Browsing category

કોરોના વાયરસ

લોકડાઉન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ખેતી સંબંધિત કામકાજને મળી છૂટ, પરિવહન વિભાગ રહેશે બંધ

કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. નવી દિશાનિર્દેશો અનુસાર મનરેગાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે, સાથે જ સિંચાઇ અને જળસંચયને પ્રાધાન્ય આપવું […]

આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે ફરીવાર રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની 24 કલાકની […]

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617 થયા

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉન […]

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1,276 નવા કેસ સાથે કુલ આંકડો 10 હજારને પાર થયો

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના પોઝિટિવના કેસ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ […]

દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું, 20 એપ્રિલથી શરતો સાથે છૂટ આપવામાં આવશે, કાલે વિસ્તૃત ગાઈડલાઈન કરાશે જાહેર

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે […]

ગુજરાતમાં નવા 34 કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો 572 થયો, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, આજે 7 લોકો સાજા થયા

રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં […]

અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ રિપોર્ટ આવતાં ડરનો માહોલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલ (Bhopal)માં થોડા દિવસો પહેલા 9 એપ્રિલે વૃદ્ધ જગન્નાથ મૈથિલ (Jagannath Maithil)નું મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્રણ દિવસ બાદ જ્યારે મૃતક વૃદ્ધનો તપાસ રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો તો અંતિમ સંસ્કારમાં સામેલ લોકોની વચ્ચે હોબાળો મચી ગયો છે. સાથોસાથ વૃદ્ધની સારવાર […]

ગુજરાતમાં કોરોના 22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ […]

શરતો સાથે લોકડાઉનને વધારવાની તૈયારી, કોરોના ઈન્ફેક્શનના આધાર પર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન બનશે, 15 ઉદ્યોગોને મળી શકે છે છૂટ

કોરોના સામે જંગ માટે 14 એપ્રિલ બાદ બે અઠવાડિયા સુધી લૉકડાઉન જારી રહેવું નક્કી છે પણ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની મંજૂરી આપવાની વાત પણ કરાઇ છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાનના સ્તરે લેવાશે. લૉકડાઉનમાં […]

ગુજરાતમાં 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી થયા, વડોદરામાં એકનું મોત થતા રાજ્યમાં મૃત્યુઆંક 25એ પહોંચ્યો

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51 નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519 થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 25 થયો છે અને 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, […]