Browsing category

અચીવમેન્ટ

29 વર્ષીય બેંગ્લુરુના બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચીને UPSC પરીક્ષા પાસ કરી

બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને મેન્સ પરીક્ષા પાસ કરી દીધી છે અને 25 માર્ચે ઇન્ટરવ્યૂ આપશે. રોજ 5 કલાક ભણતો મધુના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. મધુની […]

વાંસના તીરકામઠાથી તાલીમ લેનાર ગરીબ પરિવારની દીકરીનો ઓલિમ્પિક માટેના ટોપ-8 ઉમેદવાર સ્પર્ધકોમાં સમાવેશ

ઘોઘંબાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ મેળવવા સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઇ છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગી માટે તૈયારીઓ ચાલી […]

છઠ્ઠા ધોરણમાં ભણતા 11 વર્ષના જાદુગર દર્શ માલાણીને રાષ્ટ્રપતિએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી સન્માનિત કર્યો

22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ટેલેન્ટેડ 49 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર’આપવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રે નાની ઉંમરથી જ અસાધારણ પ્રતિભા ધરાવતાં આ તમામ બાળકોને મેડલ ઉપરાંત 1 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. 49 બાળકોની ઉંમર 5 થી 18 વર્ષની વચ્ચે હતી. આ બાળકોની ઈનોવેશન, સોશિયલ સર્વિસ, બહાદુરી, સ્પોર્ટ્સ અને આર્ટ એન્ડ કલ્ચર […]

રાજકોટમાં ચાના ધંધાર્થીનો પુત્ર CA ફાઇનલમાં ગુજરાત ફર્સ્ટ આવ્યો, દરરોજના 10 કલાકની કરતો હતો મહેનત

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ગત 16મી જાન્યુઆરીએ સી.એ. ફાઇનલનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં રાજકોટના ચાના ધંધાર્થી પાવનભાઇ શાહનો પુત્ર રૈવત શાહ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 23મા ક્રમે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો. 5400 ઉમેદવાર ઉત્તીર્ણ થઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા આઇસીએઆઇ દ્વારા ચાર દિવસ પહેલા સી.એ. ફાઇનલની ઓલ્ડ કોર્સ […]

અમદાવાદમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવતા મા-બાપના દીકરાએ JEEમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉક્તિને સાર્થક કરી છે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાએ. રાત-દિવસ મહેનત કરીને પેટે પાટા બાંધીને મા-બાપે દીકરાને ભણાવ્યો. દીકરાએ માતા-પિતાની મહેનત એળે ના જવા દીધી અને JEE (મેઈન)ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી. ઘરે-ઘરે જઈને રસોઈ બનાવીને પેટિયું રળતા દંપતીના દીકરાએ JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)માં […]

રાજકોટના પહેલા ધોરણમાં ભણતા કાવ્યાએ નાની વયે ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડમાં વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો, ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું

ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડ અંતર્ગત પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિશ્વના 210 દેશના 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા રાજકોટના કાવ્યા કકાણીયાએ પ્રથમ નંબર મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. સૌથી નાની વયે વિશ્વમાં પ્રથમ નંબર મેળવી કાવ્યાએ પોતાના માતા-પિતા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં 40માંથી 40 ગુણ મેળવ્યા […]

ગુજરાતના 70 વર્ષના વૃદ્ધનો સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ, ક્યાંય થાક કે પંચર નહીં

બૂલેટ બાઇક, સાઇકલ અને કારમાં લોકોને પ્રવાસ કરતા તમે જોયા હશે પરંતુ 70 વર્ષના વૃદ્ધે સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ 30 દિવસમાં પૂર્ણ કર્યો છે. 10 ડિગ્રી કડકડતી ઠંડી અને ભારે વરસાદમાં પણ સ્કૂટી ચલાવતા કિરિભાઈ પરીખને ક્યાંય થાક લાગ્યો નહીં અને તેમની સ્કૂટીમાં પણ પંચર થયુ ન હતું. કિરિટભાઈએ જણાવ્યું કે, […]

અજમેરની સુફિયા ભાઈચારોનો સંદેશ આપવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી દોડી, ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ

રાજસ્થાનના અજમેરની અલ્ટ્રા રનર 33 વર્ષની સુફિયા ખાને 87 દિવસમાં 4,035 કિમી દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયાએ થોડા દિવસ પહેલાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોડી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના 22 શહેરોમાં જઈને અને લોકોને મળવાનો હતો તેમને ભાઈચારો, એકતા, શાંતિ અને સમાનતાનો સંદેશ આપવાનો છે. તાજેતરમાં તેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ […]

અમદાવાદમાં મજૂરી કરતા પિતાના પુત્રએ પ્રથમ પ્રયાસે જ પાસ કરી CAની ફાઇનલ પરીક્ષા, ઓલ ઇન્ડિયા 35માં નંબરે આવ્યો

21 વર્ષના જયેશ સભાગનીએ બાળપણથી પોતાના પિતાના અમદાવાદના કાલુપુરમાં આવેલ અનાજની હોલસેલ માર્કેટ ચોખા બજારમાં ગુણો ઉપાડતા અને તનતોડ મજૂરી કરતા જોયા છે. તેમની આ મહેનતે જ જયેશને પ્રેરણા આપી અને તેણે ભણતર સાથે ખૂબ જ આકરો પરિશ્રમ કર્યો. પિતા-પુત્ર બંનેના પરિશ્રમનું ફળ ગુરુવારે મળી ગયું જ્યારે જયંતે પહેલા જ પ્રયાસમાં CAની ફાઇનલ પરીક્ષા પાસ […]

વડગામના બાવલચુડી ગામમાં દેવીપૂજક પરિવારના યુવાનનું આર્મીમાં સિલેકશન થતાં ગોમલોકોએ સન્માન કર્યું

વડગામના બાવલચુડી ગામના દેવીપૂજક યુવાનનું ઈન્ડિયન આર્મી રેન્કિગમાં આર્ટિલરી ટ્રેનીંગમાં પોસ્ટીન્ગ થયું હતું. બાવલચુડી ગામના દેવીપૂજક પરિવારમાંથી સરકારી જોબ મેળવનાર સહુ પ્રથમ હોવાથી સમાજ સહિત ગોમલોકોએ સન્માન કર્યું હતું. બાવલચુડી ગામના મેહુલ વાઘેલાની ઈન્ડિયન આર્મીની આર્ટિલરી (તોપખાના) રેન્કમાં તાલીમ સહ જોબ પ્રાપ્ત થઇ હતી. બાબુભાઈ વાઘેલાના પુત્ર મેહુલે ઈન્ડિયન આર્મીમાં રેન્ક પ્રાપ્ત કરતાં ગ્રામજનો દ્વારા […]