Browsing category

તહેવાર

માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું

માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે રસોઈઘરમાં ચુલા વગેરેનું પૂજન કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય અન્ન અને ધન-ધાન્યની ખોટ નથી રહેતી. આમ તો અન્નનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ, પરંતુ આ દિવસે ખાસ […]

દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં […]

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને પ્રાપ્ત થયો હતો, જાણો કેટલીક રોચક વાતો

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રનું મેદાન ગીતાની ઉત્પત્તિનું સ્થાન છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતના 30 વર્ષો પહેલાં જ ગીતાનો […]

કરવા ચોથ વ્રતનું મહત્વ જાણો, આ વ્રતમાં ચંદ્રદેવની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની […]

રક્ષાબંધન: ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો.. શહીદે લખ્યું- હું હંમેશા માટે જીવવાનો છું

1947 પછી આ ફક્ત ચોથી વાર છે, જ્યારે 15 ઓગસ્ટે રક્ષા બંધન પણ છે. દર 19 વર્ષે આ રીતે બંને પ્રસંગની તારીખ એક હોય છે. આજે વાંચો બે ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો… અશફાક ઉલ્લા: ફાંસીના 3 દિવસ પહેલાં દોસ્ત સચિન્દ્રનાથ બક્ષીની બહેનને પત્ર લખીને કહ્યું- હું હીરોની જેમ મરી રહ્યો […]

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હિન્દુ ધર્મના 6 મુખ્ય ગુરુઓ અને તેમનાં પ્રેરક પ્રસંગો

આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં અનેક ગુરુ વિશે દર્શાવવામાં આવ્યું છે. જાણો એવાં જ 6 મુખ્ય ગુરુઓ વિશે જેમને […]