Browsing category

ટ્રાવેલ

ગુજરાતની ઓળખમાં વધારો કરનાર આ 5 વડલાઓ અને તેમની ખાસિયત વિશે જાણો, અચૂક લેજો મુલાકાત

ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, અને તેમાના કેટલાક તો તેની શાનમાં વધારો કરે છે. તેઓ તેની અલગ જ ખાસિયત ધરાવે છે અને સાથે તે ખાસ કરીને પોતાના માટે જ જાણીતા છે. આજે અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતમાં આવેલા વડલાઓની. અને તે શા માટે જાણીતા છે તે વિશે. ગુજરાતમાં ખાસ છે આ વડલાઓ શાસ્ત્રોમાં […]

ગુજરાતથી નજીક આવેલ રાજસ્થાનની આ 6 જગ્યાઓ તમે નહીં જોઈ હોય, એકવાર અચૂક લેજો મુલાકાત

આપણે ગુજરાતીઓ રજાઓમાં રાજસ્થાન જવું પસંદ તો કરીએ છીએ પરંતુ આપણે આબુ થવા ઉદેપુર એમ બે જ સ્થળોએ વારંવાર જઈએ છીએ. તો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ રાજસ્થાનના 6 એવા ફરવાલાયક સ્થળો જે ગુજરાતથી નજીક છે અને ત્યાં ફરીને તમે કોઈ નવા સ્થળે ગયા હોવાનો આનંદ મેળવી શકો છો. તો આ નવરાત્રી દિવાળીની રજાઓમાં આ […]

રાતના અંધારામાં ચમકવા લાગે છે ગોવાનું આ જંગલ, ફરવા જાવ ત્યારે ખાસ લેજો મુલાકાત

સાંજે સૂરજ ઢળે એટલે મોટામોટા શહેરોમાં લાખો આર્ટિફિશિયલ લાઈટ્સ ચમકી ઊઠે છે અને અંધારાને દૂર ભગાડી મૂકે છે. આથી સૂર્યાસ્ત પછી પણ માણસોનું જીવન જેમ ચાલતું હોય તેમ ચાલ્યા કરે છે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ છે જે રાત્રે ચમકે છે પરંતુ તેના માટે કોઈ આર્ટિફિશિયલ લાઈટની જરૂર નથી. પશ્ચિમ ઘાટના વિસ્તારમાં બાયો-લ્યુમિનિસન્ટ ફંગસ […]

ભારતના આ કિલ્લા પરથી દેખાય છે પાકિસ્તાન, તેની સુંદરતા જોઇને કહેશો વાહ! ચામુંડા માતાએ યુદ્ધ દરમિયાન કર્યું હતું રક્ષણ

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને મહારાજાઓએ શાસન કર્યું છે. આમાંના ઘણાએ ભારતને લૂંટી લીધું પણ પોતાની નિશાન છોડવા અને સલામત રહેવા માટે પોતાની રીતે કિલ્લાઓ પણ બનાવ્યા. જે આજે પોતાનામાં ખૂબ જ વિશેષ છે જો તમે ઇતિહાસને નજીકથી જાણવા માંગતા હોવ તો આ સ્થાન તમારા માટે અને બાળકો માટે ખૂબ સારું […]

પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ છે ગુજરાતનું રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, જાણો કેવી રીતે જશો અહીં

વડોદરાથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસતી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પૂર્વમાં આવેલ છે. અગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હકૂમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભાળતા હતા. ત્યાર બાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર ‘શિકાર માટે અનામત’હેતુ અર્થે […]

શિયાળામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત એકવાર અવશ્ય લેજો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે કારણ કે ઉનાળામાં અહીં પુષ્કળ ગરમી પડે છે. તો રાજસ્થાન જવાનો […]

ગોવા ભૂલાવે તેવો છે ગુજરાતનો આ દરિયા કિનારો, વિદેશના બીચને પણ ટક્કર મારે એવો છે આ બીચ, જાણો ક્યાં આવેલો છે?

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી […]

અમદાવાદ, વડોદરા અને સુરતથી એક-બે દિવસના પ્રવાસ માટે બેસ્ટ છે આ જગ્યા, જાણો વિગતે..

મોટાભાગના લોકોના ઘરે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જો કામધંધા કે નોકરીમાં લાંબી રજાઓ પાળી શકો તેમ ન હોવ તો એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી. વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે આવેલ શૂલપાણેશ્વર મહાદેવના […]

ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન પાસે જ આવ્યું છે હનુમાનજીનું જન્મસ્થળ, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

શાસ્ત્રોમાં તો હનુમાનજીના જન્મસ્થળ અંગે અનેક ભિન્ન ભિન્ન મત જોવા મળે છે અને તેના આધારે દેશમાં જુદી જુદી જગ્યાએ હનુમાનજીના જન્મ અંગે દાવા કરવામાં આવે છે. જોકે આ બધામાં સૌથી વધુ જેને સમર્થન મળ્યું હોય તેવી એક જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલી છે. ગુજરાતાના ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન નજીક આવેલ આ પર્વતને હનુમાનજીના માતા […]

સ્વિત્ઝરલેન્ડને પણ ટક્કર મારે એવી છે ભારતની આ જગ્યાઓ, ગરમીથી કંટાળ્યા હોવ તો ફરી આવો આ સ્થળો પર

ઉનાળું વેકેશનની ગરમીથી ત્રાસી ગયા હોવ તો ઓછા બજેટમાં કેટલીક એવી પણ જગ્યાઓ છે જે ખરેખર માઈન્ડ ફ્રેશ કરી દેશે. ઉત્તરાખંડ ટ્રેકિંગ અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. પણ અહીં કેટલાક એવા પણ સ્થાન છે જે ખરા અર્થમાં શાંત અને આનંદદાયક છે. અહીં વધુ પડતી ભીડ પણ નથી અને કોઈ ખોટો શોરબકોર પણ નથી. એટલે […]