Browsing category

અચીવમેન્ટ

ઓરિસ્સાના નવમા ધોરણના વિદ્યાર્થીના રશિયાના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ, વેડફાઈ જતા પાણીને રોકવા માટે મશીન બનાવ્યું

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે. ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે. તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ ટેક્નોલોજી એજ્યુકેશન પ્રોગ્રામ અને નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન કાર્યક્રમ અંતર્ગત કર્યું. આ કાર્યક્રમ રશિયાના સોચીમાં SIRIUS […]

ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન બની

કમ્બોડીયા ખાતે તા.7 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વના 35થી વધુ દેશના 4000થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. ધ્વનીએ માત્ર 8 મિનિટમાં 200 દાખલા ગણ્યા હતા. A2 કેટેગરી માં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈ એ પ્રથમ […]

12 વર્ષની ઉંમરમાં ધોરણ સાતનો વિદ્યાર્થી ડેટા સાયન્ટિસ્ટ બન્યો, સોફ્ટવેર કંપનીમાં મળી નોકરી

ધોરણ 7મા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તે કરી બતાવ્યું જે જાણીને કોઈને પણ ગર્વ થાય. હૈદરાબાદના 12 વર્ષના સિદ્ધાર્થે પોતાના નામે એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. 12 વર્ષનો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લઈ શ્રી ચેતન્ય સ્કૂલમાં 7મા ધોરણનો વિદ્યાર્થી છે. તેને આટલી નાની ઉંમરમાં સોફ્ટવેર કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી છે. સિદ્ધાર્થને સોફ્ટવેર કંપનીમોંટેઝી સ્માર્ટ બિઝનેસ સોલ્યુશન્સએ […]

ગુજરાતની બે છોકરીઓએ જુડો ચેમ્પિયનશિપમાં નેશનલ લેવલે બાજી મારી, મહેરૂખે ગોલ્ડ અને અંકિતાએ સિલ્વર જીત્યો

‘મ્હારી છોરીયાં છોરો સે કમ હૈ કે?’દંગલ ફિલ્મનો આ ડાયલોગ ગુજરાતની છોરીઓ માટે સાચો સાબિત થયો છે. દેશમાં મહિલા સશક્તિકરણ થયું છે એનો પુરાવો સાબિત કરતી ગુજરાતની બે યુવતીઓ નેશનલ લેવલે જુડો રમતમાં મેડલ લઈ આવી છે. અહીં વાત થઈ રહી છે મહેરૂખ મકવાણા અને અંકિતા નાઘેરાની, જેઓ ભાવનગરમાં રમાયેલી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંડર-17 […]

રાજકોટના યુવાને 18000 ફૂટની ઊંચાઇએ સિક્કિમ હિમાલય પર તિરંગો લહેરાવી ગૌરવ વધાર્યું

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉક્તિને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયમાં નાના ટ્રેકિંગથી શરૂઆત કરી ધીમે ધીમે પર્વતારોહણને પોતાનો શોખ બનાવી લીધો. કંઈક કરી છૂટવાની અને શીખવાની વૃત્તિએ તેઓને પર્વતારોહણ તાલીમ સંસ્થાઓ સાથે મિલાપ કરાવી દીધો. ધવલે એડવાન્સ કોર્સ વેસ્ટ સિક્કિમમાં […]

કપડવંજના વાઘજીપુરની દીકરી શ્વેતા ઓસ્ટ્રેલિયામાં બની પાયલોટ, વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

કપડવંજ તાલુકાના વાઘજીપુરના પોપટસિંહ સોમસિંહ ચૌહાણની દીકરી શ્વેતા હોરસમ વિકટોરીયા ઓસ્ટ્રેલિયા ખાતે વર્ષ 2011થી રહે છે. શ્વેતા ચૌહાણ, BA, PTC, B-Ed અને માસ્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરી સાથે સાથે કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવી આજથી એક પાયલોટની ભૂમિકા અદા કરશે. ગઈકાલે શ્વેતાએ પહેલી ફ્લાઇટ ઉડાડી આખા વિશ્વમાં કપડવંજ તાલુકાના વાઘજીપુરનું નામ રોશન કર્યું છે. વાઘજીપુરથી સ્વપ્નો […]

રાજકોટની 16 વર્ષની વૃંદા દેશની સૌથી નાની ઉંમરની પાઈલોટ બની, પ્રાઇવેટ પાયલોટનું લાયસન્સ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો

સામાન્ય રીતે 16 વર્ષની વયે કોઈને રસ્તા ઉપર વાહન ચલાવવાની મંજૂરી પણ મળતી નથી. પરંતુ મૂળ રાજકોટની અને હાલમાં બેંગ્લોરમાં રહેતી વૃંદા શિહોરાએ દેશની સૌથી નાની વયની પાઇલોટ બનવાનું ગૌરવ મેળવ્યું છે. વૃંદા શિહોરાએ 16 વર્ષની ઉંમરે પ્રાઇવેટ પાયલોટ લાયસન્સ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે. વૃંદા શિહોરા બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે […]

દંગલ ફિલ્મ જેવો કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો, ચાની દુકાન ચલાવી 2 દીકરીઓને કરાટેમાં નેશનલ લેવલે પહોંચાડી

આમીર ખાનની ફિલ્મ દંગલમાં ફોગટ સિસ્ટર્સ પિતા મહાવીરસિંહ ફોગટને સન્માન અપાવ્યું હતું. આવો જ કિસ્સો સાબરકાંઠાના હાપા ગામે સામે આવ્યો છે. હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવતા પિતાએ 2 દીકરીઓને કરાટેમાં નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ચા વેચનારની દીકરીઓએ પિતાને સન્માન અપાવ્યું છે. સરકારે પણ આ પરિવારને પ્રતિ માસ 5000 રૂપિયા મદદ આપી રહી છે. દીકરીઓએ […]

મોરબીના ઘુંટુ ગામની ખેડૂત પુત્રી પાયલબેન સોરીયા બની નાયબ મામલતદાર, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું

સિદ્ધિ એને જ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિને મોરબીના ઘુંટુ ગામે રહેતી ખેડૂત પુત્રીએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. સામાન્ય પરિવારની આ પુત્રીએ કઠોર પરિશ્રમ કરીને જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે. હાલ તેમને નાયબ મામલતદાર તરીકેની પોસ્ટ મળી છે. સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી બની નાયબ મામલતદાર મોરબીના […]

પાલનપુરના કુંભલમેર ગામના ખેડૂતની દિકરી સેજલ પટેલ દેશની સેવા કરવાંનું પિતાનું સપનું પુરું કરવાં BSFમાં જોડાઇ

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દેશ સેવા કરવાં માટે લશ્કરમાં જોડાવવાની […]