Browsing category

અચીવમેન્ટ

સીએ ફાઈનલનું પરિણામ જાહેર થયું: સુરતની રાધિકા બેરીવાલ સમગ્ર દેશમાં ટૉપર

ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ માટે લેવામાં આવેલી ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ન્યૂ કોર્સમાં પ્રથમ ક્રમે સુરત સેન્ટરની રાધિકા બેરીવાલા નામની વિદ્યાર્થિની આવી છે. જ્યારે બીજા નંબર પર ખતૌલીના નીતિન જૈન રહ્યાં છે. જ્યારે ત્રીજા ક્રમે ચેન્નઈની નિવેદિતા આવી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ, રાધિકા બેરીવાલાએ કુલ […]

મહેસાણાના સરકારી અધિકારીની અનોખી સિદ્ધિ: પેરામોટર પાયલટ બની કર્યો 160ની ઝડપે ગગનવિહાર

મહેસાણા ખાતેની લોકલ ફંડ કચેરી ખાતે ઓડિટર તરીકે ફરજ બજાવતા યુવાને પેરામોટરમાં સવાર થઈ આકાશમાં ગ્લાઈડરથી ઉડાન ભરી હતી. આભમાં 2.5 કિમી જેટલી ઊંચાઈએ પહોંચ્યા બાદ આ સાહસિક યુવાને 160 કિમીની ઝડપે મુસાફરી કરી પેરામોટર પાયલટનું કૌશલ્ય દર્શાવ્યું હતું. રાજયકક્ષાએ ટેકવોન્ડોમાં સિલ્વર મેડલ વિજેતા આ સરકારી કર્મચારી ગીયર વિનાની સાયકલ ઉપર સવાર થઈ વર્ષમાં બે […]

મહુવાની ખુશી પટેલ NEETમાં ST કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું, હવે MBBSમાં પ્રવેશ મેળવશે

મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવેલી નેશનલ એલિજીબિલીટી ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સુરતના મહુવાની ખુશી પટેલે 720માંથી 651 સ્કોર મેળવીને એસટી કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરત જિલ્લાના મહુવાના શિક્ષક દંપતીની 18 વર્ષીય પુત્રી ખુશી પટેલની સખત મહેનત રંગ લાવી છે. જેણે NEETની પરીક્ષામાં 720માંથી 651 માર્ક્સ […]

પાલનપુરના પાટીદાર યુવાનની મોટી છલાંગ: 23 વર્ષીય યુવાન શિવમ પટેલની ગૂગલના હેડક્વાર્ટરમાં નિમણૂંક થતાં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુ

પાલનપુરના વતની અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ડોક્ટર નલીનભાઈ પટેલના પુત્ર શિવમએ સોફ્ટવેર એન્જીનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ વિદેશની જુદી જુદી સંસ્થાઓમાં રિસર્ચ ઇન્ટરશીપ કરી અને ગૂગલના હેડક્વૉર્ટરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મળતા ગુજરાત ના અમદાવાદ, બનાસકાંઠા તેમજ પાલનપુર નું ગૌરવ વધાર્યુ છે બુધવારે પાલનપુરની વિદ્યામંદિર શાળાની મુલાકાતે આવી વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપી અને અભ્યાસ બાદ […]

સુરતની યુવતી અમેરિકામાં 13 મહિનાની ટ્રેનિંગ લઈને બની પાયલોટ, બાળપણમાં એર હોસ્ટેસના હાથે ચોકલેટ લેતા ડરતી હવે પ્લેન ઉડાવશે

કહેવાય છે કે, બંધ આંખે જોયાલા સપના સાકાર કરવા માટે ખુલ્લી આંખે મહેનત કરવી પડતી હોય છે. આવી જ અથાક મહેનત અમેરિકાની ધરતી પર 13 મહિના કરીને સુરતની ધ્રુવી મગનભાઈ ચોડવડીયા પાયલોટ બની છે. ધોરણ 12 પછી તેણે પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની જાણ તેના પિતાને કરી હતી. ત્યારબાદ તેણે પાછળ ફરીને જોયું […]

વધુ એક ભારતીયે વિદેશમાં વગાડ્યો ડંકો: અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીની ભારતીય મૂળના CEO પર ધનવર્ષા, રૂ.17500 કરોડનું સેલેરી પેકેજ ઓફર કરાયું

વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. વિદેશોમાં ભારતીય મૂળના લોકો દેશનું સતત ગૌરવ વધારી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે વધુ એક ભારતીય સીઈઓ જગદીપ સિંહની પણ ચર્ચા થઈ રહી છે અને તેનુ કારણ છે તેમનુ પગાર પેકેજ. અમરિકન સ્ટાર્ટ અપ કંપની […]

સુરતમાં 7 વર્ષની બાળકીએ કોણી પર બેલેન્સ કરીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ બનાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

સુરતની એક 7 વર્ષની માસૂમ બાળકીએ કોણી પર બેલેન્સ રાખીને 1 કલાક 1 મિનિટનો રેકર્ડ પોતાના નામે અંકિત કરી દીધો છે. તેની આ સિધ્ધી ઇન્ડિયા બૂક ઓફ રેકર્ડસમાં નોંધાઇ છે. આ નાનકડી બાળકીના ટેલન્ટે સુરતની સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. પોતાની દિકરીમાં આવું અદભૂત ટેલન્ટ છે એ વાતની માતા-પિતાને ખબર જ નહોતી, ટાયકોન્ડોના કલાસ ટીચરે […]

ભાવનગરનો યુવાન કોઈપણ પ્રકારના ટ્યુશન વગર PIની સીધી ભરતીમાં સ્વબળે 4 લાખ પરીક્ષાર્થીઓ વચ્ચે સમગ્ર રાજ્યમાં આઠમાં નંબરે ઉત્તીર્ણ થયો

ભાવનગરના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા 27 વર્ષની ઉંમરના યુવક સતીષ કિશોરભાઈ કાંબડે બે દિવસ પહેલાં જાહેર થયેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 8મો ક્રમાંક મેળવીને ઉત્તીર્ણ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટફોનના જમાનમાં આ યુવક પાસે સ્માર્ટફોન પણ નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

મોડાસાની યુવા એસ્ટ્રોનોટ પ્રાચીએ 12 લધુ ગ્રહ શોધી કાઢ્યા, NASAએ કર્યું સન્માન, દીકરીને બનવું છે અવકાશ યાત્રી 

મોડાસા (Modasa) તાલુકાના બોલુન્દરા ગામની પ્રાચી મારુતભાઈ વ્યાસે એમ.એસ.સી વિથ રિસર્ચમાં અભ્યાસ કરીને અંતરિક્ષમાં લઘુગ્રહ સંશોધનના બે પ્રોજેક્ટ પુરા કર્યા છે. બે પ્રોજેક્ટમાં 12થી વધુ લઘુગ્રહ શોધીને તેમજ મંગળ ગ્રહથી ગુરુ ગ્રહ વચ્ચે લઘુગ્રહના શોધની સિદ્ધિ હાંસિલ કરી છે. નાસા (NASA) દ્વારા પ્રાચીને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

‘વહુ તો ઘરના આંગણે જ શોભે’ની માનસિકતા તોડી સસરાના માર્ગદર્શનથી પુત્રવધૂ ઓસ્ટ્રેલિયન પોલીસમાં જોડાઈ

હાલ, સમાજમાં ઘણા લોકોની એવી માનસિકતા છે કે, વહુ તો ઘરના આંગણે જ શોભે. પણ આ માનસિકતાને તોડીને ઠાસરામાં રહેતા તૃષારભાઈ પટેલે પોતાની પુત્રવધુને સપનાનું આકાશ સોંપી દીધું છે. આજથી આશરે 6 વર્ષ પહેલા ધર્મજમાં રહેતા આશાબેન પટેલના લગ્ન ઠાસરામાં રહેતા તૃષારભાઈના દીકરા જયકિશન પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્નિ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા […]