Browsing category

ખેડુ

લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી

ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો. અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે ટ્રેનિંગ….. – રાઘવ 3 વર્ષથી પોતે ખેતી કરવાની સાથે અન્યને પણ ઓર્ગેનિક ખેતીની પ્રેરણા આપે છે. – […]

ડીસા: શક્કર ટેટી દુબઈવાસીને દાઢે વળગી, 1 લાખના રોકાણ સામે થશે 23 લાખની કમાણી

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના એક ખેડૂતે સાત વિઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વિઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ દુબઇવાસીઓને ડીસાની ટેટી મીઠી લાગી રહી છે. ખેડૂતે કર્યો માત્ર ધોરણ 7 […]

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે. ફાચરિયા […]

સુકી ખેતી (Dry Farming)

ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં ઉત્પાદન ટકી રહેતું નથી. સૂકી ખેતી (Dry farming) વિસ્તારમાં ક્ષેત્રપાક વ્યવસ્થાનો […]

ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય

આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ અને હોશિયારીથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. જે હાલ ખૂબજ ચર્ચામાં […]

આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળે છે. કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે. સુરતના […]

નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના […]

મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી હતી. જગતનો તાત હવે ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને પોતાની આવક વધારી રહ્યો છે. મહેસાણાના વિજાપુરના રામપુર કોટ ગામના […]

તડબૂચ ઉગાડી મહિલાએ 70 દિવસોમાં કરી 75,000 રૂપિયાની કમાણી

મહેનતનું ફળ મીઠું હોય છે, તેની સાબિત કરી બતાવ્યું છે એક મહિલા ખેડૂતે. આ ગરમીની ઋતુમાં લાલ અને મીઠાં તડબૂચ લોકોને ઠંડક તો આપે જ છે, પણ ખૂડત પરિવારનું નસીબ પણ બદલી નાખે છે. મધ્યપ્રદેશના રાજપુર તાલુકાના ગામ અકલબરાની મહિલા ખેડૂતે સ્વસહાયતા ગ્રૂપ સાથે મળીને તડબૂચની ખેતી કરી અને 70 દિવસોમાં જ લગભગ 75 હજારનો […]

આ ખેડૂતે એક જ આંબા પર ઉગાડી 18 પ્રકારની કેરી, આ ટેક્નિકનો કર્યો ઉપયોગ

ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં રહેતા હાજી કાલીમુલ્લા ખાનને મેંગો મેન કહેવામાં આવે છે. તેમણે એક ઝાડ પર 300થી વધારે પ્રકારની કેરી ઉગાડવાનું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ માટે તેમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકારનું કારનામું હૈદરાબાદના એક ખેડૂતે પણ કરી બતાવ્યું છે. કૃષ્ણા જિલ્લાના વદલામાનું ગામના 24 વર્ષીય ખેડૂત કુપ્પાલા રામ […]