Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

લાખો લોકોની આંખો બચાવીને 36 વર્ષથી ગરીબોના સેવા યજ્ઞની ધૂણી ધખાવનાર ડો. કાતરિયા સાહેબ

ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી ધખાવીને મોરબીમાં બેઠા છે. કેટલાય સરકારી નોકરી કરતા ડોક્ટરો સરકારી દવાખાને જેટલા હાજર રહે છે એના કરતાં પોતાના અથવા બીજાના ખાનગી દવાખાને વધુ હાજર રહેતા હોય […]

જીવદયા પ્રેમી આ હનુમાન ભક્ત સતત દસ વર્ષથી દર સોમવારે 1700થી વધુ રોટલીથી 500 જેટલા વાંદરાઓનું ભરે છે પેટ

ઇતિહાસમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકેની ઓળખ આપવામાં આવી છે. માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ રહ્યો છે. આ સંબંધની ઝલક આજે 21મી સદીમાં પણ જોવા મળે તો કેવું રહે? અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે સામાન્ય માણસો કરતા કંઈક અનોખો સંબંધ રહ્યો છે. તેઓ દર […]

સુરતના જાણીતા ઉદ્યાગપતિ મહેશભાઈ સવાણી આ વર્ષે કરાવશે 261 દીકરીઓના લગ્ન

પિતા વગરની દીકરીઓના લગ્ન કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ આ વર્ષે ફરી 261 દીકરીઓને આ વર્ષે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની છે. આ તમામ દીકરીઓ સુરત અને તાપી જિલ્લાની છે. આ સાથે તેમનો પરિવાર 2123 દીકરી પરથી વધીને સીધો 2384 દીકરીઓનો થશે. લગ્નના મુખ્ય મહેમાનોમાં હાલ સાધ્વી ઋતંભરા માતાજી […]

રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ

જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ પોતાની કૉલેજ ગઈ હતી જે 18 કિ.મી દૂર કોટપુતલીમાં સ્થિત છે. છોકરીઓનો […]

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં મિનલ પટેલનું સમ્માન, માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે મળ્યો એવોર્ડ

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળની એક મહિલાને સન્માનિત કરવામાં આવી છે. મિનલ પટેલ ડેવિસને માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો. મિનલ પટેલ માનવ તસ્કરીના મામલે હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરની વિશેષ સલાહકાર છે. એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. સેરેમની અટેન્ડ કરવા આવ્યા માતાપિતા – મિનલને […]

શ્રી પટેલ સેવા સમાજ – સુરત દ્વારા જીવન સાથી પસંદગી મેળાનું ખુબ સુંદર આયોજન થયું.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે આજરોજ એક અનોખો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આ્વ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા યુવાનોએ પોતાની ઓળખ આપવાની સાથે પોતાનો પરિચય આપ્યો હતો. પટેલ સેવા સમાજના બાબુભાઇ સેંજલિયા દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી […]

આ છે ભારતની ફ્રી રેસ્ટોરન્ટ, પેટ ભરીને જમો, ઈચ્છા થાય તો બિલ ભરો !

ભારતમાં કેટલીક રેસ્ટોરન્ટ એવી પણ છે, જેમાં જમ્યા પછી તમારે પૈસા નહીં ચૂકવવા પડે. આ રેસ્ટોરન્ટમાં તમે લંચ કરો કે ડિનર, તમારે કોઈ બિલ નહીં ભરવું પડે. મજાની વાત એ છે કે આ તમામ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ અને સારી ક્વોલિટીનું ભોજન મળે છે. તો ચલો જાણીએ દેશની આવી ફ્રી રેસ્ટોરન્ટ વિશે… સેવા કેફે અમદાવાદમાં આવેલું છે […]

સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાંથી ગરીબોને શોધીને માત્ર રૂ. 10માં ભોજન આપતા અન્નપૂર્ણા રથનું કરાયું લોકાર્પણ

સુરતઃ દોઢ વર્ષ અગાઉ શહેરમાં કાર્યરત થયેલી સેવા ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. શહેરમાં ગરીબ શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે અન્નપૂર્ણા રથનું લોકાર્પણ મેયર ડો. જગદીશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા શહેરના શ્રમજીવીઓના વિસ્તારમાં ગરીબોને માત્ર રૂ.10માં ભોજન પૂરૂ પાડવામાં આવશે. ભૂખ્યાઓને ભોજન મળે […]

વડોદરામાં શરૂ થશે ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ , દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

દિવાળીના તહેવારો પૂર્વે ગરીબ લોકોને મોલમાં ખરીદીનો અહેસાસ થાય તેવો વડોદરા શહેરના અકોટા અતિથીગૃહ ખાતે 28 ઓક્ટોબરે ગરીબો માટે શોપિંગ મોલ શરૂ થનાર છે. 3 દિવસ માટે જ ખુલનારા આ શોપિંગ મોલનું નામ ખુશીઓનું કબાટ છે. આ શોપિંગ મોલમાં 51 હજાર વસ્તુઓ મળશે. દરેક વસ્તુની કિંમત માત્ર રૂપિયા 10 રાખવામાં આવી છે. વડોદરામાં ગરીબોનો શોપિંગ […]

સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ

સુરતઃ પાલમાં નવનિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજનાં ઉદ્દઘાટનનાં થોડા સમયમાં જ લોકોએ પાન-માવાની પિચકારીથી ખરડાયેલો બ્રિજ સાફ કરી શહેરનાં એક જાગૃત નાગરિકે શરૂ કરેલી પહેલ હવે ઝુંબેશમાં પરિણમી ગઇ છે. આ સફાઇ ઝુંબેશનાં ભાગરૂપે વર્ષોથી પાન-માવા ખાઈને રોડની સાઈડમાં પિચકારી મારી ગંદકી ફેલાવા ટેવાયેલી વરાછાની જનતામાં જાગૃતિ આવે એ માટે વરાછાના રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનનાં 50 જેટલા […]