દક્ષિણ કોરિયાએ લોકડાઉન વિના જ કોરોનાને રોક્યો, થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જમણા હાથના બદલે ડાબા હાથનો ઉપયોગ શીખવાડ્યો
તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. માત્ર 129 લોકોના મોત થયા જ્યારે માત્ર 59 ગંભીર છે. […]