Browsing category

કોરોના વાયરસ

માસ્ક પર 7 દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યા પરિણામ

કોવિડ-19થી બચવા માટે આપણે જે માસ્ક પહેરીએ છીએ, તેમાં કોરોના વાયરસ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જ્યારે બેંકની ચલણી નોટો અને કાચ પર મહામારી ફેલાવનારો આ વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર આ 4થી 7 દિવસ સુધી જીવતો રહે છે. હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસમાં આ પરિણામ […]

પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા આ ડૉક્ટર 7 દિવસથી ગાડીમાં ‘ઘર’ બનાવીને રહે છે, મુખ્યમંત્રીએ પણ કરી પ્રશંસા

કોરોના વાયરસ સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સ પોતાના પરિવારથી અંતર જાળવી રાખે છે. તેઓને એ વાતનો ડર છે કે ક્યાંક આ કોરોના વાયરસ સંક્રમણ ઘરમાં પ્રવેશે નહીં. આ કારણે હેલ્થકર્મીઓ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પણ જઈ શકતા નથી. મધ્યપ્રદેશના ભોપાલની જેપી હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરે તો પોતાની ગાડીમાં જ ઘર બનાવી લીધું છે. ભોપાલની […]

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશ માટે બન્યું રોલ મોડલ, દેશનું પ્રથમ શહેર જેણે 11 દિવસમાં મહાકર્ફ્યુ લગાવ્યો, 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશમાં રોલ મોડલ બની ગયું છે. અહીંના પ્રશાસનને 20 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ જે પ્લાન બનાવ્યો, તેની કેન્દ્રએ પ્રશંસા કરી છે. રવિવારે થયેલા વીડિયો કોન્ફોરન્સિંગમાં કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ કહ્યું કે હવે કોરોના દેશના 223 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે. આ કારણે તમામે ભીલવાડામાંથી શીખવું જોઈએ […]

કોરોના વાયરસને લઈને 15 મે સુધી બધી સ્કૂલો, કોલેજો અને મોલ બંધ રાખવામાં આવે તેવી શક્યતા

લોકડાઉન આગળ વધારવામાં આવે કે નહીં? મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ છે. કેન્દ્ર સરકાર હજુ ખુલીને જવાબ નથી આપી રહી. રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉનને આગળ વધારવા ઈચ્છે છે, નિર્ણય કેન્દ્ર પર છોડ્યો છે. બધા કહી રહ્યા છે કે જે થશે, તે તબક્કાવાર રીતે જ થશે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને બનેલા કેન્દ્રીય મંત્રીઓના ગ્રુપે મહત્વની […]

પુણેમાં બે બહેનોના પરિવારના 7 લોકોએ ધીરજ અને હિંમતથી કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી જણાવી હકીકત

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને […]

ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ પાસ રદ, આજથી અમલ

ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. ઇમરજન્સી સમયે પણ એસડીએમ કક્ષાના અધિકારીઓની મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત કરિયાણાના દુકાનો […]

ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે. બાળકના મોતથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. રાજ્યમાં કોરોના […]

હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાની ઝપેટમાં આવી જતાં થયું મોત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે. ભારત કરતા અન્ય દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે હોવાથી ત્યાં સેંકડો લોકો મૃત્યું પામી રહ્યા […]

કોરોના મહામારીના સંકટના સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ બન્યો ગરીબોનું આશ્રય સ્થાન

કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઈ વખતે ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની […]

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં […]