Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પત્ની પરીક્ષા આપી શકે એ માટે પતિ નાની દીકરી સાથે 80 કિમીનું અંતર કાપી આવે છે અમદાવાદ, અહીં પતિ દીકરીને બહાર પારણે ઝૂલાવે છે

વડોદરાના રણોલીમાં પોસ્ટ માસ્ટર હાર્દિક સોલંકી પત્ની પાયલને બીએના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા આપી શકે તે માટે પાંચ મહિનાની દીકરીને લઈ 80 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પરીક્ષા આપવા આવે છે. જ્યાં પત્ની પરીક્ષા આપે છે અને પતિ દીકરીને બહાર પારણે ઝુલાવે છે. હાર્દિક સોલંકીએ જણાવ્યું કે, 2017માં મારા પાયલ સાથે લગ્ન થયા પછી સપ્ટેમ્બર 2019માં અમારે […]

મજબૂત મનોબળનો માનવી: ડાકોરના ઉમેશ દેસાઈ 19 વર્ષમાં 2700 વખત ડાયાલિસિસ કરાવી ચૂક્યા છે છતાં પણ રોજ કપાલભાતિના 900 સ્ટ્રોક મારે છે

બંને કિડની ફેઈલ થઈ ગઈ છે એવું સાંભળતાં જ ભલભલા શૂરવીરોના હાંજા ગગડી જાય છે. પરંતુ મજબૂત મનોબળ હોય તો ગમેતેવા વિષમ સંજોગોનો સામનો કરી શકાય છે… કિડની ફેલ્યોરનો પણ… આનું જીવતું ઉદાહરણ છે ડાકોરના 47 વર્ષીય ઉમેશ દેસાઈ ઉર્ફે ગલાભાઈ. બંને કિડની ફેઈલ હોવાને કારણે છેલ્લા 19 વર્ષમાં 2700થી વધુ વખત ડાયાલિસિસ કરાવી ચૂકેલા […]

વડોદરામાં કિડનીની બીમારીથી પીડાતા દિનેશભાઇ પટેલને પત્નીએ પોતાની એક કિડની આપીને આપ્યું નવજીવન

12 માર્ચે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે, કિડની દિવસ પહેલા જ કિડનીના દર્દથી પીડાતા પતિને પત્નીએ પોતાની બે કિડનીમાંથી એક કિડની આપીને જીવનદાન આપ્યું છે. વડોદરા શહેરના ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યાધુનિક લેપ્રોસ્કોપિક ડોન નેફ્રેક્ટોમી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. સતત 3 વર્ષ સુધી દિનેશભાઇએ ડાયાલિસિસ કરાવ્યું વડોદરાના દિનેશભાઇ પટેલ(63) એક […]

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું, પ્રગતીશીલ ખેડૂત તરીકે થયા છે સન્માનિત

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી વિદેશ મોકલી કમાણી કરે છે. તેમણે ખેતી કરવાનું વિચાર્યુ પરંતુ જમીન પર જંગલી બાવળો હતા. […]

માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે ખરેખર જ દીકરો કલેકટર બની ગયો

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી, વ્યસન, બેરોજગારી. મારી માતા મજૂરી કરવા જતી ત્યારે 10 રૂપિયા મળતા. મારી માનું નામ કમલાબેન છે. […]

આદિવાસી મહિલાઓને ‘નાહરી’ ડિશે ચખાડ્યો સફળતાનો સ્વાદ, કરે છે મબલખ કમાણી, ડાંગ ફરવા જાઓ તો અચૂક માણજો ‘નાહરી’ ડિશનો ટેસ્ટ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો

ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા ટૂરિસ્ટ્સ માટે ‘નાહરી’ શબ્દ નવો નથી. આદિવાસી લોકો બપોરના ભોજનને ‘નાહરી’ તરીકે ઓળખે છે. ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ ‘નાહરી’ ડિશનો સ્વાદ માણવાનું ક્યારેય ભૂલતા નથી. નાહરી રેસ્ટોરન્ટમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. આજે આ ‘નાહરી’ રેસ્ટોરન્ટની અનેક બ્રાંચ ખૂલી છે. તેમજ આ રેસ્ટોરન્ટનો એક ટ્રક મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટ પર […]

સખી મંડળની બહેનોએ ટાયરમાંથી ટિપોઈ બનાવીને વેચી, હવે આ બચત મંડળ બન્યું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સખી મંડળ, આ મહિલાઓએ દેશભરમાં વગાડ્યો ડંકો

સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 7 માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની ‘સખીઓ’ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવી હતી. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા 30 જેટલા સ્વ સહાય જૂથોમાંથી આખા ગુજરાતમાંથી એકમાત્ર […]

કેન્સર સામે 6 વર્ષથી લડી રહેલી યુવતીએ જણાવી ‘ગોબર ટ્રીટમેન્ટ’ની ખાસિયત, પર્યાવરણથી અન્ય કોઈને કેન્સર ન થાય તે માટે વાવ્યા 44 હજાર વૃક્ષો

કેન્સરના ગંભીર રોગ સામે હિંમતભેર લડી રહેલી વાપીની સૃચી વડાલીયાએ 6 વર્ષમાં 44000 હજાર જેટલા વૃક્ષો વાવી પોતાને થયેલું કેન્સર અન્ય લોકોને ના થાય તે માટે સતત પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવે છે. કેન્સરની ગંભીર બીમારી સામે સૃચી છેલ્લા 6 વર્ષથી ગીર ગાયના છાણ, મૂત્ર અને કપૂરના લેપનો ઉપચાર કરે છે. જેમાં તેને ખૂબ જ રાહત […]

દંતેવાડામાં 8 મહિનાની ગર્ભવતી કમાન્ડર સુનૈના પટેલ નક્સલીઓ સામે લડી રહી છે જંગ

પ્રેગ્નેંસી સમયે મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ જ્યાં ડૉક્ટરો બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે, તો બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ 8 મહિના પ્રેગ્નેંટ હોવા છતાં ડ્યૂટી કરી રહ્યા છે. એક વખત પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થયો હોવા છતાં સુનૈનાએ તેમની ડ્યૂટીથી પીછેહઠ કરી નહીં. સુનૈના પટેલ ખતરનાક કહેનારા દંતેવાડાના જંગલોમાં નક્સલીઓની સામે જંગ […]

ઊનામાં 7 માસથી કોમામાં શરી પડેલા પિતાની જીંદગી બચાવવા માટે માતા-પુત્રીએ એ રાત દિવસ એક કર્યા

શહેરમાં એક દીકરી પિતાની જીંદગી અને મોતના જંગ વચ્ચે છેલ્લા સાત મહિનાથી હિંમતભેર પિતાની જીંદગી બચાવવા અને પથારીમાં પડેલા પિતાના શબ્દો ‘કેમ છે બેટા’ સાંભળવા રાત દિવસ એક કરી રહી છે. હેમરેજ થઈ જતા પિતા કોમામાં સરી પડ્યાં ઊના શહેરના આનંદ વાટીકા ચોક પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં રહેતા જીતેન્દ્રભાઇ નાથાભાઇ ભટ્ટી ઉ.વ.60 સાત માસ પહેલા કોઇ […]