Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત

1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની જવાબદારી હવે વિભા સિંહ પર આવી. વિભા સિંહે બે કામ કરવાના હતા. 1. પતિના […]

વિશ્વ મહિલા દિવસે આ પુરુષને મળશે વર્લ્ડસ્ બેસ્ટ મોમ એવોર્ડ, ડાઉન સિન્ડ્રોપથી પીડિત અવનિશને દત્તક લેનાર આદિત્ય દુનિયાની બેસ્ટ મા બન્યો

આગામી 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસે દુનિયાની બેસ્ટ મમ્મી હોવાનો એવોર્ડ એક મહિલાને નહીં પણ પુરુષને મળવા જઈ રહ્યો છે. બેંગ્લુરુમાં આયોજિત થતી ‘વેમપાવર ઇવેન્ટ’માં દુનિયાની શ્રેષ્ઠ માતાને સન્માન કરવામાં આવે છે, આ વર્ષે આ ટાઈટલ પુણેના રહેવાસી આદિત્ય તિવારીને મળ્યું છે. આદિત્યએ વર્ષ 2016માં ડાઉન સિન્ડ્રોમથી પીડિત 22 મહિનાના અવનિશને દત્તક લીધો હતો. […]

65 વર્ષના આ દાદા છેલ્લા 40 વર્ષથી રેલવે ટ્રેક પરથી મૃતદેહ ઉપાડવાનું કામ કરે છે. વાંચો એમની સ્ટોરી

મોટાભાગના લોકોને પોતાની નોકરીથી ફરિયાદ હોય છે, પરંતુ જરૂરિયાત વ્યક્તિને નોકરી ચાલુ રખાવે છે. દુનિયાભરના લોકો અલગ-અલગ પ્રકારની નોકરી કરે છે. કેટલાકને નોકરી મજેદાર લાગે છે તો કેટલાકની ચેલેન્જિંગ હોય છે. આજના સમયમાં કેટલીક નોકરીઓ એવી પણ છે કે જે કરવા માટે જીગર હોવું જોઈએ. આવી જ નોકરી કરે છે 65 વર્ષના ગણેશન. તે રેલવે […]

આગામી પેઢી શુદ્ધ હવા લઈ શકે તે માટે આ 8 વર્ષની છોકરી અત્યાર સુધીમાં 51,000 વૃક્ષો વાવી ચૂકી છે

ગ્લોબલ વોર્મિંગના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોમાં એક 8 વર્ષની ભારતીય બાળકી છવાયેલી છે. આ બાળકીનું નામ લિસિપ્રિયા કંગુજમ છે. હેરાન કરનારી વાત છે કે આ 8 વર્ષની બાળકી એક ખૂબ જ મોટું પ્રશંસાનું કામ કરી ચૂકી છે. લિસપ્રિયા 8 વર્ષની ઉંમરમાં જ 51,000થી વધારે છોડ રોપી ચૂકી છે. લિસપ્રિયાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી […]

ક્યારેય નાપાસ નહીં થનાર એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા બાદ IASમાં ટોપ કરનાર દાહોદ કલેક્ટરની રોચક સ્ટોરી

5 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ સફળ થવા માટેના અથાગ પ્રયત્નોમાં લાગેલા છે, તો કેટલાંકને વાંચન સાથે શું થશે તેવા વીચારો પણ કરી રહ્યા છે. પરીક્ષા આપતા પહેલાં પરિણામની ચીંતા વધુ ગંભીર છે. કારણ કે,શાળાની પરીક્ષાનું પરિણામ જ તમારૂ ભવિષ્‍ય નક્કી નથી કરતું. અહીં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જેમની માર્કશીટમાં […]

અમદાવાદની શ્રીગણેશ વિદ્યાલયની અનોખી પહેલ: માત્ર બે દીકરી ધરાવતા પરિવારને બાળમંદિરથી ધોરણ-8 સુધી 50 ટકા ફી માફ કરવામાં આવશે

કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશને આગળ ધપાવવાના ભાગરૂપે નિકોલના શ્રીગણેશ વિદ્યાલયે માત્ર બે દીકરી ધરાવતા પરિવાર માટે અનોખી પહેલ આદરી છે. જો બંને દીકરી સ્કૂલમાં ભણતી હોય તો બાળમંદિરથી માંડી ધોરણ-8 સુધીની 50 ટકા ફી સ્કૂલનું ટ્રસ્ટ ભરશે. સ્કૂલ સત્તાવાળાઓએ કરેલી નવતર, પહેલનો અમલ નવા શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે. નિકોલ ગામ રોડ પર આવેલ […]

ગોંડલના પ્રકૃતિ પ્રેમી પરિવારે પુત્રીના લગ્નમાં આવેલા ચાંદલાની રકમ વૃક્ષારોપણ, પક્ષી, પ્રાણી સેવામાં વાપરવાનો સંકલ્પ કરીને સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલ હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી અંજલીના શુભલગ્નનો પ્રસંગ આવતા તેમણે અંજલીની ઈચ્છા મુજબ અને પિતા યોગેશભાઈ અને માતા બિંદીયાબેનના માર્ગદર્શનથી લગ્નપ્રસંગે આવેલી ચાંદલાની તમામ રકમ વૃક્ષ વાવેતર, પ્રાણી-પક્ષી, […]

શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી દરિયામાં માર્યો કૂદકો

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી. કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા પોર્ટ પરથી રવાના થઈ રહ્યું હતું તે દરમિયાન 34 વર્ષીય મહિલા શિપમાંથી પડી ગઈ. આ […]

લગ્નના બે જ અઠવાડિયા બાદ પતિ છોડીને ચાલ્યો ગયો, પછી કઠીન પરીશ્રમ કરીને ગુજરાતની આ યુવતી બની IAS અધિકારી

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો… આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા. તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી. તેમના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ નહોતી, તેમ છતાં કઠીન પરીશ્રમનો સામનો કરીને ગુજરાતના સાવરકુંડલાની કોમલ IAS બની […]

બે મહિલાઓએ નોકરી છોડીને માત્ર ત્રણ પશુ સાથે શરૂ કરી ડેરી, આજે મહિને ત્રણ લાખની કમાણી કરે છે

હરિયાણાના હિંસારના આદમપુરમાં રહેતી બે મહિલા અરૂણા અને સુનિતાએ અધ્યાપક અને ખાનગી નોકરી છોડીને પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે. શરૂઆતમાં માત્ર ત્રણ પશુઓથી આ વ્યવસાય તેણે શરૂ કર્યો હતો. આજે બંનેની ડેરીમાં કુલ 80 પશુઓ છે. દુઘની બનાવટ તૈયાર કરીને માર્કેટમાં વેચીને દર મહિને બંને ત્રણથી ચાર લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. સુનિતાએ અન્ય મહિલાઓને […]