Browsing category

કોરોના વાયરસ

ગુજરાતમાં એક જ દિવસમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયા, તબલીઘથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધ્યા

રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 […]

તબલીઘીઓએ ‘ખોટી રીતે ગોંધી રાખ્યા છે’ કહી બૂમબરાડા પાડી 5 કલાક સુધી સોલા સિવિલ માથે લીધી, સમજાવવા મુસ્લિમ ડૉક્ટરને ખાસ બોલાવવા પડ્યા

શુક્રવારે શહેરનાં દરિયાપુરના મરકજમાંથી લવાયેલાં 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી. જેથી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. 5 કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરાઈ હતી. મુસ્લિમ […]

ફળોમાં થૂંક લગાડી રહેલા મુસ્લિમ લારીવાળાનો વીડિયો વાયરલ થતા પોલીસે કેસ દાખલ કર્યો, દીકરીએ કહ્યું: “પિતા માનસિક રીતે અસ્વસ્થ”

મધ્યપ્રદેશના રાયસેનમાં એક ફળ વેચનાર મુસ્લિમ વ્યક્તિનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં ફળ વેચનાર શેરૂ મિંયા તેના ફળો ગોઠવતી વખતે થૂંક લગાડતો દેખાઇ રહ્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે પોલીસે આ વીડિયો પર ગંભીરતા દાખવી હતી. શેરૂ વિરુદ્ધ કલમ […]

અમદાવાદમાં સ્થિતિ ગંભીર બનતાં પોલીસનો કડક નિર્ણય, 14 એપ્રિલ સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ

લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો […]

કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાએ ભારત પાસે માંગી મદદ, ટ્રમ્પે કહ્યું- મેં મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા મોકલવાની વિનંતી કરી છે

કોરોના વાયરસની મહામારી સામે લડી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર છે. જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે શનિવારે સાંજે ફોન પર વાતચીત થઈ. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતથી કેવી રીતે લડવું તેના પર ચર્ચા થઈ. આ દરમિયાન અમેરિકી પ્રમુખે પીએમ મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો મોકલવાનો આગ્રહ કર્યો. […]

કોરોનાના નવા લક્ષણોએ વધાર્યું ડોક્ટર્સનું ટેન્શન, મગજને પણ નુક્સાન પહોંચાડી રહ્યો છે કોરોના! બ્રેન સ્કેનમાં ડોક્ટર્સને કંઈક અજુગતું દેખાયું

કોરોના વાયરસને કારણે શરીરના કિડની તેમજ ફેફસા જેવા અંગો પર વિપરિત અસર થાય છે, અને તેના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પણ થતું હોય છે. જોકે, અમેરિકાના ડોક્ટર્સને પહેલીવાર કોરોના વાયરસની મગજ પર કેવી અસર થાય છે તેનો એક ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. લાઈવ સાયન્સ તેમજ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા […]

સુરતમાં ત્રીજા પોઝિટિવ દર્દીએ સાજા થતા કહ્યું, 60 સેકન્ડમાં લાગ્યો હતો ચેપ, હું જીતી ગયો કોરોના હારી ગયો

કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો. […]

કોરોના મુક્ત થયેલા વડોદરાના પહેલા દર્દીએ કહ્યું, “વિશ્વમાં આવી સારવાર મને ક્યાંય ન મળી હોત, 25થી 30 ડોક્ટર રાત-દિવસ મારી સારવાર કરતા હતા”

મને નથી લાગતું કે ભારત સિવાયના કોઇ દેશમાં હું હોત તો આ રીતે સાજો થઇ શક્યો હોત. આજે જ્યારે હું ઘરે સાજો થઇને પરત જઇ રહ્યો હતો ત્યારે પણ તબીબો એક સાથે મને ભાવભેર વિદાય આપવા આવ્યાં તે પણ એક ભાવુક ઘટના હતી. સ્પેનથી વડોદરા આવ્યો ત્યારે તબિયત સારી જ હતી. પણ અચાનક 17મીએ માથું […]

વિશ્વનો શક્તિશાળી દેશ પણ બન્યો લાચાર, અમેરિકાની ભયાનક તસવીરો સામે આવી, રેફ્રિજરેટેડ ટ્રકમાં મૂકવામાં આવે છે મૃતદેહો

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર બની ગયો છે. દુનિયો સૌથી વિકસિત અને ટેકનોલોજીથી સજ્જ દેશ અમેરિકામાં કોરોના દર્દીઓ અને તેનો મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. અમેરિકાના એવા ફૂટેજ સામે આવ્યા છે જેમાં ન્યૂયોર્કની બ્રૂકલીન હોસ્પિટલની બહાર મૃતદેહોને રેફ્રિજરેટેડ ટ્રકમાં રાખવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં કોરોનાના 50,000થી વધુ કેસ સામે આવ્યા છે […]

કોરોના વાયરસનું એકપણ લક્ષણ નહોતું, છતાં અમદાવાદની મહિલા ડોક્ટરનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાયરસનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ફફડવા લાગે છે. આ જીવલેણ વાયરસ દુનિયાભરમાં 30,000થી વધારે લોકોના મોતનું કારણ બન્યો છે. તમે જાણતા હશો કે સામાન્ય રીતે કોરોના વાયરસ દરમિયાન દર્દીના શરીરમાં સૂકી ઊધરસ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ શહેરની ESIC હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ મહિલાને ગળામાં માત્ર સામાન્ય ઈન્ફેક્શન […]