Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને ડ્રાઇવર-કંડકટરની ઇમાનદારીથી પર્સ હેમખેમ પરત મળ્યું

AMTS બસના કર્મચારીઓ બેફામ બસ ચલાવવા માટે કુખ્યાત છે. આજે પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની AMTSની બસમાં 6 તોલા સોનુ અને રૂપિયા 55,000 રોકડા સાથે પોતાનું પાકિટ ભૂલી જનારી મહિલાને તેનું પર્સ પરત મળ્યાંનો કિસ્સો સામે આવ્યો છે. ઉસ્માનપુરાથી AMTSની રૂટ નંબર 13/1 બસમાં એક મહિલા બપોરના સમયે ચઢયા હતા […]

નશાની લતે ચઢેલા નેશનલ એથ્લેટે વ્યસન છોડી યુવાઓને ફ્રીમાં ટ્રેનિંગ આપીને 13ને આર્મીમેન અને 10ને પોલીસ બનાવ્યા

દરેક વ્યક્તિના જીવનમાં એક સ્તરે પહોંચવા માટે તેની સાથે જોડાયેલા લોકો જવાબદાર હોય છે. ક્યારે કોઇની સલાહ કે માર્ગદર્શન ટોચ પર લઇ જાય તો ક્યારેક કોઇની ખોટી સલાહ જીવનને દોજખ પણ બનાવી દે છે. અમદાવાદના નરોડમાં રહેતો રૂપેશ મકવાણા નામનો 26 વર્ષીય નેશનલ એથ્લેટ નરોડાથી દરરોજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલીને ટ્રેનિંગ લેવા જતો હતો. […]

અમદાવાદનો આ પટેલ પરિવાર દરરોજ માતાપિતાના ઘરે કરે છે ગૃહસભા, એક જ સોસાયટીમાં 7 બંગલામાં રહે છે 4 પેઢીના 31 સભ્ય

સામાન્ય રીતે કોઇ ઘરમાં પરિવારના સભ્યો રવિવાર અથતા તો રજાના દિવસે ભેગા થતા હોય છે. પરંતુ અમદાવાદમાં 5 ભાઇ અને 2 ભત્રીજાના પટેલ પરિવારની ચાર પેઢીના 31 સભ્ય એવા છે જે દરરોજ રાત્રે એક કલાક ભેગા મળી ગૃહસભા યોજે છે. જેમાં સભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરે છે, અને પરિવારના વડીલોના માર્ગદર્શનથી ઉકેલે છે. અમદાવાદના હેબતપુરમાં […]

દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ અનોખો પરિવાર /7 પેઢીમાં ક્યારેય વિભાજન થયું નથી, 140 સભ્યના આ સંયુક્ત પરિવાર આગળ મુસીબતો નથી ટકતી, લોકો તેમની પાસેથી શીખવા આવે છે

બેંગલુરુથી 500 કિ.મી. દૂર ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના 140 સભ્ય સાથે રહે છે. તેમાં 80 પુરુષ અને 60 મહિલા છે. 18 વર્ષ સુધીની ઉંમરના 30 લોકો છે. પરિવારના સભ્ય મંજૂનાથે જણાવ્યું કે દાળ, બેસન, મેંદો અને જુવાર પીસવા માટે પરિવાર પાસે પોતાની બે […]

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કર્યું

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે. મહિલાના આ નવા આઇડિયામાં જોડાયેલા પરિવારો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીને પોતે ખેડૂત હોવાનો અનુભવ કરી રહ્યા […]

બે પોલીસ જવાનોએ 70 ફૂટ ઊંચા પુલ ઉપરથી છલાંગ લગાવી આઘેડનો જીવ બચાવ્યો, માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું

દાહોદ જિલ્લામાં માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે. અહીં એવા પણ લોકો છે, જેમનામાં પોતાના જીવની બાજી લગાવી બીજાનો જીવ બચાવવાનો જુસ્સો  છે. ખરેખર જિલ્લાના આ જ  સાચા હિરો છે, જેમના આ જુસ્સાથી બીજાને પ્રેરણા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે રિયલ હિરો કહી શકાય તેવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા […]

અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને અમેરિકન યશોદાએ દત્તક લીધો છે. ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા બે વર્ષથી કિશનને રાખવામાં […]

રાજકોટમાં પોલીસે દારૂ વેચતા લોકોને સુધારવા માટે શાકભાજીની લારી અને સિક્યુરીટીગાર્ડની નોકરીઓ અપાવી

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, આરોપીઓ જેલની સજા ભોગવીને ફરીથી પોતાનો દારૂનો ધંધો શરૂ […]

આવું તો એક માં જ કરી શકે! ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માતાએ ₹150માં પોતાના વાળ વેચ્યા! પછી જીંદગી ટુંકાવા જતા કંઈક એવું થયું કે તેની જિંદગી બદલાઈ ગઈ.

તમિલનાડુના શહેર સલેમમાં રહેતી પ્રેમા (31 વર્ષ)ની સામે ભૂખથી ટળવળતા ત્રણ બાળકો હતા. સાથે જ હતો દેવાનો ડુંગર જેનાથી ડરીને તેના પતિએ સાત મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. બાળકોનું પેટ ભરવા માટે પ્રેમાને અંતિમ ઉપાય સૂઝ્યો એ હતો વાળ કપાવી નાખવાનો. પ્રેમાએ 150 રૂપિયા કમાણી કરી, બાળકોનું પેટ ભર્યું અને પોતે પણ આત્મહત્યા કરવાનો […]

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં સૈનિક યુગલ પ્રભુતામાં પગલા પાડી સમાજને સાદગીનો અનોખો સંદેશો આપશે

12મી જાન્યુઆરીએ યોજાનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નમાં 152 જોડી પૈકી એક સૈનિક યુગલ પણ છે. સૌરાષ્ટ્રના ફાટસર ગામની ખેડૂતની દીકરી દયા વાઘજીભાઇ ધાનાણી(સીઆરપીએફના કમાન્ડો)ના લગ્ન ભાવનગરના પડવાગામનાં હાર્દિક નટુભાઇ બેલડીયા (સીઆરપીએફના કમાન્ડો) સાથે થશે. આ સૈનિક યુગલ ધામધૂમથી લગ્ન કરી શકે તેમ છે. જોકે, સમૂહલગ્નમાં લગ્ન કરીને તેઓ સમાજને સાદગીનો સંદેશ આપવા ઇચ્છી રહ્યા […]