Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

ભુજના કાગડાવાળા કાકા, છેલ્લાં સોળ વર્ષથી કાગડાઓની વચ્ચે રહી રોજ સવારે કાગડાઓને ખવડાવે છે

અત્યારે પિતૃભક્તિ અને પિતૃશક્તિના સમન્વય સમો શ્રાદ્ધપક્ષનો મહિનો ચાલુ છે. પિતૃઓને પ્રસન્ન કરવાના આ મહિનામાં લોકો દ્વારા બ્રાહ્મણોને મનગમતું ભોજન તથા દક્ષિણા સાથે બહેન ભાણેજને પણ જમાડવાનું મહત્વ છે સાથે શ્વાન-ગાય અને કાગડાઓ માટે પણ ખાસ ભોજન અલગથી કાઢવામાં આવે છે. કાગડાની પક્ષીઓમાં કદાચ સૌથી હોશિયાર પક્ષી તરીકેની છાપ છે. કાગડાને મોટેભાગે પાંજરે પૂરી શકાતા […]

હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં સારવાર કરાવશે. સોશિયલ મીડિયામાં હાલ ટ્રાફિક રૂલ્સના કારણે પ્રજાના નિશાને પોલીસ છે. ત્યારે પ્રજા વચ્ચે પોલીસે સંવેદનાના સંબંધોમાં પણ […]

ફૂટપાથ પર બાળપણ વીત્યું તે ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા પ્રોફેસર શ્રમજીવી પરિવારના 20 બાળકોને ભણાવે છે

આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર છેલ્લાં 3 મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 15થી 20 શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્ત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે. વિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર […]

સ્વતંત્રતા દિને ગામના યુવાનોએ ગરીબીમાં રહેતા શહીદના પરિવારને આપી અવિસ્મરણીય ભેટ

મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી મદદ પણ ના કરી! પરંતુ કેટલાક યુવાનોએ ભેગા મળીને 11 લાખ રૂપિયા એકત્ર કર્યા અને શહીદની વિધવા […]

કેરળના વેન્ડરની દરિયાદિલી: પોતાના ગોડાઉનના બધા કપડાં પૂરગ્રસ્તો માટે દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

કેરળમાં હાલ પૂરની સ્થિતિ છે. લાખો લોકો બેઘર થયા છે. વિવિધ એનજીઓ અને સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. સ્વયંસેવકોની ટીમ રાત દિવસ એક કરીને પૂરગ્રસ્તો માટે કપડાં, પાણી, દવા, ફૂડ વગેરે એકઠું કરી રહ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે, 2018ની જેમ આ વર્ષે લોકો એટલી બધી મદદ નથી કરી રહ્યા. તેમ છતાં આ […]

જાંબાઝ બાળકે જીવના જોખમે ધસમસતા પાણીમાં ઍમ્બ્યુલન્સને બતાવ્યો માર્ગ, સોશિયલ મીડિયા યૂઝર્સે વહાવ્યો શાબાશીનો ધોધ

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી. પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો. આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએ જીવના જોખમે જે રીતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. તેનો વીડિયો જોઈને તમને પણ તેના પર ગર્વ થશે. […]

મોરબીના ટંકારામાં પોલીસકર્મી પૃથ્વીરાજ સિંહે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડી એક કિ.મી. કરતા વધુ ચાલીને બચાવી

રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા. માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી […]

NDRF જવાનોના પગમાં છાલા પડી ગયા છે છતા પણ પૂરમાં ફસાયેલાં લોકોના જીવ બચાવી રહ્યા છે, આવા જવાનોને સો સો સલામ છે.

હાલ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિ છે. હજારો લોકો પાણીમાં ફસાયેલા છે, ત્યારે તેમના માટે NDRFના જવાનો તારણહારની ભૂમિકા ભજવી રહ્યા છે. કુદરતી આપદા આવે ત્યારે બચાવ કામગીરી માટે સૌથી પહેલી NDRFની ટીમ જ દોડીને આવે છે. જોકે, આ ફોર્સના જવાનોનું કામ પણ ખાસ્સું પડકારજનક હોય છે. તેમાંય સૌથી મોટો પડકાર સતત પાણીમાં […]

સૌરાષ્ટ્રના એક એવા વડીલ જે વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે: લાકડું બાળવું ન પડે તેથી જીવતેજીવ સમાધિ તૈયાર કરાવી રાખી છે.

આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં છે. પ્રેમજીભાઈએ આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યું પછી અંતિમ દાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નથી. […]

સુરતના સવજીભાઈ ધોળકીયાએ પોતાના પૈતૃક ગામને આપી અનોખી ભેટ

હીરાના વેપારી સવજીભાઈ ધોળકીયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સવજીભાઈ માત્ર પોતાના કર્મચારીઓ પ્રત્યે જ દિલેર નથી પરંતુ પોતાના પૈતૃક ગામ પ્રત્યે પણ તેમની લાગણી અને સમર્પણ પ્રેરણાદાયક છે. અમરેલી જિલ્લાના દૂધાળા ગામના લોકો એક સમયે પાણી માટે વલખા મારતા હતા, ત્યારે સવજીભાઈએ પોતાના પૈતૃક ગામમાં આજે 45 તળાવો બનાવડાવી દીધા છે. સવજીભાઈનું લક્ષ્ય […]