Browsing category

પ્રેરણાત્મક સ્ટોરી

પડોશણ માટે ભોજન પેક કરતી વખતે આવ્યો ટિફિન સર્વિસ શરૂ કરવાનો આઇડિયા, હવે દર મહિને કરે છે આટલા રૂપિયાનો નફો

આજની કહાની છે દિલ્હીના રહેવાસી હાઉસવાઈફ જિનિષા જૈનની. જિનિષા ભોજન બનાવવાનાં શોખીન છે. તેમણે પોતાના આ શોખને એક પડોશણના કહેવાથી બિઝનેસમાં બદલ્યો. આજે આખા દિલ્હી-એનસીઆરમાં તેમના કિચનની ‘જાયકા ટિફિન સર્વિસ’ પ્રસિદ્ધ છે. દરરોજ 100થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. 3 લાખ રૂપિયા દર મહિને તેમને નફો થઈ રહ્યો છે. એની સાથે જ જિનિષા કેટરિંગનું પણ […]

ઘરમાં કોઈને કહ્યા વિના 12 વર્ષની વયમાં મુંબઈ નાસી આવ્યા, ફૂટપાથ પર રહ્યા, પ્રસાદથી પેટ ભર્યું, લગ્નમાં વેઇટર બન્યા અને પછી ઊભી કરી 40 કરોડની કંપની

રાજસ્થાનના દુર્ગારામ ચૌધરી માત્ર 12 વર્ષની વયમાં ઘરમાં કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગયા હતા. ક્યાં જવું છે, શું કરવું છે, ક્યાં રહેવું છે, એ કંઈ જાણતા નહોતા. બસ, મનમાં એ જ હતું કે કંઈક કરવું છે. 150 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા. આજે બે કંપનીના માલિક છે, જેનું ટર્નઓવર 40 કરોડ રૂપિયાથી વધુ છે. […]

સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રી પારુલ પટેલે શિક્ષિકાની નોકરી છોડી શરુ કર્યો પશુપાલનનો ધંધો, આજે કરે છે લાખોની કમાણી

આણંદ જિલ્લામાં (Anand) સ્ત્રી સશક્તિ કરણના (Women empowerment) ઉત્તમ ઉદાહરણ સાથે પિતા પ્રત્યે પુત્રીનું ઉત્તમ (father-daughter) કર્તવ્ય એક દીકરીએ પૂરું પાડ્યું છે. આણંદ જિલ્લાના આણંદ શહેરમાં રહેતા પારુલ પટેલની (Parul Patel) વાત એવી છે કે તેઓ ધોરણ 6માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના સગામાં થતાં ફૂવા હર્ષદ પટેલે તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યા હતા. હર્ષદભાઈએ […]

8 પાસ મહિલા સરપંચે ગામની મહિલાઓ માટે કર્યું એવું કામ કે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા, દીકરીઓ અને મહિલાઓ માટે નવી પહેલ શરૂ કરી

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની નવી ભીલડી ગ્રામ પંચાયત (Bhildi Gram Panchayat)ના 8 પાસ મહિલા સરપંચ (Women Sarpanch)એ ગામના ભંડોળમાંથી ઉભી કરેલી ગામની મહિલાઓ માટેની અનોખી યોજના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા […]

રસ્તા પર રઝળતાં નિરાધાર વ્યક્તિઓ અને વિધવા મહિલાઓનો આધાર બન્યાં અલ્પા પટેલ, તેઓએ 300થી વધારે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરાવવાનું સેવાભાવી કાર્ય કર્યું છે

આઝાદી મેળવવાની લડતમાં લખેલા ભીંત સૂત્રો હજુ મકાનોની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલ નગર ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતદેહોના અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે તેઓએ 311 મૃતદેહોના અગ્નિ સંસ્કાર કર્યા છે. આણંદ જિલ્લામાં મળી આવતા અજાણી વ્યક્તિઓના મૃતદેહનો પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેને મૃતદેહને સ્વાકારીને પુરી વિધિ […]

પર્યાવરણ બચાવવા ચાર મહિલાઓની અનોખી પહેલ: રૂપિયા ભેગા કરીને શરૂ કરી ‘વાસણ બેંક’, ફેમિલી ફંક્શનમાં પ્લાસ્ટિક વેસ્ટ ના થાય એ માટે ફ્રીમાં આપે છે સ્ટીલનાં વાસણો

ભોપાલમાં ચાર મહિલાઓ ઈલા મિડ્ઢા, શ્વેતા શર્મા, સ્મિતા પટેલ અને ડૉ. મધુલિકા દીક્ષિતે ભેગા મળીને વાસણ બેંક બનાવી છે. તેમનો હેતુ પર્યાવરણમાં સંતુલન રાખવા માટે પ્લાસ્ટિક અને ડિસ્પોઝલ થાળી-ગ્લાસનો ઉપયોગ ના કરવાનો છે. આ હેતુ માટે તેઓ ધાર્મિક, સામાજિક અને પરિવારના કોઈ ફંક્શનમાં વાસણો મફત આપે છે. આ વાસણોનો હિસાબ પણ મેન્ટેઇન રાખવામાં આવે છે. […]

પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ઘરે જ શરૂ કર્યું મસાલા પેક કરવાનું કામ, હવે દર મહિને કમાય છે 45 હજાર રૂપિયા

જયપુરના અમિત કુમાર પારીકની પાસે કોઈ કામ ન હતું. દિવસ-રાત એક જ વાત વિચારતો કે એવું શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય. બાજુમાં જ પવન પારીકની દુકાન હતી. તેમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈને અમિતે અનેક વખત પવનને કહ્યું હતું કે યાર, હું આનું માર્કેટિંગનું કામ શરૂ કરી લઉં. તેઓ યુટ્યૂબ […]

સુરતમાં બિલ્ડર પ્રકાશ ભાલાણીની અનોખી પહેલ: 42 ફ્લેટ વગર ભાડે રહેવા આપ્યા, કોરોનાને કારણે વતન જવા માંગતા પરિવારોને અટકાવી 90 ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું

એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે […]

સરકારની સહાય વગર જ ગુજરાતનું આ ગામ બન્યું આદર્શ ગામ, રિવરફ્રંટથી લઇ બ્રિજ, ક્રીડાંગણ અને જિમ જેવી તમામ સુવિધાઓથી સજ્જ

સરકારની સહાયની દરકાર રાખ્યા વિના પણ ગામનો વિકાસ થઇ શકે આવું શક્ય છે? એનો જવાબ છે હા… મહેસાણા જિલ્લાના મક્તુપુરના રહેવાશીઓના અનોખા અભિગમે ગામને સ્વર્ગ સમાન બનાવી દીધું છે. અજય ગોલ્ડન બ્રિજ, ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન અને જિમ, મેનાબા પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય, નિલેશ ક્રીડાંગણ, પશાભા પથ અને તળાવને કાંઠે તૈયાર થતું દત્ત મંદિર આ કોઇ […]

એન્જિનીયરીંગ કરીને સરપંચ બનેલી આ દીકરીએ આખા ગામનું ચિત્ર બદલી નાખ્યું, શેરીઓમાં CCTV અને સોલર લાઈટ્સ લગાવડાવી, ઠેર ઠેર વોટર કુલર લગાવડાવ્યા

હરિયાણાના કૈથલ જિલ્લામાં એક ગ્રામ પંચાયત છે કકરાલા-કુચિયા. બે ગામ મળીને બનેલી આ પંચાયતમાં લગભગ 1200 લોકો રહે છે. કહેવા માટે તો કકરાલા અને કુચિયા બન્ને ગામ જ છે, પણ તે ઘણી વાતોમાં શહેર કરતા ઘણા આગળ છે. અહીંયા શેરીએ શેરીએ CCTV કેમેરા લાગેલા છે, સોલર લાઈટ્સ છે, વોટર કુલર છે, લાઈબ્રેરી છે. આટલું જ […]