Browsing category

ખેડુ

ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..

જૂનાગઢના ખેડૂતે ખેતી વિષયક અત્યંત ઉપયોગી માહિતી આપી છે, તેણે એક ડિકમ્પોઝ બનાવ્યુ છે. જે દરેક ખેડૂતને કામ આવે તેવી છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ ડિકમ્પોઝ. પહેલા એક બેરલમાં 200 લીટર પાણી ભરો, તેમાં બે કિલો ગોળ ઉમેરો. ગાઝિયાબાદ યુનિવર્સિટીએ શોધેલ ડિકમ્પોઝમાંથી એક ચમચી લઈ આ મિશ્રણમાં ઓગાળો. ત્યાર બાદ આ બેરલને […]

ઔષધીયોની ખેતી કરતાં ધોરાજીના હસમુખભાઈ હિરપરા તુલસી અને ફુદીનાનો વેચી મણના 1500 રૂ. કમાય છે

ધોરાજીના ખેડૂતે ઓષધીય તથા સુગંધીત પાકોની ખેતીથી સફળતાના શિખરો સર કર્યા છે. ધોરાજીના ખેડૂત હરસુખભાઇ હિરપરા પોતાની ખેતીની જમીનમા છેલ્લા ઘણા વર્ષોથી ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી કરી પ્રગતીના પંથ સર કરી ગયેલા છે. ત્યારે ધોરાજીના આ પ્રગતીશીલ ખેડૂત બીજા ખેડૂતોને આ મુલ્યવર્ધક ખેતીમા જોડાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. ખેડૂત હરસુખભાઇએ જણાવ્યુ હતુ કે […]

ખેડૂતોને આ ખેતી ઓછા ખર્ચે કરાવશે અધધ… કમાણી

અમે તમને એક એવી ખેતી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી ઓછા ખર્ચે વધુ કમાણી થઈ શકશે.  અમે વાત કરી રહ્યાં છીએ ફણસની ખેતીની… ખેડૂત વર્ગ અને નોકરિયાત વર્ગ કે જે ખેતી કરવા ઈચ્છતા હોય અને તે પણ મજૂરી અને નહીંવત ખર્ચ અને લાબાં સમય સુધી આવક રળી આપતાં આ ફણસની ખેતી તેમને ફાયદાકારક નિવડી […]

ખેતીના પાકમાં લશ્કરી ઈયળનાં ઉપદ્વવથી કઇ રીતે બચશો?

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પહેલા ભારે વરસાદના કારણે આવેલી આફત નડી અને હવે ખેતીના પાકમાં લશ્કરી ઇયળ આફત બનીને ત્રાટકી છે. પુંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક પર જોવા મળતી જીવાત છે. કર્ણાટકમાં વર્ષ: ૨૦૧૮ માં મકાઇના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ખેતીવાડી ખાતા અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ગુજરાતમાં પણ […]

દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા

ગુજરાતમાં હાલ વરસાદની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો મુંઝવણમાં છે. એવામાં ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં હતી, પરંતુ હાલ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું વીંઝલપર ગામ હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે અહીં એક ખેડૂતની વાડીમાં 64 ઇંચ લાંબા ઘીસોડા ઉગ્યા છે. કિંજલ […]

ભૂગર્ભ ટપક સિંચાઈની પદ્ધતિ થકી 50 ટકાથી વધુ પાણીનો બગાડ થતો બચાવી શકાય છે

શું ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરીને ખેતીની આવક વધારવા માટેનો કોઈ ઉકેલ છે અથવા નવા રસ્તાઓ છે ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને, એક્ઝા-ગ્રીન સોલ્યુશન્સ લિમિટેડ નામની એક ખાનગી કંપનીના કારોબારી સંચાલક રિશબ એસ દ્વારા ઊંડા મૂળિયાં માટે કરાતી ટપક સિંચાઈ માટેના એક ઉકેલ તરીકે ઓળખાતી એક નવી પદ્ધતિ જાણવા મળી છે. આ પ્રકારે સિંચાઈ કરવાથી […]

લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુના દ્વારા પાકની રોનક બદલતા ભરતભાઇ પરસાણા

રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા છેલ્લા 15 વર્ષથી પોતાના 60 વીઘાના ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના અનેક અખતરા કરે છે. જે અખતરાનું પરિણામ સારૂ મળે છે એવા અખતરા બીજા ખેડૂતો અપનાવે એ દિશામાં પણ તેઓ પ્રયાસ કરે છે. ભરતભાઇએ મગફળી અને જુવારમાં લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુનાના ઉપયોગથી સારો […]

આણંદના 11 ખેડૂતો સૂર્યશકિતથી સિંચાઇના પર્યાવરણ રક્ષક માર્ગે વળ્યા

સૂરજને ધરતી પર ઉતારવો અસંભવ કાર્ય છે, પરંતુ ટેકનોલોજીની મદદથી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાનકડા મુજકુવા ગામના ખેડૂતોએ સૂરજને ધરતી પર ઉતારી સૂર્ય શકિતને નાથીને સિંચાઇનો પર્યાવરણ રક્ષક માર્ગ અપનાવ્યો છે. આંકલાવ તાલુકાના મુજકુવા ગામના 11 ખેડૂતોએ મુજકુવા સૌર ઊર્જા સહકારી મંડળીના માધ્યમથી પોતાના ખેતરોમાં સોલર પ્રોજેકટ સ્થાપીને પોતાના ખેતરમાં જ ઉત્પાદિત સૂર્ય વીજળીથી સુવિધાજનક […]

જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

બેડી યાર્ડમાં સોમવારે લસણ પાણીના ભાવે વેચાયું હતું.ખેડૂતોને 1 કિલોના માત્ર 75 પૈસા જ મળ્યા હતા.પૂરતા ભાવ નહીં મળનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અત્યાર સુધીમાં પ્રથમ વખત લસણની સાવ નજીવી કિંમત ઉપજી છે.યાર્ડમાં લસણ નહીં લાવનાર ખેડૂતોને ખર્ચના પૈસા પણ મળ્યા નથી.છેલ્લા કેટલાક વખતથી લસણના ભાવ નીચા જઈ રહ્યા છે. ઉત્પાદન વધારે છે અને સામે […]

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’ મશીન

મગફળી પકવતા હજ્જારો ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો થશે અને ખેડૂતો ખેતરમાંથી ઝડપથી મગફળી ઉપાડી શકશે. મગફળીની ખેતીમાં આઉટપુટ કોસ્ટ ઘટશે. જૂનાગઢ જિલ્લાના […]