Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

વડોદરાના રીક્ષાચલકે સાબિત કરી બતાવ્યું છે કે, આજે પણ ઇમાનદારી જીવે છે. અમદાવાદ જવા નીકળેલો પરિવાર રીક્ષામાં લેપટોપ અને મોબાઇલ ભૂલી જતા રીક્ષાચાલકે વડોદરા બસ ડેપોમાં જઇને બેગ પરત કરી

વડોદરા શહેરમાં રીક્ષાચાલકની ઇમાનદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા બસ ડેપો પહોંચેલો પરિવાર રીક્ષામાં જ પોતાની બેગ ભૂલી ગયો હતો. આ બેગમાં લેપટોપ અને મોબાઇલ મૂકેલા હતા. પરંતુ બહાર નીકળીને આગળ ગયા બાદ રીક્ષાચાલકે બેગ જોતા જ ફરીથી તે વડોદરા બસ ડેપો પહોંચી ગયો હતો અને બેગ પરત કરી હતી. જેથી પરિવારે રીક્ષાચાલકનો […]

સુરત પોલીસનો રિયલ હિરો : ડૂબી રહેલા માસી-ભાણેજને કોન્સ્ટેબલે નદીમાં કુદીને બચાવી લીધા, જવાનનું સન્માન કરાયું

હું નોકરી કરી સવારે ઘરે જતો હતો. સવારે 8.45 થી 9 વાગ્યાની વચ્ચે કોઝવે પરથી પસાર થતો હતો તે વખતે લોકોના ટોળા હતા. જેથી હું બાઇક મુકીને ત્યાં શું થયું છે તે જોવા માટે ગયો હતો. 10 વર્ષની દીકરી પાણીમાં બચાવો, બચાવો બૂમો પાડતી હતી. મેં કોઈપણ જાતની પરવાહ કર્યા વગર કે મારા ફેમિલીનું વિચાર્યા […]

ગુજરાતના ગૌપ્રેમી રાજ્યપાલની અનોખી પહેલ, રાજભવનનાં બાળકોને મળશે ગીર ગાયનું દૂધ, રાજભવનમાં ધાર્મિક-વૈદિક પરંપરાનું પાલન શરૂ

ગાંધીનગરમાં રાજભવનની અંદર પ્રવેશો ત્યારે કાનમાં નાની ઘંટડીનો મીઠો અવાજ સંભળાય છે, સાથે વાછરડાના ભાંભરવાનો સાદ પણ કાને પડે છે. અહીં આવનાર વ્યક્તિને એમ થાય કે તે રાજકીય પ્રોટોકોલ અનુસરતા સરકારી ભવનમાં નહીં પરંતુ ગામઠી પરંપરા પાળતા સ્થળે આવી ગઇ છે. પરંતુ વાત જરા જુદી છે. વાછરડું સંપૂર્ણ ધરાય પછી જ ગાય દોહીને તેનું દૂધ […]

29 વર્ષીય બેંગ્લુરુના બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચીને UPSC પરીક્ષા પાસ કરી

બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને મેન્સ પરીક્ષા પાસ કરી દીધી છે અને 25 માર્ચે ઇન્ટરવ્યૂ આપશે. રોજ 5 કલાક ભણતો મધુના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. મધુની […]

ટ્રાફિકના નિયમોથી કંટાળી પોરબંદરના વૃદ્ધે એક અઠવાડિયામાં જ ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી

પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ પહેલા ટ્રાફિકના કોઇ નિયમના ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યુ હતુ. આ સ્કુટર છોડાવવાની જટીલતા અને ટ્રાફિકના નિયમોની જટીલતા હરિલાલને આકરી લાગતા, હરિલાલે પોતાનું […]

ગુજરાતના આ નાનકડાં ગામે કરી અનોખી પહેલ, ગામમાં દીકરીના જન્મ પર આપશે 10 હજાર રૂપિયા

સાવલી તાલુકાના દિપાપુરા ગામે ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ ગામના સરપંચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરીને બેટી બચાવો કાર્યક્રમ અંતર્ગત દિપાપુરા અને નારપુરા ગામમાં નવી જન્મ પામનારી દીકરીના નામે પંચાયત દ્વારા દસ હજારની એફડી કરીને પ્રોત્સાહન આપવાનો ઠરાવ કરતા સમગ્ર તાલુકામાં પંચાયતના વિચારોની વાહવાહી થતી જોવા મળી રહી છે. સાવલી તાલુકાના મેવલી પંથકમાં આવેલુ દિપાપુરા ગામ […]

25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે, કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઇ જશે,

ભારત સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોના નામની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની ખુબ ચર્ચા થઇ રહી છે. જેમા એક નામ મોહમ્મદ શરીફનું પણ છે. મોહમ્મદ શરીફ અયોધ્યામાં ખિડકી અલી બેગ […]

150થી વધુ અનાથ બાળકોને માં બનીને સાચવનાર ‘સુપર મોમ’ મનન ચતુર્વેદી

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના ક્ષેત્રે લંડનમાં રહીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો છે અને ત્યાં જ સ્થાયી થઈને કારકિર્દી બનાવવી છે. લંડન […]

સુરતમાં કરોડોની અઢળક સંપત્તિ છોડી આ ડાયમંડ વેપારીનો પરિવાર સંયમના માર્ગે ચાલી લેશે દીક્ષા…

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. મૂળ ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં […]

રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ સહુને કરશો સલામ

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ મોહમ્મદ અસ્લમ અન્સારીને સોંપી. પીએસઆઇ અન્સારી ફરિયાદ અરજીની તપાસ કરવા માટે આરોપી સોની […]