Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટના ટ્રસ્ટે વેસ્ટ પેપરમાંથી બનાવી અનોખી પેન્સિલ, પૂરી થઈ ગયા પછી જમીનમાં રોપવાથી ઉગી નીકળશે વૃક્ષ

ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા, ગરમીમાં વધારો થવો આવી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતાં પ્રદૂષણને કાબુમાં કરવા વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને હવાને શુદ્ધ બનાવવા માટે રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે. કે […]

“સૌની દિવાલ” જો તમારી પાસે વધુ હોય તો અહીંયા મૂકી જાવ અને જો જરૂરિયાત હોય તો અહીં થી લઇ જાવ..!!

ગરીબોને દાન આપીને તેને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાને બદલે કે ગરીબોને શોધીને દાન કરવા કરતા તેને ઉપયોગી હોય તે વસ્તુ જાતે લઇ જાય તે માટે આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમાર દ્વારા સૌની દિવાલ ગાંધીનગરમાં કચેરીની પાસે બનાવી છે. જેમાં કપડાં, પગરખાં, અનાજ, રમકડાં, પુસ્તકો, નાસ્તો સહિતની વસ્તુઓ માટે ખાના બનાવ્યા છે. ધાર્મિકગ્રંથોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ગુપ્તદાનને મહત્વ […]

ભારતીય સૈન્યની અનોખી પહેલ, શિક્ષક બનીને કાશ્મીરનાં ગુજ્જર અને બકરવાલ સમુદાયના બાળકોને આપી રહ્યાં છે પ્રાથમિક શિક્ષણ

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ જવાનો દેશની સરહદો પર અને અને સરહદ બહાર અનેક મોરચે લડતા હોય છે. ત્યારે […]

રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર, હવે માત્ર એક ફોન પર બાઈક દ્વારા ઘરે પહોંચાડશે નિઃશુલ્ક ભોજન

રાજકોટ શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન […]

સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ ચલાવે છે ભૂખ્યા લોકો માટે અનોખી રોટી બેન્ક- આઈ એમ હ્યુમન

સુરત જિલ્લાના બારડોલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ આઈ એમ હ્યુમન નામની સંસ્થાની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં વધેલું જમવાનું , રોટલી ઉઘરાવવામાં આવે છે. નગરજનો પણ સેવા કાર્યમાં નહીં જોડાય શકતા આવા યુવાનો ને મદદરૂપ થઇ રહ્યા […]

આને કહેવાય સાચા ગુરૂ- પાટણના શિક્ષકે નિવૃત્તિ સમયે 27 બાળકોને દત્તક લઈને ઉતમ સંદેશો આપ્યો

અકસ્માતમાં દીકરાનું મોત નિપજાવનારને કોર્ટમાં બક્ષી દેનારા પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ – 1 ના 27 બાળકોને આઠમા ધોરણ સુધી સ્વખર્ચે ભણાવવા માટે દત્તક લઇ તેમની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની જવાબદારી શિરે લઇ આજના શિક્ષકો […]

આણંદમાં 12 વર્ષથી વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવતા નિવૃત્ત શિક્ષક દંપતી

આણંદમાં 70 વર્ષ વટાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક દંપતી વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યાએ બાળકની જેમ વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી શરૂ કર્યો છે. તેઓએ શરૂઆતમાં પોતાના પેન્શનની મૂડીમાંથી 2 વૃદ્ધોથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. જે આજે 12 વર્ષ બાદ 120 નિરાધાર વૃદ્ધોને મદદરૂપ થાય છે. 2008માં આ […]

સુરતમાં રસ્તા પર રહેતા અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપીને ખરા અર્થમાં સમાજસેવા કરતું અનોખું ગૃપ

રસ્તા પર તમને અવાર નવાર નાના બાળકો ભીખ માંગતા જોવા મળતા હશે. લોકોને તેમના પર દયા આવી જતી હોય છે અને તેઓ તેમને થોડા પૈસા અથવા તો કઈ ખાવા માટેનું આપતા હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મે તે બાળકને થોડા પૈસા અથવા તો ખાવાનું આપીને તેની થોડી મદદ કરી લીધી. મોટા ભાગના […]

ભુખ્યા લોકોના પેટ ભરવા રાજકોટમાં ચાલતી અનોખી બેંક, રોજ રોટી જમા કરાવવા લાગે છે લાઈન

પૈસા, બ્લડ અને મિલ્ક સહિતની બેંકો તો ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. રોટી જમા કરાવવા રોજ લોકોની લાઇન લાગે છે. અહીં રોજ 3000થી માંડી 3500 જેટલી રોટી જમા થાય છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી ભૂખ્યાનાં પેટની જઠરાગ્ની ઠારવામાં આવે […]

અકસ્માતમાં પત્નીને ખોઈ દીધા બાદ આ ટ્રાફિક પોલીસ કર્મી રેપ સોન્ગ ગાઈને લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત કરે છે, સાથે ફ્રીમાં હેલ્મેટ પણ આપે છે.

ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પહેરવાની જાગૃતતા ફેલાવવા માટે ટ્રાફિક પોલીસ નતનવા પ્રયોગો અપનાવે છે. દેશના ઘણા લોકો રોડ સેફ્ટીના નિયમોની અવગણના કરે છે અને દુર્ભાગ્યવશ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલ સોશિયલ મીડિયા પર દિલ્હીના એક ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદીપ શાહીનો રેપ સોન્ગ ગાતો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ […]