Browsing category

અચીવમેન્ટ

12 વર્ષના છોકરાએ 3 દિવસમાં છાપાંમાંથી બનાવ્યું ટ્રેનનું મોડલ, ભારતીય રેલવેએ વીડિયો શેર કરીને કર્યા વખાણ

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘરોમાં કેદ (Lockdown) લોકોની ક્રિએટિવિટી સામે આવી રહી છે. કોઈએ કિચનમાં ક્રિએટિવિટી દર્શાવી તો અનેક લોકો પોતાની આર્ટના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે. કેરળના થ્રિસુર શહેરના 12 વર્ષના છોકરાની ક્રિએટિવિટી જોઈને ભારતીય રેલવેએ વખાણ કર્યા છે. અદ્વૈત ક્રિશ્નાએ માત્ર ૩ દિવસની મહેનત પછી છાપાંમાંથી ટ્રેનનું મોડલ બનાવ્યું છે. ભારતીય રેલવેએ […]

ચા વેચનારની દીકરી બની ઈન્ડિયન ઍરફોર્સમાં પાયલટ, પિતા માટે જે કહ્યું તે જાણીને તમને પણ ગર્વ થશે

મધ્યપ્રદેશના નીમચમાં ચાની કિટલી ધરાવનાર સુરેશ ગંગવાલની 23 વર્ષીય પુત્રી આંચલને હૈદરાબાદમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા સામે કૂચ કરી હતી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ખુશીના હકદાર પણ તેના પિતા અને તેમનો સંઘર્ષ છે, જેમણે બધી મુશ્કેલીઓ વચ્ચે પુત્રીને ટેકો આપ્યો હતો. શનિવારે, આંચલ ગંગવાલને 123 કેડેટ્સ સાથે […]

અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી કેપ્ટન ઉર્વિ જોશીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકાના […]

પરિશ્રમનું પરિણામઃ પુસ્તકો ખરીદવાના પણ નહોતા પૈસા, જાત મહેનતથી ખેડૂતની દીકરીએ UPSCની પરીક્ષા પાસ કરી

જરૂરી નથી કે તમારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો જ તમે તમારા સપનાને આંબી શકો. સપનાને પૂરા કરવા માટે કોઈ વસ્તુની જરૂર હોય તો તે છે માત્ર અને માત્ર ‘મહેનત’. મહેનત વગર જીવનમાં તમને કંઈ જ મળતું નથી. કેરળના પિરવોમના નાનકડા ગામ પંપાકુડામાં રહેતા એનિસ કનમની જોયની વાત પણ કંઈક આવી જ છે. લેટેસ્ટ […]

રાજકોટ: પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું થયું નિધન, છતાં પણ પુત્રએ હિંમત રાખી પરીક્ષા આપતા 97.04 PR મેળવ્યા

રાજકોટમાં સ્વ. હસમુખભાઇ ટાંકના પુત્ર સંકેતે 12 સાયન્સમાં 97.04 PR મેળવ્યા છે. પરંતુ સંકેત સાથે ભગવાને કસોટી કરી હોય તેમ પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું મોઢાના કેન્સરને કારણે અવસાન થયું હતું. એક તરફ માથા પર 12 સાયન્સની પરીક્ષા અને બીજી તરફ પિતાના અવસાનનો આઘાત આવી પડ્યો હતો. નાની ઉંમરમાં જ આટલું દુખ આવી પડ્યું […]

બેંગ્લોરમાં 27 વર્ષની યુવતીએ શરુ કર્યો ગાયનાં શુદ્ધ દૂધનો બિઝનેસ, 2 વર્ષમાં 1 કરોડથી વધુનું ટર્નઓવર

વર્ષ 2012માં ઝારખંડની શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા આવી હતી. તેને નાનપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની ટેવ હતી, પણ અહીં તેને દૂધ ખરીદવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો. શિલ્પીએ દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું સરળ તો હતું જ નહીં, પણ આજે તેની મહેનતને લીધે ‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપનીનું ટર્નઓવર […]

ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા માંગવા પણ જતી હતી. આ દૃશ્ય જોઈને સનીને ખુબ ખોટું લાગ્યું હતું. […]

22 વર્ષના છોકરાએ વધાર્યું ભારતનું ગૌરવ, કચરામાંથી બનાવ્યું ડ્રોન, ઈન્ટરનેશનલ ડ્રોન એક્સ્પોમાં મળ્યો આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગોલ્ડ મેડલ

એક 22 વર્ષના છોકરાએ ભારતનું નામ દુનિયાના ફલક પર ચમકાવ્યું છે. તે પણ પોતાના ઇનોવેટિવ આડિયા દ્વારા. કર્ણાટકને એન.એમ. પ્રતાપે ઈ-કચરામાંથી ડ્રોન બનાવ્યું છે. આ આ ડ્રોન એવું છે કે દુનિયા તેની દીવાની થઈ ગઈ. 14 વર્ષની ઉંમરે પ્રતામે પહેલીવાર ડ્રોન જોયું હતું. જે બાદ પોતે જ ડ્રોન ચલાવવાથી લઈને તેનાથી રમવાનું અને રિપેર કરવાનું […]

મહેસાણાના કંથરાવી ગામની દિકરી નેવીયા પટેલની અમેરિકન આર્મીમાં પસંદગી થતા ગુજરાતનું ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાતને ગૌરવ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર જિલ્લા સહિત રાજ્ય માટે ગૌરવની વાત છે. મહેસાણા તાલુકાના કંથરાવી ગામની 21 વર્ષીય નેવીયા પટેલ અમરેકિન આર્મીમાં પસંદગી પામી છે. અમેરિકામાં મહેસાણાના મોટાભાગના લોકો ત્યાં વસેલા છે, ત્યારે કંથરાવીની દીકરીએ US આર્મીમાં પસંદગી પામતા વતનમાં લોકોમાં […]

છૂટક મજૂરી કરતા પરિવારની દીકરીએ વડોદરાની MS યુનિ.માં બાયો કેમેસ્ટ્રીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

છૂટક મજૂરી કરતા પરિવારની યુવતીએ બાયો કેમેસ્ટ્રી માસ્ટરમાં ગોલ્ડ મેળવ્યો છે. ગોલ્ડ મેડલ મેળવનાર યુવતીએ જણાવ્યું છે કે, ગોલ્ડ મેડલ મેળવીને મેં મારું અને મારા પરિવારનું સપનું પૂરું કર્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં 175 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. ગુજરાતમાં લાઇફ સાયન્સમાં પી.એચ.ડી. કરવી છે એમ.એસ. યુનિવર્સિટીની […]