Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

દિલ્હીમાં હિંસા સમયે હિંદુ બહેનના લગ્નમાં આંચ ન આવે એટલા માટે ઘર બહાર પહેરો ભરી રહ્યા હતા મુસ્લિમ ભાઈઓ

એક તરફ જ્યાં દિલ્હી સળગી રહ્યું છે અને સાંપ્રદાયીક હિંસામાં માણસ એકબીજાના લોહીનો તરસ્યો બન્યો છે. હિંસાગ્રસ્ત દિલ્હીના વેરાન રસ્તાઓ એક ભયાનક તસવીરો દેખાડી રહ્યા છે. ત્યારે હિંસાથી સૌથી પ્રભાવિત ચાંદબાગમાં એક ભાઈચારા અને પ્રેમની અજબ ઘટના સામે આવી છે. અહીં મુસ્લિમ મેજોરિટી ધરાવતા વિસ્તારમાં 25મી ફેબ્રુઆરીના રોજ એક હિંદુ પરિવારની દીકરીના લગ્ન હતા અને […]

આ ગામના ખેડૂત પાસે છે દેશી અને ગીર ઓલાદની 110 ગાયો, ગાયના ગોબર અને ગૌમૂત્રથી કરે છે પાકૃતિક ખેતી

રાજ્યના બજેટમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાયનું ગોબર અને ગૌમૂત્ર વાપરીને પ્રાકૃતિક ખેતી […]

બે વર્ષથી પેન્શન માટે ધક્કા ખાતી આ વૃદ્ધાની સમસ્યા સાંભળવા તેની સાથે જમીન પર જ બેસી ગયા કલેક્ટર, તાત્કાલિક કરી આપ્યું કામ.

સરકારી ઓફિસોમાં કોઈ કામ માટે કેવા ધક્કા ખાવા પડે છે તેનો અનુભવ ઘણા લોકોને થયો હશે. જોકે, ટોચના અધિકારી લોકોની વ્યથા સાંભળવામાં અંગત રસ લે તો કેટલા ઝડપથી પ્રજાના કામો થઈ શકે તેનું ઉદાહરણ તેલંગાણાના ભૂપાલપલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટર અબ્દુલ અઝીમે પૂરું પાડ્યું છે. ભૂપાલપલ્લી જિલ્લા કલેક્ટર ઓફિસમાં એક આદિવાસી મહિલા છેલ્લા બે વર્ષથી […]

ત્રણ મહિના પહેલા જન્મેલી પાલડી શિશુગૃહની બાળકીને મળ્યા માતા-પિતા, કોલકાતાના દંપતીએ દત્તક લીધી

ત્રણેક મહિના પહેલા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલી બાળકીને આજે માતા-પિતા મળ્યાં છે. નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોલકાતાના એક દંપતીએ પાલડી શિશુગૃહની સાડા ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી હતી. શિશુગૃહ તરફથી આપવામાં આવેલું નામ આરુ અને બાળકીને દત્તક લેનાર માતા-પિતાએ રાખેલું નામ રૂપલને આજે દત્તક લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. 20 દિવસમાં […]

ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો અનેરો પ્રયાસ, બાળકીને ગળે લગાડી વૃદ્ધ રડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી. આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ પલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીનો જન્મદિવસ હતો. જેથી તેમણેએ તેમનો 60મો જન્મદિવસ જીવનસંધ્યા ઘરડા ઘરમાં વૃદ્ધો સાથે ઉજવ્યો હતો. જેમાં ઘરડા ઘરમાં […]

મોરબીના પાટીદાર સમાજના પરિવાર દ્વારા લગ્નમાં અનોખી પહેલ, પ્રસંગમાં જમવામાં ભોજનનો બગાડ અટકાવવા પરિવારની ફિલ્મી ડાયલોગમાં વિનંતી

મોરબીના પાટીદાર સમાજમાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો દ્વારા આમંત્રિત મહેમાનોને ભોજનનો બગાડ અટકાવવા ફિલ્મી સ્ટાઇલમાં અટકાવવામાં આવ્યા હતા. આ ઉપાય અત્યંત કારગત નીવડ્યો છે. મોરબીના મનસુખભાઈ મેવાની પુત્રી હેમાહીના લગ્ન અભિષેક સાથે નિર્ધારેલ હતા. કન્યા હેમાહીના ભાઈને આ પ્રસંગે અનાજનો બગાડ અટકાવવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર કુણાલભાઈ મેવાને એક પ્રસંગમાં સોલિડ વેસ્ટનું રીસાઈકલ કરતાં […]

મંદિરના પૂજારી દલિત શ્રદ્ધાળુને ખભા ઉપર બેસાડીને મંદિરમાં લઈ ગયા, સનાતન ધર્મની મિસાલ કાયમ કરી

તેલંગણામાં સોમવારે એક સામાજિક સમતા અને સમરસતાની એક મિસાલ જોવા મળી. જ્યાં એક પૂજારી દતિલ વ્યક્તિને ખભા પર ઊંચકીને તેને મંદિરની અંદર લઈ ગયા. આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગુટ્ટાની છે. ખમ્મમમાં ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ સ્વામી મંદિરમાં સામાજિક સમરસતા વેદિકા, નરસિંહ વાહિની અને અન્ય સંગઠનોએ સાથે મંદિર સંરક્ષણ આંદોલનનું આયોજન કર્યું. આ મંદિરના […]

વતન પ્રેમનું અનોખું ઉદાહરણ: અમેરિકામાં રહેતાં ગુજરાતીએ સ્વદેશમાં લીધા અંતિમ શ્વાસ, જતાં-જતાં સમાજ માટે કરી ગયા મોટું કામ

કહેવાય છે કે એક ગુજરાતી ભલે વર્ષો સુધી વિદેશમાં રહે પરંતુ વતન પ્રત્યેનો પ્રેમ તેના હ્યદયમાં સદાય જીવંત રહે છે. કલોલ પાસેના પલીયડ ગામના મૂળ રહેવાસી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં NRIએ તેમના અંતિમ શ્વાસ વતનની ધરતી પર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમના મૃત્યુ બાદ તેમની માલિકીની લાખો રૂપિયાની જમીન સમાજને અર્પણ કરી […]

નાની ઉંમરે બાળપણમાં જ થયા લગ્ન, પતિએ રીક્ષા ચલાવીને પણ પત્નીને બનાવી ડૉક્ટર

કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવતને સાચી કરતી એક કહાની રાજસ્થાનના ચૌમૂમાંથી સામે આવી છે. 8 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ રૂપા યાદવે સપના જોવાના જ છોડી દીધા હતા. પણ તેનો કંઇક કરી જવાનો જુસ્સો ઓછો થયો નહીં. તેણે ડૉક્ટર બનવું હતું. જીવનમાં ઘણા પડકારોનો સામનો કરતા રૂપાએ NEETની પરીક્ષા પાસ કરી. ઓલ […]

ડાકોરના NRIના રૂ. 40 હજાર રોકડા, ક્રેડિટ અને ડેબિડ કાર્ડ સહિતના દસ્તાવજો ભરેલીની બેગ પડી જતા ટેમ્પો ચાલકે પરત કરી પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી

છેતરપિંડીઓની ઘટનાઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલને પ્રજ્વલિત રાખતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકોરના NRI યુવાનની રસ્તામાં પડી ગયેલી બેગ ટેમ્પો ચાલકે ડેબિટ કાર્ડની મદદથી પહોચતી કરી હતી. આ બેગમાં 40 હજાર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો હતા. યુવાને 20 હજાર રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા. પરંતુ ટેમ્પો ચાલકે તે રૂપિયા લેવાની પણ ના પાડી […]