Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

સોનુ સૂદે ફરી કર્યું પ્રસંશનીય કામ: ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ ચાલુ જ છે અને માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોની […]

આ પરિવારે હજ કરવા માટે બચાવેલા 7.23 લાખ રુપિયા ગરીબોની મદદમાં ખર્ચી નાખ્યા, પરિવારે આજના સમયમાં ‘ઈન્સાનિયત’નું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું

નામ છે અક્રમ હિન્દુસ્તાની. આજ નામ તે પોતાના સોશિયલ મીડીયાની પ્રોફાઈલ પર લખે છે. અને એજ ભાવના સાથે તે માનવતા પણ નિભાવી રહ્યો છે. ઉનમાં રહેતો આ યુવક તેની માતા રઝિયા બીબી અને પિતા આરિફ શાહ સાથે આ વર્ષે મુસ્લિમોની પાંચ ફર્ઝમાંથી એક હજ અદા કરવા મક્કા-મદીના જવાનો હતો. ફોર્મ ભરાઇ ગયું હતું અને તેની […]

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500 પરપ્રાંતીયોને ટ્રેનની ટિકિટના રૂપિયા આપ્યા

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ પર તમે 1 હજાર રૂપિયા સુધીની દવાઓ રાજકોટના એબીસી મેડિકલ સ્ટોર પરથી મેળવી શકો છો. આ […]

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે ભોજન, 21 રસોડા, 300 લોકેશન, 16 રૂટ પર જમવાનું અપાય છે

કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં દરરોજ 36000થી વધારે લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ સિસ્ટમ દ્વારા લોકોને ભોજન મળી રહે તેવી […]

જલ્પા ગાંધી પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાની પાસે રાખી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની કરે છે સેવા

કોરોનાના ચેપને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રશાસન દ્વારા કોઇપણ કચાસ છોડવામાં આવી રહી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈની કામગીરી જેઓ નિભાવી રહ્યાં છે તે પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવામાં રત છે. સિવિલમાં સેવા […]

લોક ડાઉનમા માનવતા દેખાડતા ઉઘાડા પગે ચાલીને જતા બાળકોને જોઈને મામલતદારે ખોલાવી દુકાન, દુકાનદારે પૈસા ન લીધા

વાત જાણે એમ બની કે, કોડીનાર મામલતદાર એન નાયબ મામલતદાર (સુપર) ગત તા. 25 એપ્રિલે સ્યુગર ફેક્ટરી તરફથી ઓફિસ તરફ જઇ રહ્યા હતા. એ વખતે રોડ પર ત્રણેક દેવીપૂજક પરિવાર પગપાળા શહેર તરફ જઇ રહ્યો હતો. તેમની સાથેના દસેક બાળકો ઉઘાડા પગે ચાલતા હતા. અને છાંયડો આવે તેનો સહારો લેતા હતા. મામલતદારને પોતાનું એ રીતે […]

ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં […]

સુરતના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી 1000 લોકોને ભોજન આપી એકતાનું પ્રતિક બન્યા, રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી મુસ્લિમ યુવાનો કરે છે કામ

જો સેવાના સાગરમાં પવિત્ર થવાનો અવસર સામે હોય અને હું લોકડાઉનમાં રહું તો મનુષ્ય જીવનનું ઋણ પણ કેમ ચૂકવી શકીશ એવી ભાવના રાખતા ઉધના યાર્ડ ભાવના નગરના હિન્દુ-મુસ્લિમ યુવાનો છેલ્લા 31 દિવસથી રોજ લગભગ 1000 લોકોને પોતાને હાથે બનાવેલું ભોજન ખવડાવી રહ્યા છે. એટલું નહીં પણ પવિત્ર રમઝાન માસના ઉપવાસમાં 15 કલાક સુધી પાણીથી પણ […]

નવસારીના કિશોરભાઈ નાયકે કોરોનાની રસીના પરીક્ષણ માટે જીવતા જીવ દેહદાનનું સંમતિ પત્ર આપ્યું, દેહનું દાન કરનાર આવા મહાદાનીને સલામ

નવસારીના આમરી ગામે કિશોરભાઈ નાયક (ઉવ.65 )તેમના પરિવાર સાથે રહે છે. નિવૃત્તિ કાળ બાદ પૌત્ર સાથે કિશોરભાઈ નાયક હસીખુશી જીવન ગાળે છે. હાલમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકડાઉનથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થા ઠપ થઈ છે. જેને લીધે વ્યથિત થયેલ ધરતીપુત્ર કિશોરભાઈ નાયક દ્વારા જીવતા જીવત દેહદાનની જાહેરાત કરી કોરોનાની મહામારીને નાથવા માટે […]

કોરોનાના સંકટ સમયે પોલીસે દેખાડી માનવતા, માંડવીમાં શ્રમજીવી માટે પોલીસે ચપ્પલની વ્યવસ્થા કરી જાતે પહેરાવ્યા !

કોરોનાના સંકટ સમયે પોલીસનો માનવતાવાદી અભિગમ લોકો જોઇ રહ્યા છે. માંડવીમાં એક અલગ જ માનવીય અભિગમ બહાર આવ્યો હતો. માંડવીના પીઆઇ બી.એમ. ચૌધરી પેટ્રોલીંગમાં હતાં. ત્યારે ધોમ ધખતા તાપમાં એક એક વૃદ્ધ શ્રમજીવી ચપ્પલ વગર હાથલારી લઇને જતા હતાં. તપાસ કરતા આ વૃદ્ધના ચપ્પલ તુટી ગયા હતાં અને દુકાનો બંધ હોવાથી હાલ નવી લઇ શકાઇ […]