Browsing category

ધાર્મિક

ભાદરવી પૂનમ સાથે જ થઇ જશે શ્રાદ્ધપક્ષનો પ્રારંભ, ક્યાં દિવસે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું, આ રીતે જાણો, શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે

ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. […]

બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના વિદ્યાર્થીઓ મંદિરમાં થતાં સમારંભોમાં સેવા આપતા હોય છે. 30 ફીટ ઊંચા ગોપુરમ ઉપર પંચમુખી ગણેશ વિરાજીત છે- મંદિરના 30 ફીટ […]

અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે જાણો વિગતે.

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યે કરેલી ભગવતીની સ્તુતિ તથા પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે. છેક પુરાણોથી લઈને […]

700 વર્ષથી ઈન્ડોનેશિયામાં ભભૂકતા જ્વાળામુખીના મુખ પર બિરાજેલા છે વિઘ્નહર્તા ગણેશ

આ તસવીર જ્વાળામુખી માઉન્ટ બ્રોમોના મુખ પર બિરાજેલા વિઘ્નહર્તા ગણેશની છે. આ વિસ્તારમાં 141 જ્વાળામુખી છે, જેમાંથી 130 હજુયે સક્રિય છે. પૂર્વ જાવાનો માઉન્ટ બ્રોમો તેમાંનો જ એક છે, જે હજારો વર્ષોથી આ જ રીતે ભભૂકી રહ્યો છે. આ પહાડ પર 2329 મીટરની ઊંચાઈએ લાવા પથ્થરોથી બનેલા ગણેશની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરાઈ હતી. […]

સબ દર્દોં કી એક દવા – ‘ભગવાન ભજી લેવા’ – સ્વયંપ્રકાશદાસ (પૂજ્ય ડૉક્ટર સ્વામી)

સંસ્કૃતમાં એક પ્રચલિત સુભાષિત છે : ‘શતં વિહાય ભુક્તવ્યં સહસ્રં સ્નાનમાચરેત્‌, લક્ષં વિહાય દાતવ્યં કોટિં ત્યકત્વા હરિં ભજેત્‌…’ સો કામ મૂકીને જમી લેવું, હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું જોઈએ. કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવા. કબીરજી જીવનનું લક્ષ્ય બંધાવતાં કહે છે : ‘કબીર કહે કમાલકું, દો બાતે શીખ લે; કર સાહેબ કી બંદગી, ઔર […]

સંપ – સુહૃદભાવ અને એકતાનું મહત્વ. લેખક: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ

યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે. સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. છતાં આ જીવનમંત્રના અભાવે ઝઘડા થાય છે. ભારત ઉપર પરદેશી શાસન વર્ષો સુધી રહ્યું તેનું મૂળ કારણ કુસંપ-એકતાનો અભાવ. આજે માનવ ચંદ્ર સુધી પહોંચ્યો પણ એક માનવ બીજા […]

એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા

શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આવું જ એક મંદિર સ્થિત છે મધ્યપ્રદેશના ઇન્દોર પાસે સાંવેરમાં. સાંવેરના આ મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા સ્થિત છે. તેને […]

દશામાંના વ્રતની વિધિ અને વાર્તા

દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવ પૂજન કરે છે, એટલું જ નહીં […]

શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મળે છે કન્યાદાન કર્યાનું ફળ, સાથે શિવજીને પ્રિય 11 વસ્તુ વિશે જાણો

શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. શા માટે શિવજીને આ 11 વસ્તુ પ્રિય છે તે વિશે જણાવી રહ્યા છે જ્યોતીન્દ્ર અજવાળીયા. શિવજીને પ્રિય 11 વસ્તુ 1. જળ: ભગવાન […]

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો

આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં અનેક ગુરુ વિશે દર્શાવવામાં આવ્યું છે. જાણો એવાં જ 6 મુખ્ય ગુરુઓ વિશે જેમને […]