Browsing category

કોરોના વાયરસ

ગુજરાતી જાંબાઝ લેડી પાયલોટ સ્વાતિ રાવલ, ઈટાલીમાં કોરોનાના ભયથી ફસાયેલા 263 ભારતીયોને હેમખેમ પરત લઈ આવી

ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણાં રાજ્યોને સંપૂર્ણરીતે લૉકડાઉન કરવામાં આવ્યા છે. યુરોપનું ઈટાલી કે જ્યાં કોરોના વાયરસની ભારે અસર જોવા મળી રહી છે ત્યાંથી 263 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારત પરત ફર્યું છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને ઈમિગ્રેશન બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન સુવિધા કેન્દ્રમાં મોકલી આપવામાં […]

ડોક્ટરોની માતાનું નિધન થયું છતા પણ ડ્યૂટી છોડ્યા વગર કોરોના સામે સંભાળ્યો મોરચો, ડ્યૂટી પતાવ્યા પછી કર્યા માતાનાં અંતિમ સંસ્કાર, હજારો સલામ છે આ ડોક્ટરને

ભારતની સ્થિતિ હેલ્થ ઇમરજન્સી જેવી બની ગઈ છે. રાજ્યો લોકડાઉન થઈ ચુક્યા છે. સ્કૂલ, કૉલેજ, શહેર કોરોનાનાં કારણે બંધ છે. લોકોને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે, પરંતુ ડૉક્ટર્સ, પોલીસકર્મી, સફાઈકર્મી તેમનું શું! આ દરમિયાન ઓરિસ્સાથી એક ભાવુક કરી દેવ તેવા સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડૉક્ટરનાં માતાનું મોત થયું, પરંતુ તેમ […]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી 100 બેડ ધરાવતી હોસ્પિટલ સેટઅપ કરી

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નેજા હેઠળનું NGO રિલાયન્સ ફાઉન્ડેશન તેના ઉત્તમ કામો માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે. આજે દેશ-વિદેશમાં ચોતરફ કોરોનાનો ભય ફેલાયેલો છે અને તેવામાં રિલાયન્સ ફાઉન્ડેશને દેશને સૌપ્રથમ કોવિડ-19 હોસ્પિટલ સેવામાં અર્પિત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. RILએ આ […]

ગુજરાત આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્રજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ […]

કોરોનાનો શિકાર બનેલી અમદાવાદી યુવતીએ જણાવ્યું કે કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો

આખી દુનિયા આજે કોરોના વાયરસથી લડી રહી છે. લોકો હાથ ધોઈને, માસ્ક પહેરીને અને ઘરમાં કેદ રહીને તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વાયરસનો ભોગ બનેલી અમદાવાદની એક યુવતીએ જાણીને ચોંકી જવાય તેવી કેટલીક વાતો જણાવી છે. આ યુવતીએ કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો તે પણ જણાવ્યું […]

9 દિવસ જનતા કર્ફ્યૂ રાખો નહીંતર, સૌથી મોટી મહામારી ભારતમાં ખતરનાક રૂપ ધારણ કરશે, દેશ હવે ત્રીજા સ્ટેજમાં પહોંચી રહ્યો છે

કોરોનાનો વાઈરસ હવાથી નહીં પણ ડ્રોપલેટથી ફેલાય છે, સ્પર્શથી ફેલાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ તેને રોકવાનો ઉપાય છે. જો કોઇ વાઈરસગ્રસ્ત વ્યક્તિ દરવાજાને અડકે, જમીન પર થૂંકે, છીંક ખાતા રૂમના ફર્નિચર પર છાંટા ઊડે તો તે વાઈરસ ત્યાં સ્થિર થાય છે અને ત્રણ દિવસ સુધી જીવિત રહે છે. આ દિવસોમાં જે કોઈ પણ તેને સ્પર્શ […]

રાજકોટની આ કંપનીએ કોરોનાના કારણે પોતાના 1200 કર્મચારીને 2 માસનો પગાર આપ્યો એડવાન્સ

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. […]

કેનેડાના ડૉકટરે કરી કમાલ, 1 જ વેન્ટિલેટરથી નવ લોકોને જીવતદાન! વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા ઓને આપી નવી આશા

કેનેડાના ડૉક્ટર એલન ગોથિયરના આઈડિયાએ વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા અમેરિકાને નવી આશા આપી છે. એલને એક વેન્ટિલેટરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને તેને નવ દર્દી માટે ઉપયોગ લાયક બનાવી લોકોને જીવતદાન આપવાની કોશિષ કરી છે. આ માટે તેમણે ડેટ્રોઈટના બે ડૉક્ટરનો વીડિયો જોયો, જે 2006માં આવો પ્રયોગ કરી ચૂક્યા હતા. ડૉ. એલન ઓન્ટારિયોની પર્થ એન્ડ […]

દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ માત્ર 10 જ મિનિટમાં પરિક્ષણ કરી શકાય તેવી કોરોનાવાઈરસની ટેસ્ટ કિટ વિકસાવી, પ્રેગ્નન્સી કિટની જેમ કરે છે કાર્ય

કોરોના વાઈરસે વિશ્વભરમાં તેનો હાહાકાર મચાવ્યો છે. વાઈરસથી સંક્રમિત વ્યકિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વાઈરસનું પરિક્ષણ કરવા માટે અત્યાર સુધી મોટા ભાગના દેશોમાં લેબોરેટરીનો ઉપયોગ થાય છે. તેવામાં દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ માત્ર 10 જ મિનિટમાં પરિક્ષણ કરી શકાય તેવી કિટ બનાવી છે. આ કિટ એક પ્રેગ્નન્સી કિટની જેમ કાર્ય કરે છે. […]

કોરોના સામે જંગ લડવા માટે આ ભારતીય બિઝનેસમેને 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે […]