Browsing category

ખેડુ

ભૂતકાળ બની ગયેલી ખેતી આ પટેલ ખેડૂતે રાખી જીવંત, હવે કરે છે લાખોની કમાણી

મેંદરડા તાલુકાનાં અંબાળા ગામના ખેડૂત કાનજીભાઇ ગોવીંદભાઇ શીંગાળાએ ભૂતકાળ બની ગયેલી ખેતી કે પછી કોઈ ન કરે તેવી ખેતી કરવાનો વિચાર મુર્તીમંત કર્યો, સરકારી સહાય કે અન્ય સહાય વિના આ ખેતી દ્વારા સારી એવી કમાણી કરનાર મેંદરડા તાલુકાના અંબાળા ગામના ખેડુત કાનજી ગોવિંદ શીંગાળાએ તેમના ધર્મચારીણી જયશ્રીબેન સંગાથે મલ્ચીંગ પ્લાન્ટથી બે વિઘામાં ઉનાળુ કોઠીંબાનું વાવેતર […]

એક ઝાડથી મળે છે 1 ક્વિન્ટલ જામફળ, ખેડૂત આવી રીતે કરી રહ્યો છે લાખોની કમાણી

અહીંના ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી છે. આ ખેતીમાં તેની આવક પાચ ગણી વધી ગઈ છે. અનિલ પાસે બે હેક્ટર જમીન છે. જેમાં તેમણે જામફળના 120 ઝાડ લગાવ્યા છે. એક ઝાડ વર્ષભરમાં લગભગ એક ક્વિન્ટલ જામફળ આપે છે. – અનિલ કુમારે જણાવ્યું હતું કે, તે 2002થી […]

ઓર્ગેનિક પદ્ધતિ થકી ખેડૂતે કરી કમાલ, કર્યું 1 કિલોના જામફળનું વાવતેર

હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે જિલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે, તેમજ અવનવા પ્રયોગ કરીને ખેતીમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવક મેળવે છે, જે હાલમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી દશ વિઘા જમીનમાં એક કિલોના જમ્બો જામફળનુ ખેડૂતોએ વાવેતર કર્યુ છે, જેની દેશના અન્ય રાજ્યોમાં ખૂબ જ સારા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ જમ્બો જામફળના વાવેતર વળ્યા છે. હળવદ […]

ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ પડોશી રાજ્યમાં ગુંજતું કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો પયૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે બનાસકાંઠાના ખેડૂતો બટાકા, […]

ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત થયા છે. પર્યાવરણને નુકસાન કરતી વિજળી ખૂબ જ મોંઘી પૂરવાર થતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સસ્તી વિજળી […]

આ ખેડૂત દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે

હળવદ તાલુકાની બંજર જમીન પર થતી પાકની ક્વોલટી ઝાલાવાડ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પ્રચલીત થઈ ચુકી છે. ત્યાર બાગાયત પાક ગણાતા દાડમના પાકનુ વાવેતર પાછલા ત્રણ ચાર વર્ષથી ઉતરોત્તર વધી રહ્યું છે. એક તબક્કે પાછલા વર્ષ હળવદના ક્વોલટી સફળ દાડમ સાત સમુંદર પાર પણ ગયા હતા. અને આજે પણ હળવદ ના દાડમની માંગ દેશના વિવિધ રાજ્યોમાં […]

ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક) ખેતીમાં ઝંપલાવ્યું ખેતી અને જોડે થોડું પશુપાલનનું પણ કરી રહ્યા છે. આમ ખેડૂતે સરકારી નોકરી છોડી ખેતીને પસંદ […]

ડોક્ટરે ઓર્ગેનિક ખેતીથી મેળવ્યું ખારેકનું મબલખ ઉત્પાદન, US, લંડન મોકલશે

જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફે વળવા માર્ગદર્શન આપી રહ્યા છે. ખારેકના મબલખ પાક પાકશે ત્યારે તેઓ અમેરિકા અને લંડન સહિતના દેશોમાં મોકલશે. જામકંડોરણાના બોરીયા ગામના તબીબ ડો.હરદાસભાઈએ પોતાના ખેતરમાં ખારેકની ઓર્ગેનિક ખેતી કરી મબલખ કમાણી કરીને અન્ય ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા માટે પ્રેરણા […]

ખેડૂતોએ ભંગારમાંથી રિક્ષાનું એન્જિન ખરીદી બનાવ્યું આંતરખેડ મશીન

મહેસાણા: કડી તાલુકાના કુંડાળ ગામના ખેડૂતોએ 6 વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં મોંઘી મશીનરી જોઇ નિરાશ થવાની જગ્યાએ તેના ફોટો પાડી તેની ટેકનિક બરાબર સમજી ઘરઆંગણે ત્રીજા ભાગના ખર્ચમાં ભંગાર સામગ્રીમાંથી નવી મશીનરી બનાવી રોજબરોજની ખેતીને લગતી કામગીરી સાવ સરળ બનાવી દીધી છે. કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોને આંતરખેડનું મશીન પસંદ આવ્યું હતું. […]

ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન

જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે. એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા આંબા માત્ર 100 થી 120 તથા હતા આ નવી ટેકનીક વાળી આંબાની ખેતીમાં 200 ઝાડ કેરી આપી […]