Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

ઓઢવના મિત્રોનું અનોખુ સેવાકાર્યઃ જરૂરિયાતમંદોને ભોજન આપવાનું, પણ તેના ફોટા પાડવાના નહીં, પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરી રહ્યા છે

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. અમદાવાદમાં પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરીબો અને રોજનું કમાવીને રોજ ખાતા મજૂરોની પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. જોકે, અમદાવાદમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો છે જેઓ આ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પરંતુ તેમાં પણ સેવાવૃત્તિનો જશ ખાટવા અને બધાને […]

સુરતના બિલ્ડરે સરકારને કરી ઓફર- મારી કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે તેમાં 400 બેડની હંગામી હોસ્પિટલ બનાવો

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે. સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં જે […]

સુરતમાં સેવાભાવી લોકો દ્વારા વરાછામાં મીની બજાર ખાતે ફ્રીમાં માસ્કનું વિતરણ કરાયું

કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મીની બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. સેવાભાવી લોકોએ […]

અમેરિકામાં ગુજરાતીઓએ દાખવી દરિયાદિલી: ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

કોરોના વાયરસે દુનિયા આખીમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસથી દુનિયાની મહાશક્તિ અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવા આકરા સમયમાં ભારતીય સંસ્કૃતિ ‘અતિથી દેવો ભવ’ના દર્શન હજારો કિલોમીટર દૂર આવેલી વિદેશની ધરતી પણ થયા છે. કોરોના વાયરસના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી દેવામાં […]

હળવદની માનવીય પહેલ: અંતરીયાળ ગામોથી 10-12ની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બધા વિદ્યાર્થીને અલગ અલગ સેન્ટર આપવામાં આવેલા હોય છે. દર વખતે જરૂરી નથી હોતું કે પરીક્ષા સ્થળ વિદ્યાર્થીના ઘરથી નજીક જ હોય. ઘણીવાર ખુબ દુરના અંતરે આવેલું પરીક્ષા સ્થળ લોકો માટે જવમાની અગવડ ઉભી કરી શકે છે. તો આવા લોકો માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક […]

રાજકોટના મનસુખભાઈ સુવાગિયાએ સામાજિક કાર્યોની ક્રાંતિ સર્જી, જળરક્ષા, ગૌવંશ રક્ષા, ગાય આધારિત કૃષિ, પ્રકૃતિ રક્ષા સંસ્કૃતિ માટે રાત-દિવસ એક કર્યા, ગામડાઓમાં બનાવ્યા 100 ચેકડેમ

પોતાની આંતરસૂઝ, જાત પરિશ્રમ, આચરણ અને જીવન સમર્પણથી ભારત દેશને ચેકડેમ યોજનામાંથી જળક્રાંતિ, ગાય આપણે આંગણે યોજનાથી ગીર ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ યોજના આપી છે એવા ઋષિ પરંપરાના માર્ગે ચાલીને માત્ર 12 ધોરણ ભણેલા કિસાનપુત્ર મનસુખભાઈ સુવાગિયા છેલ્લા 21 વર્ષથી જળરક્ષા, ગીર-કાંકરેજ અને ભારતીય ગૌવંશ રક્ષા, ગાય આધારિત કૃષિ, પ્રકૃતિ રક્ષા સંસ્કૃતિ માટે રાત-દિવસ […]

સુરતની મહિલાઓએ કર્યું પ્રશંસનીય કામ, જરૂરિયાતમંદ અને ગરીબ છોકરીઓને ભેટ આપ્યાં 2 હજાર કરતા વધુ પગરખાં

સુરતના સિટી લાઈટ વિસ્તારમાં સાયન્સ સેન્ટર ખાતે વુમનહૂડની ઉજવણીના ભાગરૂપે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓના કાર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GR8 વીકેન્ડર ઈવેન્ટના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં હજારો ફૂટપ્રિન્ટ્સને નામ સાથે ડિસ્પ્લે કરવામાં આવી હતી. રવિવારના દિવસે ઈન્ટરનેશનલ વુમન્સ ડે છે અને ત્યારે આ ઈવેન્ટનું સમાપન થશે. […]

અમદાવાદમાં ભૂખ્યાને ભોજન મળી રહે એ માટે શરૂ થયો નવતર પ્રયોગ, અન્નદાન માટે જાહેર રોડ પર ફ્રિજ મૂકાયું

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલાં શાંતિ ટાવર પાસે કોઇ ગરીબ તરસ્યો કે ભૂખ્યો ન રહે તે માટે એક ફ્રિજ મુકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા પહેલાં મુકવામાં આવેલા ફ્રિજમાં પાણીની બોટલથી લઈને જમવાનું વસ્તુઓ પણ મળી રહે છે. આસપાસ રહેતા સ્થાનિકો પોતાની મરજી અનુસાર જમવાનું તેમજ ફળો આ ફ્રિજમાં મુકી જાય છે. અને કોઇપણ જરૂરીયાતમંદને આ ફ્રિજ […]

જયપુર એરપોર્ટ પર નોકરી કરતી મહિલાએ ગામડાંની 18 મહિલાઓને ફ્લાઈટમાં તિર્થયાત્રા કરાવી

જયપુર એરપોર્ટ ટર્મિનલમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત સીએલ મીનાએ ગામની 18 મહિલાઓને ફ્લાઈટથી 5 દિવસની તીર્થયાત્રા કરાવી. સામાજીક કાર્યોમાં રુચિ રાખનારા મીના દૌસા જિલ્લાના કાલાખોહ ગામના રહેવાસી છે. તેઓ વર્ષ 2008થી જયપુર એરપોર્ટ પર કામ કરે છે. મીનાએ મહિલાઓને પ્લેનથી યાત્રા કરાવવાના આઈડિયા વિશે જણાવ્યું કે, આ બધી મહિલાઓનું સપનું પૂરું કરી મને ઘણી ખુશી થઈ […]

રાજકોટના પૂજારી 40 વર્ષથી કરાવે છે અનોખું ભોજન, બ્રાહ્મણો કે બાળકોને નહીં 150 વિધવાઓને જમાડે છે, સાથે જ ભેટમાં સાડી, ફ્રૂટ અને દક્ષિણા પણ આપે છે

સારા-નરસા પ્રસંગે લોકો બ્રાહ્મણોને, બાળકોને કે કુંવારિકાઓને જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે પરંતુ રાજ્યભરમાં એકમાત્ર રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી એવી પ્રણાલિકા ચાલી રહી છે જ્યાં બ્રાહ્મણો કે બાળકોને નહીં પરંતુ વિધવાઓને જમાડાય છે. શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં 150થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, […]