Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

અમદાવાદમાં જરૂરિયાતમંદ દર્દીઓને ની:શુલ્ક ભોજન અને ટિફિન ની સેવા પુરી પાડતું માનવ સેવા ટ્રસ્ટ

અમદાવાદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા રોજ ૨૫૦ જેટલા ગરીબ દર્દીઓને મફત અને જરૂરિયાતમંદને ટિફિન ની સેવા રથના માધ્યમથી ની:શુલ્ક જમવાનું અપાય છે. સાથે જ નવા જન્મેલ બાળક ને દૂધ અને બિસ્કિટ અપાય છે. અને આના શીવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૨ ગરીબ પરિવાર ના ઘરે ફુલ સીધું -સમાન (કરિયાણું ) આપવામાં આવે છે […]

દેશમાં પ્રથમ આ શહેરમાં વૃક્ષો માટે ખાસ શરૂ કરાઈ ટ્રી એમ્બ્યુલન્સ, વૃક્ષોને મળશે ઈમર્જન્સી સારવાર

ચેન્નાઇના પર્યાવરણવિદ્ ડૉ. અબ્દુલ ઘાની ‘ ગ્રીન મેન ઓફ ઇન્ડિયા’ના નામે ઓળખાય છે. અબ્દુલે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભારતમાં પ્રથમ ટ્રી એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. આ એમ્બ્યુલન્સની મદદથી વૃક્ષોની સાર-સંભાળ વધારે સારી રીતે થઈ શકશે. આ એમ્બ્યુલન્સ પાછળનો હેતુ એટલો જ છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં વૃક્ષોની સાર-સંભાળ રાખવી. આજકાલ લોકો વૃક્ષો વાવી તો દે છે, […]

પત્નીએ અનોખી રીતે આપી પતિને શ્રધ્ધાંજલિ, તેમની યાદમાં વાવ્યા 73,000 વૃક્ષ

આમ તો આપણામાંથી મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિન આવે તેની રાહ જોઈને બેઠા રહે છે. તેમાંય ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા શિયાળો, ઉનાળો અને ચોમાસુ બધી જ ઋતુમાં પરિવર્તન આવી ગયું છે, દરિયાની સપાટી ઊંચી જઈ રહી છે. […]

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ, બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા

કેન્સર પિડીત પરિવારને સહાય માટેની સોશિયલ મીડિયામાં અપીલ સફળ થઇ માનવતા મહેકી , બીમાર વ્યકિતના પરિવાર માટે 20 લાખ એકત્ર થયા.. વરાછા વિસ્તારમાં એક પરિવારમાં કેન્સરની બીમારીથી આવેલા આર્થિક સંકટના મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ થતા માત્ર 48 કલાકમાં આ પરિવારને 20 લાખથી વધુ રકમની સહાય મળી છે . પુણાથી યોગી ચોક તરફ જતાં ભગવતી […]

‘પીકોક મેન’: દાદાની રાહે મોરની સારસંભાળ કરતો પૌત્ર દાદાના મૃત્યુ બાદ આજે 117 મોરલાઓને સાચવે છે

ઓરિસ્સાના કટક શહેરમાં પર્વતની તળેટીમાં આવેલાં સિદ્ધેશ્વર મંદિરની પાસે આવેલી પીકોક વેલી ઘણી ફેમસ છે. અહીંના મોર સાથે સંકળાયેલા પન્નુ બેહરાની સ્ટોરી ઘણી દિલચસ્પ છે. વર્ષ 1999ના વાવાઝોડાં બાદ ઘાયલ થયેલાં એક મોર અને બે ઢેલની પન્નુએ ખૂબ સેવા કરી હતી. આ મોરની સંખ્યા ધીમે-ધીમે વધીને 60 જેટલી થઈ ગઈ. હાલ આ વેલીમાં કુલ 117 […]

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય તો બસ એક ફોન કરો, તમારા ઘરે આવીને વૃક્ષ વાવી જશે. બસ, લોકો વૃક્ષો વાવે: વિજય ડોબરિયા.

જો તમે રાજકોટ શહેરમાં રહેતા હોય અને તમે રાજકોટ શહેરને હરીયાળુ બનાવવામાં તમારુ યોગદાન પણ આપવા માંગત હોય તો તમે પણ આ કામ સરળતાથી કરી શકો છે. તમારે ફક્ત એક ફોન કરવાને રહેશે એટલે સ્વંયસેવકો તમારા ઘર આંગણે તમને મન ગમતુ વૃક્ષ વાવી જશે. એટલું નહીં પણ વૃક્ષનાં રક્ષણ માટે લોખંડનું એક પિંજરુ પણ આપશે. […]

નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા 130થી વધુ સ્કુલોમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરનાર નીપાબેન કમલભાઈ પટેલ

એક ભણેલી અને સંસ્કારી સ્ત્રી સુંદર કુટુંબ અને સમાજ ના ઘડતર અને સ્થાપના નો પાયો છે. Nivedita foundation નો જન્મ આવા જ કાેઇ વિચાર સાથે થયો છે. મને અને મારા કુટુંબ ને જુદા જુદા દેશોની સફર અનૈ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો અવાર નવાર અવસર પ્રાપ્ત થાય છે. સફર દરમ્યાન નવરાશ ની પળાેમા આપણા દેશ અને […]

આ મહિલા ડોક્ટરે અમેરિકાની ધીકતી કમાણી છોડી ભારતમાં શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

ડૉ મિશેલ હેરિસન નામની આ મહિલાનું ડૉક્ટર તરીકેનું સફળ કરિયર રહ્યું છે અને તેઓ ગાઈનિકોલોજિસ્ટ તેમજ સાઇક્યાટ્રિસ્ટ છે. તેઓ બાળકો માટેની સંસ્થા જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને વૈશ્વિક યુનિવર્સિટીમાં ભણાવી પણ ચૂક્યા છે. પણ, એક દિવસ આ મહિલાએ તેમનું અમેરિકા સ્થિત ઘર વેચી નાખ્યું અને બધું છોડીને તેઓ કોલકાતા આવી ગયા. […]

સેવાની ક્રાંતિકારી શરૂઆત: હવે કુદરતી ઘટનાઓમાં મદદ માટે હાજર થઇ જશે ‘સેવા’ બ્રિગેડ

તક્ષશિલા આગની ઘટના પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ફાયર કે અન્ય સેવા જો અસરગ્રસ્તોને તાત્કાલિક સંભવ ન થાય ત્યારે સેવા તત્કાલ તેમની મદદ માટી આવી જશે. કોઇપણ સ્થિતીમાં મદદ માટે તત્કાલ ઊભા રહેવાના આશય સાથે આ સેવા એક ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે.   સુરતનાં સરથાણા ખાતે […]

સુરતના વરાછામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કરૂણાંતિકા રોકવા મહેશભાઇ સવાણીના સંગઠન નીચે સેવા બ્રિગેડની રચના

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 જીવ હોમાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના દેશ વિદેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે ફરી આવી હોનારત ન સર્જાય અને રાહત બચાવ કામગીરીની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે તક્ષશિલાની બાજુમાં આવેલા મિતુલ ફાર્મ ખાતે સેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. સેવા સંગઠનની પહેલી જ મિટીંગમાં વરાછા […]