Browsing category

ખેડુ

ઇઝરાયલની આ ટેકનિકથી મેળવો 100 ગણો પાક, કરોડો રુપિયાની થશે આવક, હાલમાં મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે સફળ પ્રોજેક્ટ, જાણો વિગતે

વૈશ્વિક સ્તરે વધતી જતી વસ્તીને લીધે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેની સીધી અસર ભારત જેવા ખેતીપ્રધાન દેશ પર પડી રહી છે. વર્તમાન પરિસ્થિતિને જોઇને ઇઝરાયલે ખેતી માટે ખાસ ટેકનિકને વિકસાવી છે. જેનું નામ છે વર્ટિકલ ફાર્મિંગ. જેનો અર્થ થાય છે અનેક લેયરમાં ખેતી કરી, પરંતુ જમીન પર નહીં. જમીનની ઉપર. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

રાજકોટના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝ: ખેતી માટે એક એવું મશીન બનાવ્યું કે ગુજરાત સરકારે નોંધ લીધી, સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત કરાયા

ઉપલેટાના મોટી પાનેલીના ખેડૂતની કોઠાસૂઝથી ખેતરમાં દવા છાંટવાની લારી બનાવી છે ત્યારે આ દવા છંટકાવ કરવાના મશીન બનાવવાને લીધે તેમને સરદાર પટેલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ખેડૂતને સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ ખેડૂત સન્માનનિધિ કાર્યક્રમ અંતર્ગત ધરતી પુત્રની અલગ-અલગ કામયાબી બદલ ખેડૂતોનું સન્માન […]

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો દર વર્ષે સવા કરોડની કમાણી કરશે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા કરોડની કમાણી કરશે. અવારનવાર ખેતીમાં નવું સાહસ કરવા માટે ટેવાયેલા ખેડૂતે જણાવ્યું હતું કે સાહસ વગર […]

ગુજરાતના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, સફળ પણ થયા.

સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5 થી 7 ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા […]

ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધતા માણાવદરના ખેડૂતને મળી ઓર્ગેનિક ખેતીની કિંમત, સીંગતેલનો ડબ્બો 3500 રૂપિયામાં વેચ્યો

વજશીભાઈ કરંગિયા: અમારૂ ગામ માણાવદર તાલુકાનું દેશીંગા. આ વખતે મારી જેમ ગાય આધારિત ખેતી કરતા ગ્રુપના ખેડૂતમિત્રોને ઓર્ગેનિક સીંગતેલના એક ડબ્બાના 3500 રૂપિયા મળ્યા, એમ વર્ષોથી આ ગામની ગાય આધારિત ખેતી કરીએ છીએ, એવું નું કહેવું છે. સીંગતેલના ડબ્બે 3000 રૂપિયા તો ગયા વર્ષે મને મળ્યા હતા, એમ તેઓ વધુમાં જણાવે છે. વજશીભાઈ કહે છે, […]

ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ! ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી પોતાના ખેતરમાં ઉગાડી

સામાન્ય રીતે સ્ટ્રોબેરી (Strawberries) ઠંડા પ્રદેશમા (Cold region) થતી હોય છે. તો ખાસ કરીને ભારતમા (India) મહાબળેશ્વરની (Mahabaleshwar) સ્ટ્રોબેરી ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે રાજકોટ જિલ્લાના (Rajkot district) એક પ્રગતિશીલ ખે઼ડૂતે (Dynamic farmer) ગોમટા ગામે (Gomata village) મહાબળેશ્વર જેવો માહોલ બનાવ્યો છે. લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી જોઈને આપના મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહિ સ્ટ્રોબેરીના […]

કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું, પ્રગતીશીલ ખેડૂત તરીકે થયા છે સન્માનિત

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી વિદેશ મોકલી કમાણી કરે છે. તેમણે ખેતી કરવાનું વિચાર્યુ પરંતુ જમીન પર જંગલી બાવળો હતા. […]

પાકમાં થતા કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં 1000ના ભાવે મળતા જંતુનાશકની જગ્યાએ કોઈ પણ જાતના ખર્ચ વગર બનાવો છાશની દવા, જાણો વિગતે

ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના […]

માટીના ઉપયોગ વગર ઈઝરાયલી પદ્ધતિથી રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત, જાણો વિગતે

શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા માટે પહેલાના સમયમાં ખેતરનો એકાદ ભાગ અલગ રાખવામાં આવતો હતો. જેમાંથી તંદુરસ્ત રોપા તૈયાર કરી તેની ફેરરોપણી કરવામાં આવતી હતી. પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે હવે ઓફ સિઝનમાં એડવાન્સમાં ધરુ તૈયાર […]

પાંચપીપળી ગામના ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ, એમના માંથી 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકર જમીનમાં ખેતી કરી

ગુજરાતના છેવાડાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યભરમાં ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકરમાં જમીનમાં ખેતી કરી છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી […]