Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

લાચાર મહિલાને પોલીસકર્મીએ ખોળામાં ઉંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો, આ દ્રશ્ય જોઈને તમે પણ કહેશો માનવતા હજું જીવંત છે

દેશની હાલની સ્થિતિમાં પોલીસકર્મીઓ સાથે સંકળાયેલા સમાચારો સતત જોવા કે સાંભળવા મળી રહ્યા છે, જેમાં તેમની કાર્ય કુશળતા અને સંવેદનશીલતાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલ, દિલ્હીમાં જે હિંસા ચાલી રહી છે, તેને કારણે તેમની કુશળતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હમણા તો દરરોજ એવા સમાચારો જ આવી રહ્યા છે, જેમાં પોલીસ […]

રાજકોટમાં દાદા-દાદીએ પૌત્રની સગાઇમાં 300 દર્દીઓના ફ્રીમાં મોતીયાના ઓપરેશન કરાવી આપ્યા. દાદા દાદી અન્ય માટે બન્યાં પ્રેરણારૂપ

રાજકોટમાં પૌત્રની સગાઈ પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે પૌત્રની સગાઇ હતી ત્યારે દાદા-દાદીએ 300 દર્દીઓના મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપ્યા છે. રાજકોટમાં રહેતા યોગેશભાઈ જોગીના માતા કાંતાબેન અને પિતા ચંદ્રકાંતભાઈ જોગીની વર્ષો પહેલા આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે આ દંપતીને આંખનું ઓપરેશન આવ્યું હતું. રણછોડદાસબાપુ આંખની […]

નાત-જાત અને ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર 200 મુસ્લીમ મિત્રો સ્વખર્ચે દર્દીઓને પહોંચાડે છે નિ:શુલ્ક નાસ્તો અને લોહીની સેવા આપે છે

ઈસ્લામમાં માનવ સેવાને ખુબ મહત્વ અપાયું છે. ઈસ્લામના માનવ સેવાના સિદ્ધાંતને ધ્યેય બનાવીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરવાની પ્રવૃત્તીને 200 જેટલા મુસ્લીમ ભાઇઓએ જીવનનુ લક્ષ બનાવ્યું છે. આ યુવાઓ દર અઠવાડિયે સ્વખર્ચે નિશુલ્ક બે દિવસ નાત-જાત, ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર હોસ્પિટલના દરેક દર્દી સુધી એક ટાઈમ નાસ્તાની, જરૂરીયામંદોને લોહીની, તેમજ અંધજન શાળાના બાળકોને, વૃદ્ધાશ્રમના વૃદ્ધાઓને […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિતો, 10 મૌલાનાએ વિધિ કરાવી, સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી

અમદાવાદ પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 15 પંડિતો અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી. ઈસા ફાઉન્ડેશનનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ […]

અમેરિકામાં રોજ રાત્રે ફૂડ ટ્રક લઈને ઊપડતું શીખ-અમેરિકન કપલ બેઘર અને ભૂખ્યા લોકોને જમાડે છે

અમેરિકાના લોસ એન્જેલસ શહેરના શીખ-અમેરિકન કપલે ફૂડ ટ્રકની સર્વિસ શરુ કરી છે. આ ફૂડ ટ્રકની મદદથી તેઓ રોજ 200 ડિશ બનાવીને બેઘર લોકોને જમાડે છે. રવિ સિંહ અને તેની પત્ની જેકીએ ટ્રકનું નામ ‘શેર અ મીલ’ રાખ્યું છે. તેઓ પોતાની સાથે શાકાહારી જમવાનું અને પાણીની વ્યવસ્થા રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે અને ભૂખ્યાનું પેટ […]

બાળાઓ પ્રત્યે લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને લીધી દત્તક, શાળાની શિક્ષિકાએ ફેસબુકથી સંપર્ક કર્યો હતો

બાળકીઓ પ્રત્યે ખાસ લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. મહિલાએ બાળાઓને ચેસની કીટની ભેટ આપી છે તેમજ ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા માટે મદદરૂપ થશે. મહિલા 20 દિવસ માટે આ બાળાઓ સાથે રહેશે અને તેમને ચેસ તેમજ અલગ-અલગ એક્ટિવિટીની ટ્રેનિંગ આપશે. શાળાની શિક્ષિકાએ ફેસબુક દ્વારા NRI મહિલાનો સંપર્ક કર્યો […]

બીડી બનાવવાથી લઈ સંતરા વેચી પાઈ-પાઈ ભેગી કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર હરેકાલા હજબ્બાને સરકાર પદ્મશ્રીથી નવાજશે

કર્ણાટકના નઈ પપ્ડુ ગામમાં રહેતા હરેકલા હજબ્બા નામના એક સંતરા વેચનારા ફેરિયાને સરકારે આ વર્ષે પદ્મશ્રી આપવાનું એલાન કર્યું છે. હવે તમને થશે કે એક સંતરા વેંચનાર ફેરિયાને દેશનું ચોથું સર્વોચ્ચ સન્માન શા માટે? વાત એમ છે કે હજબ્બા પોતે ક્યારેય સ્કૂલ નથી ગયા છતાંય જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. 30 વર્ષથી સંતરા વેચીને ગુજરાન […]

1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને મળ્યું પદ્મશ્રી સન્માન

આજના સમયમાં રૂપિયા માટે ડોક્ટરો લેબોરેટરી સાથે સેટિંગ કરીને ખોટા રિપોર્ટ્સ બનાવડાવતા હોવાના પણ કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ફક્ત 1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના બેલપુરના રહેવાસીઓમાં ડો. સુશોવન બેનર્જીને ‘એક ટકા વાલે ડોક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગરીબો માટે પોતાનું […]

25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે, કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઇ જશે,

ભારત સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોના નામની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની ખુબ ચર્ચા થઇ રહી છે. જેમા એક નામ મોહમ્મદ શરીફનું પણ છે. મોહમ્મદ શરીફ અયોધ્યામાં ખિડકી અલી બેગ […]

દિવ્યાંગ શિક્ષિકાની આત્મિયતા તો જુઓ, નિવૃત્તિ પછી પણ બજાણાની શાળામાં નિ:શુલ્ક ભણાવે છે. તથા બાળકોને 32000 ના સ્વેટર દાનમાં આપ્યાં

બાળકો સામાન્ય રીતે રમકડાંની જીદ કરતાં જોયાં છે, પરંતુ પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી. શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ જોઈને જ બેઠાં હોય, તેમ કોઈ પણ વેતન ન લેવાની શરતે તૈયાર થઈ ગયાં! 59 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા […]