હતો. વાત કરીએ કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના લગ્નની.. સામાન્ય રીતે લગ્ન […]

છોકરીઓ જાતે જ પોતાની રક્ષા કરી શકે એ માટે આ યુવાન ફ્રિમાં આપે છે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, બે લાખથી વધુ છોકરીઓને આપી ચૂક્યો છે ટ્રેનિંગ

16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં થયેલા ભયાનક બાળાત્કાર કાંડથી અભિષેક યાદવ એટલે કે અભિ પણ આખા દેશની જેમ જ હચમચી ગયો હતો. આ દિવસે પેરામેડિકલ વિદ્યાર્થીની પર હેવાનોએ ચાલુ બસમાં બાળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. નિર્ભયાકાંડના થોડા દિવસ સુધી આખા દેશમાં તેના અંગે ચર્ચા થતી રહી અને પછી બધા ફરી પાછા […]

ખેડૂતે કાઢી ગાયની અંતિમ યાત્રા. વૈદિક મંત્રો સાથે કર્યા અંતિમ સંસ્કાર, અસ્થિઓને સંગમમાં પધરાવી, તેરમું પણ કરશે

ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌવંશોને રખડતા છોડી દેવાનો એક રિવાજ બની રહ્યો છે. આવામાં મહોબા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીંના મુઢારી ગામમાં મંગળવારે એક ખેડૂતની ગાયનું મૃત્યુ થઈ ગયું. માતમના માહોલ વચ્ચે ખેડૂતે ના માત્ર પોતાની પ્રિય ગાયનો અંતિમ સંસ્કાર કર્યો પણ હવે તેની અસ્થિઓ સંગમમાં વહાવી ત્રયોદશીની પણ તૈયારી થઈ રહી છે. મહોબા […]

31 વર્ષનો આ યુવાન છ વર્ષમાં તલાટીથી IPS ઑફિસર બન્યો, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ

છ જ વર્ષમાં રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું જ નહિ, હિંદી મિડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરીને તે ગુજરાતમાં IPS ઑફિસર પણ બન્યો. ફિલ્મી લાગતી આ અદભૂત કહાની છે 31 વર્ષના પ્રેમ સુખ ડેલુની. તે આ […]

મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો: ધીરૂભાઇ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જુનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું. આજે તેમનો બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. પરંતુ શું […]

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણીએ સાદગી સાથે પુત્ર-પુત્રીનાં કર્યાં લગ્ન, દીકરી-વહુને છાબમાં ઘરેણાંની જગ્યાએ એમની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં

હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિનજરૂરી ખર્ચ અને દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત અને દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી સાદાઈથી લગ્ન કરાવવાની સાથે લગ્નની છાબમાં સોના-ચાંદીના […]

રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે

વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે વિકલ્પ શોધી કાઢ્યો છે. બંને યુવાનોએ સામાન્ય લોકોને પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક નો પ્રોબ્લેમ ટુ વ્હિલર બનાવ્યું છે. આ વાહનમાં પાવર, પિકઅપ, પર્ફોર્મન્સ […]

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી, દર્દી પાસેથી મળેલા 23 હજાર રૂપિયા અને મોબાઈલ પરિવારજનોને પરત કર્યાં

પાવી જેતપુર ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા 23,100 રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી. 108ના કર્મચારીઓએ પરિવારનો સંપર્ક કરીને રૂપિયા સહિતની વસ્તુઓ પરત કરી પાવી જેતપુરની અડીને આવેલા રતનપુર ખાતે 2 દિવસ પહેલા ટ્રેક્ટરની અડફેટે એક બાઇક ચાલક જયંતીભાઈ […]

NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન દાનમાં આપી

સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન દવાખાનું બનાવ્યું હતુ. પરિવારજનોનો દેહદાનનો સંકલ્પ જીવતા લોકોના દુ:ખ દર્દમાં ભાગીદાર બનીએ પણ મૃત્યુ બાદ શરીર […]